Home

  • ભરવાડનો રખેવાળ કૂતરો-સંસ્કૃતિરાણી દેસાઈ

    ભરવાડને ચિંતા નથી તેનો રખેવાળ કૂતરો, છૂટાંછવાયાં થઈ ગયેલાં ઘેટાંઓને ભેગાં કરી, પરોણા વડે હાંકી, કોઈક વાર વઢી વાડામાં લઈ આવે છે સાચવીને ઘેટાં રોજ ચરવા લઈ જાય છે. ભરવાડનો રખેવાળ કૂતરો થોડું આમ તેમ ચરાવી, થોડી વાર છુટ્ટા ફરવાની પરવાનગી આપી હંમેશ નજર રાખી, સાંજે લઈ આવે છે પાછાં, માંદા તરફ ધ્યાન દોરે છે…

  • પ્રતીક્ષા-પંચમ શુક્લ

    શિખર પર ગોઠવી શય્યા ઉદિતની રાહ જોઉં છું, ઘટાટોપે છો ઘેરાઉં, તડિતની રાહ જોઉં છું. પ્રતિક્ષણ પુષ્પ જેવી પલ્લવિત આશા-નિરાશાઓ, સતત સમભાવ રાખી સંભવિતની રાહ જોઉં છું. વિહિતની વેદના વચ્ચે, નિહિતની વ્યર્થતા વચ્ચે, વચન, વાણી ને વર્તનમાં વિદિતની રાહ જોઉં છું. તપી, નીતરી ધવલ રંગે ફરકતાં શત શરદ અંતે, સ્વયં સ્મશ્રુ તણા યજ્ઞોપવીતની રાહ જોઉં…

  • એક નોખું અનોખું પુસ્ત ક : ધી સિવિક કોડ

    ‘‘મેરા વિદ્રોહ ગલત હો સકતા હૈ, મગર મેરી પીડા સહી હૈ” લેખક ડો. ગોરા નવીનચંદ્ર ત્રિવેદી એમના પુસ્તરક વિશે લખે છે કે મારી મેઈન સ્ટ્રીલમ બુક ‘ધ સિવિલ કોડ’ માટે છેલ્લા ૨ વર્ષથી મુદ્દા ભેગા કરતી હતી. ૫ લીગલ બુકસ લખી, પછી આર્ટીકલ્સિ-બ્લોમગ-પોસ્ટડની યાત્રા શરૂ થઈ, મજા આવતી ગઈ તેમ લખતી ગઈ. મેં એક વાત…

  • એષણા-ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

    કોને કહેવાય છુપા ઘાવ બકા હું બતાવું નજીક આવ બકા સ્પર્શ સિંચી કરું સજીવન હું તારો આ મૃત હાથ લાવ બકા ઘરને દુનિયાથી ડિસકનેક્ટ કરે એવડી ભીંત ના ચણાવ બકા ઓરડો એકલો ઝૂરી મરશે એક બે બારીઓ મુકાવ બકા એ જ વેળા લખોટી ખૂટે છે ? જ્યારે આવે છે મારો દાવ બકા એના મૂળમાં જ…

  • વ્યથા સમો-સાહિલ

    સરેઆમ સત્ય મરી ગયું-હું રહી ગયો છું પ્રથા સમો, અને બાણશય્યા પર શ્વસુ છું અજર-અમરશી વ્યથા સમો. હું બળેલા ખેતરે ઊભો છું હજી ચાડિયાના લિબાસમાં, ભલે હોઉં ઠામડું ખાલીખમ છતાં હું સફરમાં ભથા સમો. નથી અંશ મારા વિચારનો મળ્યો કોઈનાયે વિચારથી, હું ઉતારી મુખવટા ઊભો છું-આ નગરના ચોકે તથા સમો. સહુની હથેળીમાં એકલપણાના જ શ્રાપ…

  • એમાં શું ?-ઉષા ઉપાધ્યાય

    એક ‘દિ પેલાં ઝાડને જોઈ એમ થયું કે લાવને હું યે ઘેનઘેઘુરી ઝાડવું બની જઉં… મનમાં મારાં એમ કે એમાં શું ? મૂળ નાખીને ડાળ ફેલાવી, પાંદડે-પાંદડું ફરકાવીને એ..યને હળવે સૂર રેલાવી, તડકો ઝીલતું નીલ-સોનેરી પંખી બની જઉં, આભ આવીને રાતવાસો રહે એવડી છાયા દઉં. પણ જરા જ્યાં મૂળ નાખ્યાં ત્યાં સહેજ હવા નહીં, કંકર-પથ્થર,…

  • જે સરનામું છે-અદી મિર્ઝા

    એના હાથોમાં જે સરનામું છે, એ ઠેકાણું તો મારા ઘરનું છે ! એક સુરાલય છે આપણું મિત્રો, બાકી આખું જગત તો એનું છે ! તારે શું કહેવું છે હું જાણું છું, તને મારે પણ એ જ કહેવું છે ! એનું મળવું ન મળવા જેવું હતું, એનું જોવુંય જોવા જેવું છે ! પહેલા આ વાતનો ખુલાસો…

  • ઉદ્ધવગીત-વીરુ પુરોહિત

    નથી કશો પણ ભય, માધવને પ્રેમ ફરી કરવાથી ! ડરી જાય શું ઉદ્ધવ,મત્સ્યો પાણીમાં તરવાથી ?! અમે પ્રેમને પંથ પડ્યા,તો હતા જાણતા અંત; ઊભાં છીએ દ્રઢ, પ્રભુ પામવા જેમ ઊભે છે સંત ! આપોઆપ જ લાભ અમોને થયો, શ્યામ જો ગયા; વિરહ-ઉત્સવો ઊજવવાની કલા જાણતા થયા ! મોર લગીરે નથી પામ્તો દુ:ખ, પીંછું ખરવાથી !…

  • ઉદ્ધવગીત-વીરુ પુરોહિત

    અરે ! આજ મેં ગૂંથી નથી વૈજયંતીમાળા ! શું, ઉદ્ધવજી ! બીજા રથે આવે છે શ્યામ રૂપાળા ?! જાવ સખી, ઝટ જઈ પૂજાની શણગારી લ્યો થાળી; પછી, પલક માર્યા વીણ જોતાં રહી જાશું વનમાળી ! રાસ રમ્યાં તે વસ્ત્રાભૂષણ કહાનાને બહુ છાજે; વૃંદા, તું માધવને મનગમતું પેલું ગીત ગાજે ! ગુલાલ છાંટી, મારગ પર પ્રગટાવી…

  • બાકી છે-હર્ષદ ચંદારાણા

    વળોટ્યા છે સમંદર પાંચ, બે આસાન બાકી છે રમત છે, બાવડામાં જોર દે… જુવાન બાકી છે વદન પર ઝુલ્ફની લટ જેમ શોભે છે, તું ઝરણાંથી તું પર વારી ગયો ઓ ટેકરી ! બસ…જાન બાકી છે તળે ડૂબાડતા ધસમસ પ્રવાહો, છટકવા ના દે ઉગારે કોણ ? એવો આવવો બળવાન બાકી છે વિચારોનો સમંદર ખૂબ ઊંડો, હર-વખત…

  • Home