Home

  • આજે એ-કુલદીપ કારિયા

    આજે એ હાથ બારણું ખખડાવશે નહીં પણ અર્થ એનો એ નથી, એ આવશે નહીં આબોહવા આ દેશની અત્યંત શુષ્ક છે લીલા સમયને શ્વાસ લેવું ફાવશે નહીં ઘડિયાળ તૂટે તો સમય તૂટે નહીં, શું કામ ? એવું તને કદી કોઈ સમજાવશે નહીં કાપ્યા કરું છું હું અહમ વધેલા નખની જેમ હદથી વધીશ તો કોઈ બોલાવશે નહીં…

  • ખૂબ સસ્તી છે-શોભિત દેસાઈ

    જો વીતી ગઈ તો લાગે વેદનાઓ ખૂબ સસ્તી છે ફરી બેઠા થવાની સૌ વ્યથાઓ ખૂબ સસ્તી છે પુન:નો પાક લીલોછમ્મ ઊગી ચાલ્યો છે વય વધતાં હવે તારા મિલનની શક્યતાઓ ખૂબ સસ્તી છે ઘણા યત્નો પછી આવે છે ને ટકતું નથી લાંબુ છે દુર્લભ સુખ સદાનું, આપદાઓ ખૂબ સસ્તી છે ધુમાડે લઈ ગયો અગ્નિ, ધરા-પાણી-ગગનને પણ…

  • ઓરડો-વિજય રાજ્યગુરુ

    જૂના રાજમહેલના બંધિયાર ઓરડામાં કાન કડિયાની તીણી સિસોટી ચામાચિડિયાની પાંખનો હળવો ફડફડાટ ઠાલાં હલળાં કરોડિયાનાં ઝાળાં સતત ખર્યા કરતી દીવાલોની પોપડી આ બધા વચ્ચે ચોકીદારની નાનકડી દીકરી જ્યારે ઘર-ઘર રમે છે અને એકલી એકલી ઢીંગલી સાથે વાતો કરે છે એટલી ઘડી બસ એટલી જ ઘડી ઝાંખા થતા જતા વેનીશિઅન અરીસામાં ઘેનઘેઘૂર ઓરડો આંખો ખોલે છે…

  • પવનમાં પ્લાસ્ટિકની એક કોથળી-યજ્ઞેશ દવે

    ઝાંખરામાં ભરાયેલી ફાટેલી ફરફરતી પ્લાસ્ટિકની ધોળી એક કોથળી વાયરાની અમથી એવી એક ફૂંકે ઊડી, રમણી બની રમણે ચડી ઊંચે ને ચડે ચડી બેલેરિનાની જેમ એક પગ હળવેથી હવામાં ફંગોળી એક પગે સ્થિર થઈ ગોળ ગોળ ફરી તો વળી બીજો પગ બીજી તરફ લહેરાવી અમથું અમથું નાચી. ત્યાં તો પળવારમાં થયો કથક નૃત્યાંગનાના ચક્રધારનો આરંભ ઘડીક…

  • અંગારની માફક-ખલીલ ધનતેજવી

    રહું છું છેક ઊંડે, ભારેલા અંગારની માફક, ઉપરછલ્લો મને વાંચીશ નહીં અખબારની માફક. ફરીશ પાછો તો આ માથું સલામત નહીં રહે તારું, હંમેશાં કાં મને તું વાપરે હથિયારની માફક ! એ પથ્થર છે, રડાવી દે પ્રથમ એને પછી જોજે, ઊઘડવા માંડશે કિલ્લાનાં ધરખમ દ્વારની માફક ! ધડાકાભેર ના પાડે તો મૂંઝાવું મટે મારે, એ હા…

  • વિચારી જુઓ-સુધીર પટેલ

    શબ્દ વિહોણાં દિવસ ને રાત વિચારી જુઓ, શબ્દથી પણ ખાનગી હો વાત, વિચારી જુઓ. શબ્દ પણ ન્હોતા અને કોઈ લિપિ પણ ક્યાં હતી ? ભાવ સૌ ભીતર હતા રળિયાત, વિચારી જુઓ ! કોઈ ના બોલી શકે એકાંતમાં એક શબ્દ તોય, કેવી રસપ્રદ હોય મુલાકાત, વિચારી જુઓ ! શબ્દ એ હો કોઈનો પણ નાનો અમથો તોય…

  • સમય હતો-હેમેન શાહ

    વાતાવરણ ગુલાબી, મજાનો સમય હતો, અફસોસ કે એ મારા જવાનો સમય હતો. એ દેણગી કે શ્રાપ ? ખબર પડી નહીં, જે કાવ્યનો સમય, એ વ્યથાનો સમય હતો. ભરપૂર પ્રેમ હોય તો ઢંકાય ખામીઓ, પથરાળ પટ તો ઓટ થવાનો સમય હતો. આંસુ ને સ્વપ્ન આંખમાં સાથે રહે નહીં, છે એક વર્તમાન, બીજાનો સમય હતો. અંતિમ ક્ષણે…

  • એક કાવ્ય-વિપાશા મહેતા

    હું શાંતિથી રાહ જોતી ઊભીશ. મારી આ દવા વગર તોફાને ચઢેલી નસો શાંત થવાની. પણ ત્યાં તો લોકોએ કંઈ નવું જ ધતિંગ શરૂ કર્યું, મગજમાં ગુસ્સો ભરાવી શરીર ચીંથરેહાલ કરી મોં પર તાળાં ઠોકી કહ્યું જો જો તારી અંદર કેટ કેટલોક તો ગુસ્સો છે અમે તને ફટકાવી ફટકાવી એ અંદરનો ગુસ્સો બહાર લાવવા તારી મદદ…

  • લાગે છે-દિવ્યા સોની “દિવ્યતા”

    દરિયા જેવી ખુશીઓમાં મારી આજ આવી ઓટ લાગે છે. તું ભલે મળી ને જાય તોય તરત જ તારી ખોટ લાગે છે. વિચારો ની ઘંટીમાં તારી યાદો થઇ પડી લોટ લાગે છે, તું મળવામાં જો રાખે કચાસ, આ દિલને મારા ચોટ લાગે છે. નિત માંગણીઓ એમ કરતો, જાણે પ્રેમ મારો વોટ લાગે છે, એને માટે જે…

  • વાત કરવા દે-સુરેન્દ્ર કડિયા

    ધસી જતા આ જળમાં જળ વિશેની વાત કરવા દે મને એકાદ પળમાં પળ વિશેની વાત કરવા દે ઘડીક ભૂલા પડી જઈએ, ઘડીક રસ્તે ચડી જઈએ અજાણ્યા કોઈ સ્થળમાં સ્થળ વિશેની વાત કરવા દે તને જો રસ પડે તો સાવ હળવોફૂલ હું થઈ જઉં ઘણા વખતે વળેલી કળ વિશેની વાત કરવા દે નભોમંડળ, ધરાતલ ને અતલ…

  • Home