Home

  • છોડીને – અશોક ચાવડા ‘બેદિલ’

    અવાય તો જ હવે આવ, સાવ છોડીને હું રાહ જોઉં છું તારો લગાવ છોડીને . અનેક વાર તૂટ્યો એનું એક કારણ આ, મળ્યો ન ક્યાંય અરીસો સ્વભાવ છોડીને  . નથી કશુંય નથી માત્ર ધૂળ-ઢેફાં છે, જઈ શકાતું નથી પણ તળાવ છોડીને  . ફરી જનમવું જ પડશે એ વાત નક્કી છે, કહ્યું તેં અંત સમયમાં :…

  • એનું શું કરીએ – સુરેન્દ્ર કડિયા

    કોઈ ખાસ, અતિશય ખાસ બનીને આવે એનું શું કરીએ કોઈ અજવાળું અજવાસ બનીને આવે એનું શું કરીએ  . કોઈ ફૂલ-પરીનું હાસ બનીને આવે એનું શું કરીએ કોઈ નિત નવો વિશ્વાસ બનીને આવે એનું શું કરીએ  . કોઈ પાસ નહિ, ચોપાસ બનીને આવે એનું શું કરીએ કોઈ લીલું-લીલું ઘાસ બનીને આવે એનું શું કરીએ  . કોઈ…

  • અવકાશમાં – મધુમતિ મહેતા

    જળ નથી વાદળ નથી પણ વૃષ્ટિ છે અવકાશમાં મેં ઘૂંટે ઘૂંટે પીધી એ મસ્તી છે અવકાશમાં  . સાવ ખાલીખમ બધું ને તોય તે લાગે સભર નક્કી અદ્દભૂત ને અલૌકીક સૃષ્ટિ છે અવકાશમાં  . મેં સુરા આકંઠ પીધી ને પછી છોડી દીધી કે નશાની પણ વધારે તૃપ્તિ છે અવકાશમાં  . રામ આવ્યા, બુદ્ધ પણ આવ્યા અને…

  • કાતરઘેલો સાયબો – અનિલ રમાનાથ

    મારો કાતરઘેલો સાયબો લૂગડાં વેતરે વત્તું કરે મૂછ કાપે હવે આંગળિયું નથ હાલતી તોય બે આંગળિયું હલાવ્યા કરે ને મોઢેથી બોલ્યા કરે ખચ ખચ ખચ ખચ હું સોઈ-દોરો ને તમારા ભાઈ કાતર  . મેં ભોળીએ ઈમ કીધું કે ઘરડે ઘડપણ હાથમાં કરતાલ શોભે, કાતર નૈ પણ કોઈનું માને નૈ એકનો બે નો થાય પોતે દાઢીજટા…

  • નિષ્ફળ મહાભિનિષ્ક્રમણની ગઝલ – રિષભ મહેતા

    મને સૂર્ય ખૂબ જ કરગર્યો; બસ તે પછી હું ઘરે ગયો પડછાયો મુજમાંથી ખર્યો; બસ તે પછી હું ઘરે ગયો… . નહીં રાહ જેવું કશું મળ્યું; હર ડગલું મારું મને નડ્યું હર ગલીએ હરપળ છેતર્યો; બસ તે પછી હું ઘરે ગયો… . કોઈ રાહ જોઈ ઊઠી ગયું; કોઈ નામ મારું ભૂંસી ગયું મને કોઈએ નહીં…

  • હું હરિનો આંગળિયાત – ભગવતીકુમાર શર્મા

    હું હરિનો આંગળિયાત; હું ઝાંખો પડછાયો,હરિ તો સકળ અને સાક્ષાત ! હું હરિનો આંગળિયાત… . હરિવરની ગ્રહી આંગળી આવ્યો જગમોઝાર; હરિ દોરે ત્યાં હું દોરાતો, ઉજાસ કે અંધાર; પગલાં થોડાં ઠેબાં ઝાંઝાં હાથ હરિને હાથ ! હું હરિનો આંગળિયાત… . હરિએ મારા હાથમાં દીધી રૂડી તુલસીમાળા, હું મણકાને બદલે ગણતો વગડાના ગરમાળા, હરિએ કેવળ સ્મિત…

  • કાળિયા કુંભારનું ગધેડું – બાબુ સુથાર

    . આજે અચાનક કાળિયા કુંભારનું ગધેડું મારા આંગણામાં આવ્યું. એને જોતાંજ હું બોલી ઊઠ્યો : અરે ! તું ક્યાંથી અહીં ? પછી હું એની કોટે વળગી પડ્યો પછી મેં એના કાન ઝાલી લીધા પછી મેં એનું માથું હળવેથી ઊંચું કરી એની આંખમાં આંખ પરોવી જોયું એમાં એ જે રસ્તા પર થઈને ચાલતું હતું એ વીરપુરનો…

  • હિંદુ ધર્મ શું છે ? – મહાત્મા ગાંધી

    . હિંદુ ધર્મ શું છે ?  . હિંદુ ધર્મનું એ સદ્દભાગ્ય છે અથવા દુર્ભાગ્ય છે કે એ કોઈ સત્તાવાર સંપ્રદાય નથી. એટલે કોઈ પ્રકારની ગેરસમજથી મારી જાતને ઉગારવા માટે મેં કહ્યું છે કે સત્ય અને અહિંસા મારો ધર્મ છે. જો મને હિંદુ ધર્મની વ્યાખ્યા આપવાનું કહેવામાં આવે તો હું એટલો જ જવાબ આપું કે હિંદુ…

  • નિર્લેપ અવકાશ – મોક્ષય વ્યાસ

    રંગ ઢોળાયા બધા અવકાશમાં, ના રહ્યા એક્કે, સદા અવકાશમાં. . રોજ અંધારાં ને અજવાળાં થયાં, રામ જાણે ક્યાં ગયાં અવકાશમાં. . કૈંક ઘટનાઓ સતત ઘટતી રહી, ક્યાંય ના ડાઘા રહ્યા અવકાશમાં. . શોધતોચોક્કસ સ્થળે એને રહ્યો, રૂપ સૌ જેનાં વહ્યાં અવકાશમાં. . એ રહ્યું નિર્લેપ નિર્મોહી સદા, વિશ્વ કરતું આવ-જા અવકાશમાં. . રંગ ક્યાં અવકાશને…

  • વહેતા સમય સાથે – કિસન સોસા

    વહેતા સમય સાથે હૃદય સંધાણ સંધાયું નહીં ઓઝલ રહ્યું એવું નજરથી પાન વંચાયું નહીં એ કાંગરા એ કોઢ એ બારેય દરવાજા ગયા ભૂગોળ બદલાઈ ગઈ ને ભાગ્ય બદલાયું નહીં . એ કાવ્યપંક્તિ-શી ગલી શેરી ગઈ, મેળા ગયા ચિક્કાર ભીડેથી નીકળવું’તું ને નીકળાયું નહીં . ખુલ્લું, ઉઘાડે છોગ તડકે માતબર દળદર પડ્યું કંઈ વાર લૂંટાયું ઘણું…

  • Home