-
ઘણી વાર લાગશે-ચિન્મય શાસ્ત્રી
ઘરને મહેલ થવામાં ઘણી વાર લાગશે એવું વિચારવામાં ઘણી વાર લાગશે ! મારા નગરમાં આપ અકસ્માત આવજો, ચાહીને આવવામાં ઘણી વાર લાગશે ! આવો તો તમારા અભાવને જણાવજો આજે ઘરે જવામાં ઘણી વાર લાગશે ! આવ્યા નહીં તમે તો શરાબે કહી દીધું મહેફિલ શરૂ થવામાં ઘણી વાર લાગશે ! મારો સ્વભાવ ખૂબ નિખાલસ હતો પ્રિયે…
-
કોરાશ-પન્ના નાયક
એક દિવસ હું તારે માટે ગુલાબનું ફૂલ લઈને આવી. મને એમ કે એની સુગંધથી તું છલકાઈ જશે. પણ બાજુએ રહી ગઈ સુગંધની વાત. તું બોલ્યો : મને કાંટા વાગ્યા. પાછી ફરી એક વાર એક દિવસ હું તારે માટે ખોબો ભરીને જળ લાવી. મને એમ કે જળ જોઈને તારી તરસ ઊઘડશે પણ તું બોલ્યો : મને…
-
અશ્રુપાત-ઉર્વીશ વસાવડા
શાહી નહીં, કાગળ પર અશ્રુપાત થવાનો, તારો કાગળ મોંઘેરી મીરાત થવાનો ફૂલો પર અહીં પતંગિયું પાંખો ફફડાવે, દૂર કશે દરિયામાં ઝંઝાવાત થવાનો મારાં સઘળાં મ્હોરાં સાવ નકામ રહ્યાં છે તેં ચાલી છે ચાલ, હવે હું મ્હાત થવાનો જગ આખું માને છે જે આભાર પાતળો, એ જ તાંતણે ટકવાની તાકાત થવાનો મારા કિસ્સા મારા અંગત ક્યાંથી…
-
કરી જુઓ-સાહિલ
કદી કામના તણાં કુંભને જો ભરી શકો તો ભરી જુઓ પૂરા વિશ્વમાં પછી ઈચ્છો ત્યાં જો ફરી શકો તો ફરી જુઓ. નદી હોય છીછરી તોય શું-મળ્યું બરકરાર નદીપણું તમે સાવ છીછરા વ્હેણમાં જો તરી શકો તો તરી જુઓ. જો ઝીલી શકો તો પતંગિયાના પીંછાની છાયા ઝીલી લઈ, પછી વીજળીના લસરપટે જો સરી શકો તો સરી…
-
ઇન્ડિયન આર્મી ડે!-ડો. ગોરા ત્રિવેદી
૧૫ જાન્યુઆરી… ઇન્ડિયન આર્મી ડે! આપણા દરેક દિવસ અને રાતની શાંતિ જેમના કારણે છે તેમનો દિવસ એટલે આર્મી ડે! છેલ્લા ૨ દાયકાથી લોકોનો રોષ વધી રહ્યો છે; આપણા જવાનો કપાઈ રહ્યા છે-વીંધાઈ રહ્યા છે. લોકોને યુદ્ધ જ એક વિકલ્પ દેખાય છે. કોઈ પણ સરકાર જો યુદ્ધ નથી ઈચ્છતી તો એનું કારણ પણ આપણે જ છીએ.…
-
मैं रहूं या ना रहूं-रश्मी विराज
मैं रहूं या ना रहूं तुम मुज में कहीं बाकी रहेना… मुजे नींद आये जो आखिरी तुम ख्वाबों में आते रहेना बस इतना है तुमसे कहेना… मैं रहूं या ना रहूं तुम मुज में कहीं बाकी रहेना… किसी रोज बारिश जो आये समज लेना बूंदो में मैं हूं सुबह धूप तुमको सताये समज लेना किरनों…
-
તૈયારી-જયા મહેતા
૧. સૂરજ આથમવાની તૈયારી છે. નીચે બાળકો રમે છે એના અવાજો સંભળાય છે સાતમા માળની બાલ્કનીમાં હું બેઠી છું હવે મારાથી અવાજો સહન થતા નથી અવાજ ન કરો એમ બાળકોને કહેવાનું મન થતું નથી હું જોયા કરું છું : આકાશ ઝાંખું થતું જાય છે સૂરજ આથમવાની તૈયારી છે. ૨. સૂરજ આથમવાની તૈયારી છે. બાળકો રમવાનું…
-
શું હતું એ-નીતા રામૈયા
ચણોઠીના છોડ ઉપર ઝાકળ ઠર્યું ને તું સાંભરી આવી થયું પત્ર લખું આજ મન છલકાયું લાલચટક ચણોઠી જેવી તારી યાદથી પત્રના શબ્દે શબ્દે હું તારી સાથે વાત કરતી હતી આ લખાઈ ગયો કાગળ\પણ થયું કે કૈંક લખવાનું રહી ગયું આમતેમ આંટા મારું થતું કે શું હતું એ લખવાનું રહી ગયું તે હા…ખાસ લખવાનું એ કે…
-
દીવાલ સુધી-સાહિલ
દીવાલ જમીનદોસ્ત કરી-ફરી પહોંચ્યા દીવાલ સુધી ખબર અમને હતી કશી ક્યાં-કરમ જવાનાં કમાલ સુધી લીલોતરીમાં હરે-ફરે પણ નસીબ તણી ન વાત પૂછો તરસ બિચારી નથી પહોંચી શકી હજીયે પખાલ સુધી છું માણસ સાવ અલ્પમતિ-હું તો એટલું જ બસ સમજું જરૂર પછી શું બંદગીની જો વેર વહે વહાલ સુધી બરાબર લાભ ચોઘડિયે સફર જો શરૂ કીધીતોય…
-
તો શું કહેવું-શું કરવું ?-નલિની માડગાંવકર
ખળખળતી નદી પાસે જળ માંગીએ અને એ ખોબોભરીને કાંકરા દે તો શું કહેવું ? વાંકા બોલાની વચ્ચે જીવનભર મીઠા બોલે જીવવું પડે તો શું કહેવું ? પાનખરની તાળી ઝીલનારાને વસંતનાં ગીતો સંભળાવવાં પડે તો શું કહેવું ? દરિયામાં શેલારા લેવાને બદલે રેતીના ઢગલા ઉલેચનારાને ભલા ! શું કહેવું ? જીવવા માટે ચપટીભર ખુશી લઈએ ત્યાં…
-
Home