-
એવા દિવસોનો…-ચેતન શુક્લ
તારા જ નામથી જે ફૂટી’તી કૂંપળ જો થઈ જાય ઘેઘૂરતમ ઝાડ એવા દિવસોનો માનીશું પાડ. માળીની જાણબહાર ઉગ્યું’તું ફૂલ એ ફૂલને ઉગાડી ગયું કોણ ? પાનખર છે એક અને બીજી વસંત પણ મઘમઘતા પવનની વાદે ચઢીને પછી મખમલી દ્વાર તો ઉઘાડ. ચૈતરના વાયરાએ લીલાછમ પાંદડાને જીવનનો સમજાવ્યો સાર, ટહુકાને સરનામે લખ્યા સંદેશ એ પહોંચવામાં લાગી…
-
ફેસબુકિયા ફ્રેન્ડ-આશા પુરોહિત
રે ! ભાઈ, અમે ફેસબુકિયા ફ્રેન્ડ, લંગોટિયા યાર અને નિશાળિયો દોસ્ત ભૂલી, અપનાવ્યો આધુનિક ટ્રેન્ડ, રે ! ભાઈ, અમે ફેસબુકિયા ફ્રેન્ડ, ટાઈમ નહીં, તોય કેવા પોતાની ટાઈમલાઈન પર, જાતજાતનું કરવાનું પોસ્ટ, રિકવેસ્ટ જો આવે તો થોડુંક ચકાસીને, થઈ જાતા કાયમના દોસ્ત, ફોટાને ક્લીક કરી, વીડિયો રેકોર્ડ કરી, પળભરમાં કરવાનું સેન્ડ, રે ! ભાઈ, અમે ફેસબુકિયા…
-
એને નવું વર્ષ કહેવાય…-અંકિત ત્રિવેદી
મારાં સપનાં તારી આંખે સાચાં પડતાં જાય એને નવું વર્ષ કહેવાય… હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય એને નવું વર્ષ કહેવાય… ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું લાભ, શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય એને નવું વર્ષ કહેવાય… જીવન એવું જીવશું જાણે…
-
હેપ્પી દિવાળી
(૧) દીવડા પ્રજવાળવાની રાત છે. અંધકારો બાળવાની રાત છે. જેમના પગમાં ભરેલો થાક છે, તેમને સંભાળવાની રાત છે. ભગ્ન સ્વપ્નોની કરચને મોજથી, આભમાં ઉછાળવાની રાત છે. પ્રેમ, હિંમતને ઈરાદાના નવા, દ્રાવણો ઉકાળવાની રાત છે. આપણી શ્રદ્ધાનો સૂરજ ઉગશે, એ જ આશે ગાળવાની રાત છે. ( પરાજિત ડાભી ) (૨) કોઈને જૂઓ અને તમારી અંદર રંગોલી…
-
દિવાળી-દિવ્યા સોની “દિવ્યતા”
પાંચ દિવસની દિવાળીમાં, વહેચું હું પાંચ મારા વિચાર ! ત્યારે ઉજવીએ દિવાળી, જ્યારે અંધકાર પર જીતે ઉજાશ ! દિવાળી શબ્દ પડતાં જ મનમાં બાળપણ, રોશની, ફટાકડાં, સફાઈ, મીઠાઈઓ, નવા કપડાં, મિત્રો, હસી-ખુશી, કુટુંબીજનો, જાત ભાતના સાથીયાઓ, દિવાળી નિમિતે થતી પૂજાઓ, ઘરેણાં તેમજ વાહનની ખરીદીઓ, નવા કેલેન્ડર, જુના હિસાબો, નવા વ્રતો, નવ વર્ષની શુભેચ્છાઓ સહિત બીજુ…
-
મારા માથે આકાશ છે, પણ…-ચંદ્રકાંત શેઠ
મારા માથે આકાશ છે, પણ મારું આકાશ ક્યાં છે ? સૌના મુખે ભાષા છે, પણ મારી ભાષા ક્યાં છે ? મને શોધ છે- મારા નામે અંકિત થાય એવા સર્જનાત્મક સમયની; મને શોધ છે- મારા કામને કોળાવી દે તેવા વિસ્મયની; મારી પાસે પગલાં છે, પણ એના માટે જાગતો-ઝૂરતો રસ્તો ક્યાં છે ? મારો પંડનો પડછાયો છે,…
-
ચાલ, હળવેથી લે !-વિશાલ જોષી ‘સ્નેહ’
તને ગમતીલાં સપનાની આપું હું કાલ ! ચા, હળવેથી લે ! તને લાગે કદીક સાવ સૂકેરું પાન પણ ભીતરમાં લીલ્લીછમ વેલી તને લાગે બહાર ક્યાંક કોરું કટ્ટાક પણ અંતરમાં ભવ-ભવની હેલી લાવ, લીલ્લેરું-ભીન્નેરું રોપી દઉં વ્હાલ, ચાલ, હળવેથી લે ! તને સાચ્ચેરું કહેવાનું હોય જ તો કહી દઉં કે જ્યારુકથી તેં મને ઝીલ્યો ત્યારુકથી ફાંટ…
-
માણસ હોવાની એક ભૂલ-હનિફ સાહિલ
ભાઈ ! હું તો માણસ હોવાની એક ભૂલ સૌથી જુદાં છે મારા રસ્મો રિવાજ અને સૌથી જુદાં છે ઉસૂલ ભાઈ ! હું તો માણસ હોવાની એક ભૂલ દરિયો કે સહરા કે મોજાં કે આંધીનો સમજું છું એક જ સાર હલ્લેસે હલ્લેસે કાપું છું રેતીને પહોચું છું દરિયાની પાર ઝાકળને આપું છું મૃગજળનું નામ અને કંટકને…
-
અઢી અક્ષરની વેણુ…-ગાયત્રી ભટ્ટ
ટગર ટગર ના જોશો; આ તો અઢી અક્ષરની વેણુ વગર વગાડ્યે વાગી ઊઠે; જેવું જેનું લહેણું… આંગળીએ જે વાત ઝૂરતી સૂરમાં ઢળતી જાય ફૂંક વસી જેની અંદર અખંડ દીવો થાય શુકનવંતા વેળા પહેરાવે અમને સૂરનું ઘરેણું વગર વગાડ્યે વાગી ઊઠે; જેવું જેનું લહેણું… અઢી અક્ષરની વેણુ… આરપાર વીંધાતું કોઈ એક તાર થઈ વાગે ગીત હશે…
-
શ્યામનું ગીત-ચંદ્રેશ શાહ
એક રાધાના સ્મિતનો ઊડ્યો રે એવો અમરત છાંટો કે ભીતરના શ્યામને વાગે છે રાતદિન વિરહનો કાંટો હૈયાનાં રંગે અંતરનો અસલી ચંદરવો એ દેખાડે ને લાગણીના વંદાવનમાં ગોકુળ જન્મે એવું જીવાડે જાણે સ્વર્ગ પણ લઈ રહ્યું મારી ફરતે સતત આંટો… કાગળ ને કલમ બધું ઊડીને થઈ જાય છે પંખી જાજમ થઈને જીવ પથરાય હવે કુમકુમ પગલાં…
-
Home