Home

  • ઋતુ – મનીષા જોષી

    મારા ઘરની અગાશી પર હું ખાસ જતી નથી. ગયા વર્ષે પાનખરમાં ખરેલાં પાંદડાં, હજી પડ્યા છે, ત્યાં મેં એમના રંગ બદલતા જોયા હતા. ગયા શિયાળની એ બરછટ ઠંડી પણ પડી છે હજી, કોઈ પ્રેક્ષકની જેમ, મારા ઘરની ભીંતોમાં. મારી શુષ્ક ત્વચા, આ દીવાલો જેવી, પાસે છતાં દૂર દૂર. રાત્રે હું મારી ત્વચાથી બચીને એમ સંકોરાઈને…

  • તું…!! – એષા દાદાવાળા

    તું આધાર છે, એવું નહીં કહું નહીંતર આધારિત થઈ જવાનો ભય લાગશે મને… તું દીવાલ છે એવું પણ નહીં કહું નહીંતર બારી કે દરવાજાની જરૂર ઊભી થશે મને… તું આકાશ છે એવું પણ નહીં કહું આકાશ અનંત છે અને અનંતતાથી નફરત છે મને એક શરૂઆત અને અંત તો હોવો જ જોઈએ એવું સ્પષ્ટપણે માનું છું.…

  • તમે ક્યાં છો ? – પ્રજ્ઞા દી. વશી

    વરસતી સાંજ વ્હેતી ક્ષણ હૃદય બેબશ, તમે ક્યાં છો ? ભીતર છે આગ એવી કે બની પરવશ, તમે ક્યાં છો ?  . વિરહની ડાળે બેસી એક કોયલ જ્યાં ટહૂકી ત્યાં, ગૂંજે વૈશાખનાં પગરવ બની કર્કશ, તમે ક્યાં છો ?  . હજી તો આગને ના સાંપડ્યો વેરી પવનનો સાથ છતાં તણખો બને છે યાદનો આત્શ, તમે…

  • સ્ત્રી – એષા દાદાવાળા

    રોજ સવારે સાડીની સાથે લપેટાય છે મારા શરીર ફરતે એક આગ ધીમી આંચે ઉકળવા મૂકેલા દૂધની જેમ મારામાં પણ આવે છે ઉભરો ધીમી આંચે સળગતી હું, ઉભરાઈ જવાની અણી પર હોઉં ત્યાં જ બર્નર ઓફ થઈ જાય અને તપેલીમાં શમી જતા દૂધની જેમ જ મારામાં પણ શમી જાય એક ઉભરો…! રાત્રે સાડી બદલું ત્યારે શરીર…

  • ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત

    તમે કહો, ઉદ્ધવજી ! અમને આ કેવો છે રોગ ?! મળે શ્યામ તો લડીએ ‘ને ના મળે તો પામીએ સોગ !  . અમે ઓળખી શક્યાં નહીં ‘ને મૃગજળ પાછળ દોડ્યાં; છીપ નીરખતાં રજત ગણીને અઢળક શાને મોહ્યાં ? તૃષ્ણા કીધી ગગનકુસુમની, કેવળ પામ્યાં છલના; સકળ વિશ્વનું છદ્મ લઈ, શું કરી કૃષ્ણની રચના ?  . હશે,…

  • હમણાં જ આવી છું – પ્રજ્ઞા વશી

    બધાં મ્હોરાં ફગાવીને હજી હમણાં જ આવી છું ધૂણી ભીતર જલાવીને હજી હમણાં જ આવી છું  . નકામો બોજ સુખનો હું લઈને દોડતી’તી પણ સમયસર એ હટાવીને હજી હમણાં જ આવી છું  . હૃદયથી દૂર ક્યાં એકેય પળ ? હરક્ષણ તમે ધબકો એ ધબકારાં મપાવીને હજી હમણાં જ આવી છું  . તમે છો ગેરહાજર તો…

  • ધાર્યું હતું – કવિતા સિંહ

    કેવું અદ્દભુત ધારેલું ! એક ધોધ, એક બગીચો, એક પહાડને મારા તાબામાં રાખીશ, પાળીને રાખીશ નળની ધારમાં, ફૂલદાનીમાં, કાગળની ગોઠવણીમાં કંઈ વાંધો નહીં આવે, બધું સહજ બનશે આવું જ કંઈક ધારેલું, કેવું અદ્દભુત !  . કેવી વાતો ધારેલી ! કંઈ કંઈ વિચારેલું ! એક પુરુષ, કોમળ દ્રષ્ટિ સભર, એક દીકરો, આ બધાને પ્રેમની-ચાહનાની શક્તિએ બાંધીશ…

  • ગુમ છે – હનીફ સાહિલ

    જિંદગીના ખયાલમાં ગુમ છે તારા હિજ્રો-વિસાલમાં ગુમ છે  . કોણ વાંચે એ કિતાબી ચહેરો વાંચનારા જમાલમાં ગુમ છે  . પુષ્પ ખિલ્યા છે શુષ્ક ડાળ ઉપર ગામ આખું અકાલમાં ગુમ છે  . કોઈ બેઠા છે થઈ ઉદાસ અને કોઈ તારા ખયાલમાં ગુમ છે  . કોઈ આપી શક્યું ન એનો જવાબ શર્મથી સૌ સવાલમાં ગુમ છે .…

  • ટેવ પાડો – દિનેશ કાનાણી

    વાત સાચી જાણવાની ટેવ પાડો થોડી ધીરજ રાખવાની ટેવ પાડો  . આ ઉદાસી દૂર કરવી છે તમારે ? સૌની સાથે ચાલવાની ટેવ પાડો  . સાવ સાચું હું કહું છું, ખૂબ મળશે થોડું થોડું આપવાની ટેવ પાડો  . કેટલું લઈ લીધું એ તમને ખબર છે ? આ સમયને વાંચવાની ટેવ પાડો  . છે હકીકત વાંસળીના છીદ્ર…

  • તે દિવસે અમે બન્ને – મન્દાક્રાન્તા સેન

    હમણાં જ ઊંઘમાંથી ઊઠી, કામિની વૃક્ષની આડશે, શરમાળ આંખે મુંઝાયેલા ચહેરે ઈશ્વર આવીને ઊભા, ઈશ્વર ! હા ઈશ્વર, એમને કઈ રીતે ઓળખ્યા, એ નથી જાણતી. ત્યારે હજુ સૂરજ પણ ઊગ્યો નહોતો, મારા આંગણામાં તડકો ઊતર્યો નહોતો, અજવાળું નહોતું થયું પણ અજવાળું આવું, આવું કરતું હતું પરોઢિયાનો દેહ લજ્જાભર્યો, એવે સમયે ઈશ્વર એકલા જ આવ્યા મારે…

  • Home