-
પ્રાર્થના – ઇયાન્લા વાન્ઝાન્ટ
અહીં કશું જ જતું કરવાનું કે સુધારવાનું નથી. ઈશ્વરને પ્રાર્થના કરું છું તમારે પ્રગટ થવાનું છે. . હે પ્રભુ, તમે મારા મનમાં વસો. હે વાત્સલ્યમૂર્તિ ઈશ્વર તમે મારા હૃદયમાં વસો. પૂર્ણસ્વરૂપ પરમાત્મા તમે મારા સ્વાસ્થ્યમાં વસો. ઐશ્વર્યવાન પ્રભુ તમે મારી સંપત્તિના રૂપમાં આવો. પ્રભુ, તમારી સંનિધિ મારામાં આનંદરૂપે આવે એવી પ્રાર્થના. શક્તિશાળી પ્રભુ મારું અને…
-
સાંજ પડી ગઈ – કુમાર જૈમિની શાસ્ત્રી
માણસ નામે પરબીડિયું ને જીવતર નામે કાગળ લખતાં લખતાં સાંજ પડી ગઈ, લખી શકું ના આગળ . ટૂંકાટચ કાગળમાં લખવા લાંબાચોડા અક્ષર લખતાં-ભૂંસતાં વહી જવાનો મોંઘો-મૂલો અવસર . ધારો કે આકાશ લખું તો ચડી આવતાં વાદળ લખતાં લખતાં સાંજ પડી ગઈ, લખી શકું ના આગળ . પરબીડિયા ને કાગળ વચ્ચે આમ કશો ક્યાં નાતો ?…
-
મેં દીઠું અજવાળું! – દત્તાત્રય ભટ્ટ
એક ઝાટકે તોડી નાખ્યું અજગર સરિખું તાળું, મેં દીઠું અજવાળું! . લખેલ એક્કે અક્ષર નહિ ને આખ્ખો કાગળ વાંચું, કો’ સમજે કે ના સમજે પણ હું સમજું તે સાચું. મેં દીઠું અજવાળું! . નિરાંતવાં બસ વ્હેતા રે’વું સાગર સરિખી મોજ, પોતા સુધી પહોંચો ત્યાં તો પૂરી થાતી ખોજ. ઝળહળ ઝળહળ જ્યોત ઝળહળે; સ્થિર થતું પાંખાળું,…
-
છુપાવી છે – અનંત રાઠોડ ‘અનંત’
લીલુંછમ સાવ કૂણું પાંદડું તોડ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે ને ગમતું એક પંખી બાનમાં રાખ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે .. ઘણાયે વ્હાલથી જ્યાં વૃક્ષને વાવ્યાં હતાં, પાણીય સીંચ્યું, એ જ ઉપવનમાં પછી બહુ ઠંડા દિલે દિવાસળી ચાંપ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે . મને પૂછી રહ્યા છે…
-
તમે શું કરશો ? – ખલીલ ધનતેજવી
છૂટા પડશું તો વિચારીશ, તમે શું કરશો, હું તો યાદોને નકારીશ, તમે શું કરશો ? . વાંક બન્નેંનો છે, એ વાત બરાબર છે તો, હું મારી ભૂલ સુધારીશ, તમે શું કરશો ? . મનમાં ઈચ્છા થશે મળવાની છતાં નહિ આવું, હું તો ઈચ્છાઓને મારીશ, તમે શું કરશો ? . તમને એકલતા બહુ સાલસે, ચટકા ભરશે,…
-
લીમ્કા બુક ઓફ રેકોર્ડ
. ૨૦૦૮માં “મોરપીંછ” બ્લોગની શરૂઆત કરી. ત્યાર બાદ બ્લોગજગતના ઘણાં મિત્રો સાથે સંપર્કમાં આવવાનું થયું. ૨૦૦૯માં હ્યુસ્ટનના વિજયભાઈ શાહ સાથે જી-મેઈલ દ્વારા ચેટ થઈ. એમણે શબ્દસ્પર્ધા અંગે જાણકારી આપી અને આ કાર્યમાં જોડવા માટે કહ્યું. કંઈક નવો પ્રયોગ હતો એટલે મેં પણ આ પ્રયાસમાં જોડાવા માટે સંમતિ આપી. કાંતિભાઈ કરશાળા એ શબ્દસ્પર્ધાની પૂર્વતૈયારીમાં સ્કુલના વિદ્યાર્થીઓને…
-
ચાંદરણાં વીણવાના દિવસો – સંદીપ ભાટિયા
ચાંદરણાં વીણવાના દિવસો કલ્પવૃક્ષ નીચે બેસી એમ ના વિતાવ કે હો પડછાયા ગણવાના દિવસો . કૂંપળની શક્યતાઓ માટી સાથે આવે છે વાદળાંની અંધારી પાટી સાથે આવે છે મેઘધનુષ ભણવાના દિવસો . મેઘધનુષ ભણવાના દિવસો કલ્પવૃક્ષ નીચે બેસી એમ ના વિતાવ કે હો પડછાયા ગણવાના દિવસો . છાના ઉઝરડાને ગીતોથી રૂઝવીએ વૃંદના વૃંદાવનને માણીએ તો ઊજવીએ…
-
મારી પાસે – ચિનુ મોદી
મારી પાસે સમયનો કોરોકટ તાકો છે, મને શું પૂછે છે : અવકાશ છે ? . નિર્જળા ઉપવાસ કરતી વાદળીઓ મારા આકાશમાં તપ તપવા આવે છે; મને શું પૂછે છે : અવકાશ છે ? . આવ, તને પણ આવવાની તક છે ભલે તું જિદે ચડેલું બાળક છે રિસાળ લાગણીઓનું વ્હાલસોયું વાહક છે; મારી ફુરસદની તમામ ક્ષણોનું…
-
તમે જ કેવળ – નયના જાની
. હે મારા એકાંતોના સ્વામી ! . હું તો કેવળ બની પ્રતીક્ષા, સૌરભથી છલકે છે મારા શ્વાસ, ફોરમ ફોરમનો અજવાસ, નીરવતાની બદેહે ક્ષણોમાં ! . ધીમે ધીમે અડકે અદ્દભુત નાદ કે અણુ અણુ આંદોલિત, ઉત્કંઠ, સ્વયં હું ઝળકી ઊઠું જ્યોત ! . ક્યહાં લગી હું રહું નિરાળી કેવળ ઝળહળ, ક્યહાં લગી સાંભળતી રહું કેવળ અણુ…
-
અવકાશ – રાજેન્દ્ર પટેલ
એ ફેલાયેલો હોય છે મારી ચોફેર, શર્ટની જેમ અને છતાં પકડાતો નથી બટનની માફક. * એક વાર એક ખરતું પાંદડું ઊડતું ઊડતું મારી ઉપર બેઠું એની પાછળ પાછળ જાણે ઊતરી આવેલો આખેઆખો એ, પળમાં કરતો માટી અને મને એકાકાર * આંખમાં જાણે દૂરબીન બની દૂર દૂર એને માંડ દેખે ત્યારે ઘણી વાર જોવા મળે એની…
-
Home