Home

  • પંખી – પન્ના નાયક

    ઊડી ન શકતું હું એક નાનું પંખી તમે મને બોલાવો પણ હું આવું શી રીતે ? જુઓને, મારી પાંખો- દેખાય છે ને કપાયેલી ? મારા પર પથ્થર પડે છે તોય હું કશું કરી શકતું નથી. હું ચાંચ ખોલું છું. ના, પાણી માટે નહીં ના, ચણ માટે નહીં મારે કંઈ કહેવું છે મારે કંઈ ગાવું છે…

  • વાંચી લેજે-માધવ રામાનુજ

    કાગળ કોરો રાખીને આ પત્ર લખું છું: વાંચી લેજે અલખ લિપિમાં આખે આખો ગ્રંથ લખું છું: વાંચી લેજે. અવાજમાં અક્ષર ગૂંથ્યા કે અક્ષરમાં ગૂંથ્યા અવાજ એ હું શું જાણું! મૌન કઈ લિપિમાં તેં રુંધી રાખ્યું છે, બધાં રહસ્યો તું જાણે છે હું શું જાણું! કયા અક્ષરે ઓળખવાનો સ્પર્શ, લખું છું: વાંચી લેજે કાગળ કોરો રાખીને…

  • કદાચ…-નલિની માડગાંવકર

    અમે અળગા થયાં, બે દિશાના વિરોધી પવનોએ અમારી ગતિમાન નૌકાના ભુક્કા બોલાવ્યા. ઘડિયાળના અટકી અટકીને બે વિરોધી દિશામાં ચાલતા કાંટા જેવો અમારો સંસાર વાદ-વિવાદના કકળાટ વચ્ચે સમયની ગતિને સાંભળવા અસમર્થ બુઠ્ઠી સંવેદનાઓ…ધક્કા મારીને ચાલતી ઘડિયાળ જેવી. બંને વચ્ચે ચણાઈ ગઈ દીવાલ અને સેતુ જેવાં બાળકો સૂનાં સૂનાં બંનેના હૃદયમાં જીવતાં હતાં સપનાં અને થોડાંક વાવેલાં…

  • એમ તો હું પણ-જયા મહેતા

    એમ તો હું પણ જાગી હતી સપનાંનોસથવારો લઈને આંખમાં. ટચલી આંગળીએ ગોવર્ધન તોળવા હું ઘણું મથી, પણ મારે ભાગે તો હતો ખરાબે ચડેલા વહાણનો ટકી રહેવાનો તરફરાટ, રણની તપતી રેતીના ધખારા, હલાહલને પોતાનામાં સમાવીને બેઠેલા સાગરના તળિયાનો અંધકાર, ભીતર બહાર બહાર ભીતર લથડિયાં ખાતા કેવળ શ્વાસ અને… ( જયા મહેતા )

  • ફૂલ લઈને આવે-પન્ના નાયક

    ફૂલ લઈને આવે સાજન ફૂલ લઈને આવે અપરાધીનો ભાવ લઈને ભૂલ થઈને આવે. ફૂલની પાછળ કાંટાઓ પણ હોય છતાંય છુપાય નહીં. એવું શાને હોય કે ફરફરતી ફોરમની વચ્ચે ભમરાઓ પણ ગાય નહીં ? ચાર બાજુનો ચોરસ થઈને વર્તુળ લઈને આવે. સાજન ફૂલ લઈને આવે. ફૂલના મૂલને ચૂકવે છે પણ ફ્લાવરવાઝનું શું ? કાચની ઝીણી દીવાલ…

  • પંખીઓનાં અભયારણ્યોમાં વિહરું-મનોજ્ઞા દેસાઈ

    પંખીઓનાં અભયારણ્યોમાં વિહરું છું ત્યારે તેં કુરુક્ષેત્રમાં પેલી ટિટોડીને દીધેલું ઘંટનું એક વિરાટ રક્ષાકવચ અદ્રશ્ય રૂપે મને દેખાય છે આખાય અભયારણ્યને આવરી લેતું… જ્યારે જ્યારે ખગ્રાસ સૂર્યગ્રહણની તેજ-છાયા એની ઓછાયા-પડછાયા મારી આ ધરતીને વીંટળાઈ વળ્યા ત્યારે મને કોઈક વાર સૂર્યમાં તારું મુખ દેખાયું એ જ શ્યામલતા ને તેની ફરતાં એ જ તેજોવલય… તો કોઈ વાર…

  • તમારો ચહેરો-નીતા રામૈયા

    આસમાની તારલીએ ઝગમગે તમારો ચહેરો ને તારલી જાય છુપાઈ તો કેવું લાગે આરતીની દીવડીએ ઝગમગે તમારો ચહેરો ને દીવડી જાય બુઝાઈ તો કેવું લાગે વનરાજિની વેલડીએ ઝગમગે તમારો ચહેરો ને વેલડી જાય સુકાઈ તો કેવું લાગે મોગરાની પાંદડીએ ઝગમગે તમારો ચહેરો ને પાંદડી જાય મૂરઝાઈ તો કેવું લાગે આરતીની દીવડીએ ઝગમગે તમારો ચહેરો ને દીવડી…

  • મારા આંસુનું કારણ-પન્ના નાયક

    મને ખબર ન પડે એમ એક બાઈ મારામાં ઘર કરી ગઈ છે. એ એમ માને છે કે હું અને એ બન્ને એક જ છીએ પણ હરગિજ અમે એક નથી જ નથી હું તો આનંદી, સંતોષી, ને સ્વચ્છંદી ને એ તો સદાયની અસંતોષી ને કકળાટિયણ એને વારે વારે આવે છે રડવું એટલે બેગ ભરીને લાવેલા રૂમાલથી…

  • ખારવાની વહુ-મનીષા જોષી

    એ ખારવાના ગયા પછી શૂન્યમનસ્ક, મૂંગી થઈ ગઈ છે એની વહુ. એક વાર મેં એને જોઈ, દરિયાની સાવ નજીક ઊભેલી. ધારીને જોયું તો એના મોંમાંથી કરચલા ખરી રહ્યા હતા. એ કરચલા જમીન પર પડતાવેંત દોડી જઈ રહ્યા હતા દરિયા તરફ. એ ખારવાની વહુ પણ ધીમેથી આગળ વધી રહી હતી દરિયા ભણી. પણ એ તો કરચલા…

  • દરેક પ્રેમ-ગગન ગિલ, અનુ. નલિની માડગાંવકર

    દરેક પ્રેમ તમારે ઘરને ઉંબરે આવીને સહુ પ્રથમ પૂછે છે કે તું મારે ખાતર બારીમાંથી નીચે કૂદી શકીશ ? પોતાની છાતી ચીરી શકીશ ? દરેક પ્રેમ આમ જ પૂછે છે કે તું તારા નાજુક બાહુથી મારી જોડે ઊડી શકીશ ? પ્રેમ તમારા ઘરને ઉંબરે આવતો હોય છે ઉતાવળે પાછો ન ફરવા માટે એને જવું હોય…

  • Home