-
પ્રેમ માટે ભય-કાબેરી રાય
તમે કહો, તમને ફૂલ બહુ ગમે પણ જ્યારે ફૂલ ખીલે છે તમે ફૂલ તોડી નાખો છો. તમે કહો, તમને વરસાદ બહુ ગમે- દિવસને અંતે જ્યારે વરસાદ પડે તમે એનાથી જાત બચાવો છો. તમે કહો, દક્ષિણ દિશાથી આવતો પવન બહુ ગમે પણ જ્યારે મોટી ડમરી ચઢે બારી એકદમ બંધ રાખો છો. હું ભય પામી જાઉં છું…
-
શ્રી મણિબહેન પટેલ-દિવ્યા સોની “દિવ્યતા”
. લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હમણાં ઘણું ચર્ચિત બન્યું છે. આ નામની આડ નીચે ઘણા મરવા અને મારવાની વાતો કરી રહ્યા છે. એ ભાઈ બહેનોને એક સવાલ પૂછવો છે કે શું આ લોહપુરુષ વિશે અને એમના પરિવાર વિશે કંઈ જાણો છો ખરા ? સરદાર વલ્લભભાઈ પાછળ પણ કોઈ નારીનો હાથ હોઈ શકે…
-
પદ્મશ્રી અરૂણિમા સિંહા-દિવ્યા સોની “દિવ્યતા”
[અન્ય ચેનલોનો યુગ શરૂ થયા પછી દૂરદર્શન લગભગ નહીંવત જેવું જ જોવાય છે. થોડા દિવસ પહેલા એક સાંજે ટી.વી. શરૂ કર્યું અને ચેનલ સર્ફ કરતી હતી ત્યાં DD National પર એક પ્રોગ્રામ જોવા મળ્યો..” સ્ત્રી શક્તિ”. તે દિવસે પહેલી વખત અરૂણિમા સિંહાનું નામ સાંભળ્યું અને જ્યારે એના મુખેથી એના જીવન વિશે જાણ્યું ત્યારે એક તરફ…
-
ઘટના-રશીદ મીર
હવાની પીઠ પર ખુશ્બુ સવાર થઈ ગઈ છે ન જાણે રાત પણ ક્યારે પસાર થઈ ગઈ છે તમામ રાત તિખારા સમી હતી ઘટના અને એ વહેલી સવારે તુષાર થઈ ગઈ છે અમેય દર્દની મર્યાદા જાળવી છે, મગર પડી ના ચીસ તો એની પુકાર થઈ ગઈ છે બધાય ઝખ્મ અમે એમ દૂઝતા રાખ્યા ખબર પડી જ…
-
ખબર જ છે-ભાવેશ ભટ્ટ
મળવાની છે ચોમેરથી નફરત ખબર જ છે શ્વાસોય મળે છે મને ઉદ્ધત, ખબર જ છે અફસોસ નથી, થાય જો અપમાન અહિંયા મારી હતી ત્યાં કેટલી ઈજ્જત ખબર જ છે ! એ રોજ કહે છે કે ‘હું સિદ્ધાંત ન તોડું’ ને રોજ કરાવે છે મરમ્મત, ખબર જ છે ! નાદાન હશે એનાથી અંજાઈ જવાના આપણને તો…
-
સમજીને-આબિદ ભટ્ટ
સ્મિત વેર્યું ટહેલ સમજીને, છે તમારી પહેલ સમજીને! શ્વાસથી રોજ ભીંતને લીંપું, ઝૂંપડીને મહેલ સમજીને ! ક્ષોભ, સંકોચ વિણ હૃદય ખોલ્યું, આપ જણ છો ઠરેલ સમજીને ! વિસ્તર્યો હું ને હાથ ફેલાવ્યો, શ્વાસ શાશ્વત ટકેલ સમજીને ! પ્રશ્ન જંજાળ, મોહ મુક્તિનો, હોય તો દે ઉકેલ સમજીને ! શબ્દને એટલે મળ્યો ટેકો, ભીતરેથી ઉઠેલ સમજીને !…
-
સંવેદના-અશ્વિની બાપટ
હલકા હાથે પસવારો કે હળવેથી ખોતરો કવિતા નીકળી આવે એવી સંવેદનશીલતાને કવચમાં બીડીને થોડી જ રાખી શકાય ? રીઢી થઈ જાય એટલી ઘસાઈ જશે કે કવિતા ડઘાઈને અંધારે પુરાઈ જશે એવા ડરથી કોરાં પાનાં વચ્ચે અર્થ સંભાવનાવાળા શબ્દો જોડે સંવેદનશીલતાને દબાવી થોડી સાચવી શકાય ? પ્રેમમાં તણાઈને તિરસ્કારથી પીંખાઈને અવગણનાથી ગૂંગળાઈને સહસ્ત્રમુખે ખીલે છે સંવેદનશીલતા…
-
મિત્રો !-ગુલામ અબ્બાસ “નાશાદ”
એક છું, શ્રી સવા નથી મિત્રો ! માનવી છું, ખુદા નથી મિત્રો ! ભાગ્ય બદલી શકું ના કોઈનું, લાગણી છું, દુઆ નથી મિત્રો ! પાપ સંતો જ ધોઈ જાણે છે, વ્હેમ છે, આસ્થા નથી મિત્રો ! હડસેલી કોઈને જવું આગળ, આવડત છે, કલા નથી મિત્રો ! આંખમાં જે મને સતત ખટકે, આંસુ છે, ઝાંઝવા નથી…
-
જોખ્યું-સંજુ વાળા
સાવ નકામું નમતું જોખ્યું અમથું કાં અણગમતું જોખ્યું ? વધ્યું વજન જ્યારે બાળકને ફુગ્ગા સાથે રમતું જોખ્યું વાલ-રતીની વડછડ મૂકી ધારણથી ધમધમતું જોખ્યું બજાર આખી ફરી-ફરીને માત્ર આભ આથમતું જોખ્યું સુખમાં ના સરવાળા માંડ્યા દુ:ખ કદી ના દમતું જોખ્યું લેખ-જોખનો છાંડ્યો મારગ સઘળું એમાં શમતું જોખ્યું પહેલાં કૃપાદ્રષ્ટિ ઝીલી પછી વેણ તમતમતું જોખ્યું તમે ગઝલની…
-
ખમ્મા ખમ્મા-સંજુ વાળા
સડેડાટ ને છાનું-માનું : ખમ્મા ખમ્મા ઘઉં ભેળા કંકર દળવાનું : ખમ્મા ખમ્મા વહી ગયા તે સહુ દસકાનું : ખમ્મા ખમ્મા ભોળા ભાઈઓનું ભયખાનું : ખમ્મા ખમ્મા જેને છબછબિયાં કરવાની ટેવ પડી છે એનું ઊંડા જળનું બહાનું : ખમ્મા ખમ્મા લાદેલા અર્થોના ઉત્પાદન કરે જે ના થઈએ કોઈ કારખાનું : ખમ્મા ખમ્મા જર્જર થાવું, ફાટી…
-
Home