Home

  • તારો ઉલ્લેખ – ભાવિન ગોપાણી

    જ્યારે સભામાં તારો ઉલ્લેખ નીકળે છે, બદાલય મનનો મોસમ ને મેઘ નીકળે છે.  . તારા તરફનો રસ્તો જાણે કે જિંદગી હોય, ક્યાંથી શરૂ થયો ને ક્યાં છેક નીકળે છે.  . મ્હેંકી ઊઠે છે શ્વાસો, ઉઘડે કિતાબને જ્યાં, તારો મને લખેલો આલેખ નીકળે છે. . તારો વિચાર જણે, યોદ્ધા ખરેખરો છે, સામાં થયાં ઘણાં પણ, એ…

  • તમો છો તો – દીપક બારડોલીકર

    તમો છો તો નથી ચિંતાનું કારણ પણ હથેલી પર ઉપાડી લેશું પર્વત પણ  . કદી એવાયે ફરકે છે અધર એના કે સૂક્કી ડાળે ફૂટી જાય કૂંપળ પણ . કોઈની યાદ જાણે ભોમિયો કોઈ કે ભટકું ત્યાં મળી જાયે મારગ પણ  . ઉમર-શો કો છબીલો પણ નથી રણમાં સૂનો છે મારવીનો એક પનઘટ પણ  . હવે…

  • વ્હેતી મૂકો ગઝલ – લલિત ત્રિવેદી

    જો જો કે છે ને સત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ શું રાખવી સરત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ ! . લઈ એક અસલિયત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ ! કાગળની શું મમત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !  . શબ્દની હોડલી આ…હલેસાં શું મારવા… ડૂબવાની હો જો મત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !…

  • કબીરી અદાથી – આહમદ મકરાણી

    જીવું છું જગતમાં ફકીરી અદાથી; લઉં, શ્વાસ છોડું, અમીરી અદાથી.  . હતો, ના હતો હું, ભલે થૈ જવાનો; વહેતો રહું છું સમીરી અદાથી. . જરા શોધશો મળે કૈં નિશાની; ગયો છાપ છોડી લકીરી અદાથી. . ‘ન તેરા, ન મેરા’-જીવું એમ સમજી, ફિકર એ જ ફાકી કબીરી અદાથી. . ( આહમદ મકરાણી )

  • રક્તસંચાર – જિજ્ઞા ત્રિવેદી

    ટચસ્ક્રીન પરની થીજી ગયેલી આંગળીઓ માટે સારું વદન, સંવેદન ધરાવતાં સ્પર્શને અનુભવી શકે એવા, ભાવથી જડ અને ઉજ્જડ થયેલાં ટેરવાને… ચેતનવંતા અને હરિયાળી કરી શકે તેવા, પ્રેમસભર નિરંતર રક્તસંચાર કરવાનું સામર્થ્ય ધરાવતાં, દ્રવ્યની જરૂર છે. આ જા.ખ. વાંચીને નેટમાંથી સર્ચ થયેલી કેટલીક હાઈડ, કેટલીક અનહાઈડ થયેલી, કેટલીક ફાઈલ, કેટલીક પ્રોફાઈલ થયેલી, કેટલીક મર્જ તો કેટલીક…

  • ફેરવાતા જાય છે – મનીષ પરમાર

    પથ્થરે પથ્થર વમળમાં ફેરવાતા જાય છે, પ્હાડ જેવા પ્હાડ જળમાં ફેરવાતા જાય છે.  . એક છે એની નજરનો જાદુ એવો દોસ્ત કે, આંસુ અટકળને અકળમાં ફેરવાતા જાય છે.  . આંગણું મઘમઘ થઈ મ્હેંકી રહ્યું છે એટલે- એમનાં પગલાં કમળમાં ફેરવાતા જાય છે.  . સૂસવાડો મૂકીને ચાલ્યો સમયની રેતનો, શ્વાસ આ કેમેય સળમાં ફેરવાતા જાય છે.…

  • પ્રથમ મિલન – પન્ના નાયક

    આપણું પહેલવહેલું મિલન. મને કેમ યાદ નથી ? તને યાદ છે ?  .. આપણે નદીકિનારે બેઠાં હતાં કે દરિયાકિનારે ? વહેતાં હતાં પાણી કે હતો મોજાંનો ઘુઘવાટ ? હવામાં તરતી હતી, એ કોની હતી સુગંધ ? મને કેમ યાદ નથી ? તને યાદ છે ?  . મેં કઈ સાડી પહેરેલી ? ગુલમહોરી કે ચેરીબ્લોસમી ?…

  • ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત

    અમને છાંડી, એક દિવસ, ઉદ્ધવજી ! જો જો, માધવ બહુ પસ્તાશે !  . સાત અશ્વનો રથ, પણ સૂરજ થાકે ચાર પ્રહરમાં; દશે દિશામાં સૂસવી, બંદી થાય પવન ગહવરમાં ! છો કહેવાતો એ રત્નાકર, છો કૌસ્તુભ હૃદયે ઝગે; છો દર્પ ધરે ઊંચા કુળનું, છો ગરજે વા છો ચગે ! . અઢળક નદીઓનો સ્વામી છે છતાંય ઉદધિ…

  • ગમતું નથી – અંજુમ ઉઝયાન્વી

    પારકો આધાર લૈને, ચાલવું ગમતું નથી ! રોજ માથે ભાર લૈને, ચાલવું ગમતું નથી !  . રાહમાં તડકો બિછાવી, તું દિલાસો દે નહીં કોઈનો ઉપકાર લૈને, ચાલવું ગમતું નથી !  . એક તરફી લાગણીની હઠ મને ભારે પડી રંજ પારાવાર લૈને, ચાલવું ગમતું નથી !  . ગાર માટીની વસાહતનાં નિસાસા લાગશે મેઘ અનરાધાર લૈને, ચાલવું…

  • સીધો જવાબ દે – શૈલેશ ટેવાણી

    મન તે નથી આ મન તો છે શું ? સીધો જવાબ દે, તન તે નથી આ તન તો છે શું ? સીધો જવાબ દે.  . કંઈયે નથી ઉદાસ તો આ પાનખર છે શું ? ફૂલો વિનાનો બાગ છે શું ? સીધો જવાબ દે.  . એકાદ ભીનું સ્વપ્ન હજુ ઝરમરે અહીં, વર્ષા નથી વેરાન છે શું…

  • Home