-
તેઓ ક્યાંય જતા નથી…………
જેઓ પંચતત્વમાં લીન થયાં છે તે ક્યાંય ગયાં નથી, તેઓ તો પડછાયાની જેમ અડીખમ તમારી સાથે જ છે. તેઓ કાંઈ ધરતીમાં અદ્રશ્ય થયાં નથી, તેઓ તો માટીની મહેક લઈ વનાંચલમાં વિસ્તરી ગયાં છે. ને દુ:ખ-દર્દ સમેટી લઈ પ્રગાઢ તરુવરમાં વેરાઈ ગયાં છે. તો તો કલકલતા ઝરણાંમાં ને ખળખળતી સરીતાઓમાં વહી ગયાં છે, ને પ્રશાંત મહાસાગરમાં…
-
પછી ત્યાં સહી કરી દેજે-પ્રજ્ઞા વશી
સમી જાયે બધી અટકળ, પછી ત્યાં સહી કરી દેજે જીવે નિરાંતની બે પળ, પછી ત્યાં સહી કરી દેજે ઉધામા શ્વાસનાં ફોગટ લઈ દોડે જીવનભર પણ રહે છે કેમ તું પાછળ, પછી ત્યાં સહી કરી દેજે નથી સમજી શકાતું મૌન, એનો આ મૂંઝારો છે અરે ! મન વાંચ પળ બે પળ, પછી ત્યાં સહી કરી દેજે…
-
જીવને કાંઠે-એસ. એસ. રાહી
જીવને કાંઠે મને લાવી દીધો, સાવ છેલ્લા શ્વાસે તડપાવી દીધો આંસુઓને ઠામ-ઠેકાણું મળ્યું રિક્ત કૂવો તુર્ત છલકાવી દીધો તે પછી તો શાંત થઈ ગઈ એ નદી જ્યાં કળશ મૃગજળનો પધરાવી દીધો સાંભળી જો મેં કથા એકલવ્યની ધૂળમાં મેં અંગૂઠો વાવી દીધો રાતભર પીવડાવી હેતલ ચાંદની એક માણસને મેં બહેકાવી દીધો. ભર અષાઢે રાખતી’તી દૂર તું…
-
નથી પૂરા થતા-મનીષ પરમાર
રાતના પાના નથી પૂરા થતા, આંસુઓ છાના નથી પૂરા થતા. એ શમા બળતી રહી છે રાતભર, તોય પરવાના નથી પૂરા થતા. કેટલા જન્મોથી ચાલ્યા આવતા, દર્દ એ ઘાના નથી પૂરા થતા. છેક છેલ્લા શ્વાસ લગ છોડે નહીં, પ્રેમ દીવાના નથી પૂરા થતા. વારતા ચાલ્યો અધૂરી મૂકીને, મર્મ હોવાના નથી પૂરા થતા. ( મનીષ પરમાર )
-
કોણ છે તું ?-હનીફ સાહિલ
રોજ બારીમાં ઊભે, કોણ છે તું ? રાહ કોની જુએ છે, કોણ છે તું ? મારો પડછાયો બનીને ચાલે, મારી સાથે જ રહે, કોણ છે તું ? શ્વાસમાં આવજાવની ઘટના તું જ રગરગમાં વહે, કોણ છે તું ? તું જ ચાહત છે તું જરૂરી છે તું જ વગર કંઈ ન ગમે, કોણ છે તું ?…
-
એક કોરો કાગળ-મનીષા જોષી
સિલ્કના એક સુંદર સ્કાર્ફમાં મેં છૂપાવી રાખી છે, એક કવિતા. આમ તો જોકે, આ એક કોરો કાગળ જ છે. મારા ગયા પછી, એ સ્કાર્ફ જેના હાથમાં આવશે, એ જોશે એક કોરો કાગળ. મારા વાળનું તેલ, સ્કાર્ફમાંથી થઈને એ કાગળ પર ઊતર્યું હશે. એ કાગળ પર થોડા તેલના ધાબા ઉપસ્યા હશે. પછી એ કાગળ કોઈ ફેંકી…
-
કબીરની વાત-શૈલેશ ટેવાણી
કબીરની વાત કરે ને છતાં કબીર ન હો, ઘણું યે કાંતવાનું હો છતાં મલીર ન હો. શબદ કહે કહે ને મૌનની સમજ ન પડે, અરથ કહે, ગઝલ કહે છતાં યે મીર ન હો. ન હો નાનક, ન હો નરસિંહ ન તુકારામ મીરાં, ગહન ન પીડ તો સ્થવીર કે ફકીર ન હો. ઘૂંટે નહિ, શ્વસે નહિ,…
-
કાંઠે-યોગેશ જોષી
કાંઠે ઊભો ઊભો જોઉં છું- વહાણ તો હલેસાય છે આ વિરાટ સરોવરમાં પાણીય છે ભરપૂર હિલોળા લેતું… સઢ પણ છે નવો નક્કોર, ફરફરતા આકાશ જેવો ને વેગીલો પવન પણ છે અનુકૂળ દિશામાં… ધ્રુવના તારા જેવી નજરથી નાવિક મીટ માંડી રહ્યો છે મારા ભણી… પણ કોઈ જ ઈચ્છા ક્યાં છે હવે ?! બસ, ઊભો છું કાંઠે……
-
આંગળીના ટેરવે-રન્નાદે
આંગળીના ટેરવે ક્યાંથી મળે જળનું ટીપું ? સ્પર્શ ભીનો ઝળહળે છે, ઝળહળે જળનું ટીપું. છીપ પણ અકબંધ રાખી સાચવે શમણું હજી ખોલશો ના તોડશો ના-ટળવળે જળનું ટીપું. આંખની બારે ઉઘાડી કોણ આ ઊડી ગયું ? ઝૂરતા એકાંતને ક્યાં સાંકળે જળનું ટીપું ? ડાળથી છૂટાં પડેલા પાંદડાંઓ ક્યાં ગયાં ? પીળચટ્ટી ધૂળમાં આ ટળવળે જળનું ટીપું.…
-
જવાના દિવસ છે-અદી મિર્ઝા
હવે જવાના દિવસ છે, જવા દે યાર મને બની શકે તો હવે દૂરથી પોકાર મને મને ન લાગશે દુનિયાના કોઈ રંગ હવે હવે તો તારા કોઈ રંગે તું ચિતાર મને ! ન આવી મારા સુધી એના ફૂલની ખુશબો નકામી છેડીને ચાલી ગઈ બહાર મને ધરમ કરમની બધી વાત ભૂલી બેઠો છું જરીક આપ તારી આસ્થા…
-
Home