-
તેં સાંભળ્યું ?-પરાજિત ડાભી
આપણે ભૂલા પડ્યા એ ખૂબ મોટું રણ હતું – તેં સાંભળ્યું ? ને ફરી પાછા મળ્યાનું એજ તો કારણ હતું – મેં સાંભળ્યું. કોઈ લીલા વૃક્ષ ઉપરથી ઉડેલી વાદળી – તેં સાંભળ્યું ? હા, પલળતું ત્યાં અજાણ્યું એક કોરું જણ હતું – મેં સાંભળ્યું. ધૂંધળા ચહેરા હંમેશા ફૂટવાથી થરથરે – તેં સાંભળ્યું ? હા, ખરેખર…
-
માણસ હોવું એટલે…-સુરેશ કુસુંબીલાલ
માણસ હોવું એટલે પોતાના પગ પર ઊભા રહેવું અને હાથ પાસેથી ફક્ત હાથનાં કામ કરાવવાં માણસ હોવું એટલે પોતાનો રોટલો વહેંચીને ખાવો અને રાજી થવું. માણસ હોવું એટલે પોતે પગથિયાં બનીને બીજાંને આગળ વધારવાં માણસ હોવું એટલે નિર્દોષ સસલાંને જંગલી ઝરખથી બચાવવું અને, ગાંડીવ ઉઠાવવું. માણસ હોવું એટલે વિકર્ણ બની કૌરવોનો વિરોધ હસ્તિનાપુરમાં કરવો માણસ…
-
અધ્યાહાર-ચિહ્ન-નીતા રામૈયા
એ દુકાનમાંથી બહાર આવી કારનું બારણું ખોલ્યું અનાજ અને શાકભાજીના થેલા એણે પાછલી સીટમાં મૂક્યા એ સીધી ઘર પહોંચી ભૂખ્યાં થયેલાં ઘરના લોકોની આગોતરી ફરિયાદ લઈને મોઢું વકાસીને ઊભું રહેલું રસોડું પોતાની ગેરહાજરીમાં સરકસના ખેલ રમ્યા પછી ત્રણેય બાળકોના ચહેરા ઉપર કોરાયેલું તોફાન એકને ભણાવવાનું બીજાને દાક્તર પાસે લઈ જવાનું ત્રીજાને રમતું રાખવાનું બધાં ને…
-
સીધો જવાબ દે-શૈલેશ ટેવાણી
હમણાં અહીં ને આજ હવે સીધો જવાબ દે, આંસુ હતાં તો કેમ હતાં સીધો જવાબ દે. ફૂટ્યું નવું પ્રભાત અને કોઈ ક્યાં ગયું ? પગલાં હતાં તો કોણ ગયું ? સીધો જવાબ દે. આ તું અને છે તારી અસર કોણ માનશે ? બીજું કોઈ જો તો છે ક્યાં ? સીધો જવાબ દે. હરફર હતી જે…
-
बोलते नयन-नक्श वाली-ईमरोज
कल रात सपने में एक औरत देखी जिसे मैंने पहले कभी नहीं देखा था पर मिलते ही लगा कि ईस बोलते नयन-नक्श वाली औरत को कहीं देखा भी हुआ है हो न हो यह वही है जो मेरी कल्पनाओं के बाग में अक्सर आ कर फूलों से खेलती दिखती रही जहां मिले थे वह जगह…
-
કદાચ-સોનલ પરીખ
મોકો ન આપ્યો મોટાં મોટાં તોફાન ઝીલવાની અનિવાર્યતાએ નાનાં નાનાં ઈંગિતો સમજાવનો પસાર થઈ ગયાં મોટાં મોટાં તોફાનો પસાર થઈ ગયાં નાનાં નાનાં ઈંગિતો પણ જાતને જકડી રાખતી મુઠ્ઠી થોડી ઢીલી કરી છે બચેલું સ્વ આખું છે કે અધૂરું ભીનું છે કે કોરું તેની ખબર કે પરવા રહી નથી કદાચ હું કોઈ શક્યતામાં કેદ થઈ…
-
તું માગે મોજું એકાદું-મનોજ્ઞા દેસાઈ
તું માગે મોજું એકાદું ને હું દઈ દઉં દરિયો આખો, તું પૂછે કે પ્રેમ કેટલો ને હું કહી દઉં દરિયો આખો. આંસુ ભીનાં, વાદળ ભીનાં, ઝાકળનાં ટીપાંયે ભીનાં, શીકરની તું વાત કરે ને ત્યાં જ ધરી દઉં દરિયો આખો. સ્પર્શ સહજ ને તો પણ ભાસે દૂર દૂર તું સામે પારે, તને પામવા થાતું ક્ષણમાં પાર…
-
ઘર-મુકેશ જોશી
(૧) પાડોશીએ નવું ઘર લીધું મોટું અમારાથી દૂર… પોશ એરિયામાં એકવાર અમસ્તા નીકળવાનું થયું. મને બારણામાં ઊભેલો જોઈને સોફા, ખુરશી, ટિપોય…નાચી ઊઠ્યા સહુ બોલ્યા, આવો આવો… પડોશી બારણાં વચ્ચે જ ઊભા રહીને બોલ્યા: બહુ ઉતાવળમાં લાગો છો…પછી ક્યારેક જરૂર આવજો પગથિયાં ઉતરતાં મને સંભળાયું કદાચ એક પાયો ખુરશીનો તૂટી ગયો… (૨) બહુ વરસો પછી પડોશીના…
-
તોયે આપણે કેમ ?-પન્ના નાયક
ખોવાઈ ગયેલા સુખના પડઘાઓ એકઠા કરવાથી સુખ નથી મળતું. ખરી ગયેલી પાંદડીઓને એક પછી એક પાછી ગોઠવવાથી ફૂલ ક્યાં ફરી સર્જી શકાય છે ? ઉછળતા એક મોજાને નજરમાં પરોવીએ પણ એમાં દરિયો તો ઘુઘવતો નથી. સુખ તો ડૂબી ગયું છે ક્યાંક તળિયે તૂટી ગયેલી કોઈક નૌકાની જેમ ! તોયે આપણે કેમ ? ખરી ગયેલી પાંદડીઓને…
-
સાહિબ, ઝટપટ આવો પટમાં-નીતિન વડગામા
સાહિબ, ઝટપટ આવો પટમાં. દરશનઘેલી આંખ અમારી અટવાતી ઘૂંઘટમાં. ક્યાં જઈ લેવો સહેજ વિસામો, ક્યાં જઈ ગાવી પીડા ? રાત-દિવસ બસ, ગમતી ડાળી ઝંખે છે પંખીડાં ! સમજાવી દેજો સઘળુંયે બદલાતી કરવટમાં. સાહિબ, ઝટપટ આવો પટમાં. સુક્કા રણમાં ભીની નજરુંનાં વાદળ વરસાવો. ગોથાં ખાતા કૈંક જીવને હાથ જરા લંબાવો. આમ તમે ઓઝલમાં રહેતા, આમ રહો…
-
Home