Home

  • હું હરિનો આંગળિયાત – ભગવતીકુમાર શર્મા

    હું હરિનો આંગળિયાત; હું ઝાંખો પડછાયો,હરિ તો સકળ અને સાક્ષાત ! હું હરિનો આંગળિયાત… . હરિવરની ગ્રહી આંગળી આવ્યો જગમોઝાર; હરિ દોરે ત્યાં હું દોરાતો, ઉજાસ કે અંધાર; પગલાં થોડાં ઠેબાં ઝાંઝાં હાથ હરિને હાથ ! હું હરિનો આંગળિયાત… . હરિએ મારા હાથમાં દીધી રૂડી તુલસીમાળા, હું મણકાને બદલે ગણતો વગડાના ગરમાળા, હરિએ કેવળ સ્મિત…

  • કાળિયા કુંભારનું ગધેડું – બાબુ સુથાર

    . આજે અચાનક કાળિયા કુંભારનું ગધેડું મારા આંગણામાં આવ્યું. એને જોતાંજ હું બોલી ઊઠ્યો : અરે ! તું ક્યાંથી અહીં ? પછી હું એની કોટે વળગી પડ્યો પછી મેં એના કાન ઝાલી લીધા પછી મેં એનું માથું હળવેથી ઊંચું કરી એની આંખમાં આંખ પરોવી જોયું એમાં એ જે રસ્તા પર થઈને ચાલતું હતું એ વીરપુરનો…

  • હિંદુ ધર્મ શું છે ? – મહાત્મા ગાંધી

    . હિંદુ ધર્મ શું છે ?  . હિંદુ ધર્મનું એ સદ્દભાગ્ય છે અથવા દુર્ભાગ્ય છે કે એ કોઈ સત્તાવાર સંપ્રદાય નથી. એટલે કોઈ પ્રકારની ગેરસમજથી મારી જાતને ઉગારવા માટે મેં કહ્યું છે કે સત્ય અને અહિંસા મારો ધર્મ છે. જો મને હિંદુ ધર્મની વ્યાખ્યા આપવાનું કહેવામાં આવે તો હું એટલો જ જવાબ આપું કે હિંદુ…

  • નિર્લેપ અવકાશ – મોક્ષય વ્યાસ

    રંગ ઢોળાયા બધા અવકાશમાં, ના રહ્યા એક્કે, સદા અવકાશમાં. . રોજ અંધારાં ને અજવાળાં થયાં, રામ જાણે ક્યાં ગયાં અવકાશમાં. . કૈંક ઘટનાઓ સતત ઘટતી રહી, ક્યાંય ના ડાઘા રહ્યા અવકાશમાં. . શોધતોચોક્કસ સ્થળે એને રહ્યો, રૂપ સૌ જેનાં વહ્યાં અવકાશમાં. . એ રહ્યું નિર્લેપ નિર્મોહી સદા, વિશ્વ કરતું આવ-જા અવકાશમાં. . રંગ ક્યાં અવકાશને…

  • વહેતા સમય સાથે – કિસન સોસા

    વહેતા સમય સાથે હૃદય સંધાણ સંધાયું નહીં ઓઝલ રહ્યું એવું નજરથી પાન વંચાયું નહીં એ કાંગરા એ કોઢ એ બારેય દરવાજા ગયા ભૂગોળ બદલાઈ ગઈ ને ભાગ્ય બદલાયું નહીં . એ કાવ્યપંક્તિ-શી ગલી શેરી ગઈ, મેળા ગયા ચિક્કાર ભીડેથી નીકળવું’તું ને નીકળાયું નહીં . ખુલ્લું, ઉઘાડે છોગ તડકે માતબર દળદર પડ્યું કંઈ વાર લૂંટાયું ઘણું…

  • ઘણી જ જિદ્દી – એસ. એસ. રાહી

    ઘણી જ જિદ્દી છે એ આવીને જતી જ નથી ધીરજ અતિથિ છે પણ સરભરા થતી જ નથી. . હું આખી રાત વિચારું છું બારીએ બેસી સવાર મારા ઘરે કેમ આવતી જ નથી. . સંબંધ નામની એ વાનગી મધુર છે પણ તું એને ચાખીને કે’ છે કે ભાવતી જ નથી. . ઘડીમાં ઓરડે, બીજી ક્ષણે એ…

  • સત્યમેવ જયતે! નરેન્દ્ર મોદીના સત્યનો છે આ ભવ્ય વિજય!

    સત્યમેવ જયતે! ભારત સરકારનું અધિકૃત સુત્ર ખરા અર્થમાં હવે સાર્થક થયું. આખરે સત્યનો વિજય થયો ખરો! સત્યનો  હંમેશા વિલંબથી વિજય થતો હોય છે! સત્યનો વિજય થતાં પહેલાં સત્યની આકરી અગ્નિ પરીક્ષા થતી હોય છે. સત્યના પંથે આગળ વધો એટલે અનેક વાવાઝોડા, વંટોળનો સામનો તો કરવો જ પડવાનો!  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદર્ભમાં કહી શકાય કે સત્યનો…

  • હેપ્પી બર્થડે “મોરપીંછ”

    . તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે! એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! . ( રવીન્દ્રનાથ ટાગોર )

  • મધુમાસમાં આવો – કુમાર જૈમિની શાસ્ત્રી

    કદી અણસારમાં આવો, કદી આભાસમાં આવો સુગંધીના ગુણાકારો કરીશું, શ્વાસમાં આવો. . તમારી દિવ્યતા આખા જગતમાં સર્વવિદિત છે, શુકનવંતા સિતારા છો કદી આકાશમાં આવો. . .અમારી બેકરારી બારમાસી ફૂલ જેવી છે, તમે છો શક્યતાઓ પુષ્પની, મધુમાસમાં આવો. . તમારું આવવું, ચાલ્યા જવું પડઘાય છે એમાં, ‘દિવાને-આમ’માં આવો ‘દિવાને-ખાસ’માં આવો. . ખબર ક્યાં કોઈને, શું છો…

  • હોય છે – મનીષ પરમાર

    પત્રમાં આંધી ફૂંકાતી હોય છે, વેલ અક્ષરની સુકાતી હોય છે. . કેટલું અંદર વલોવાતું હૃદય- એ પછી પંક્તિ લકહતી હોય છે. . શબ્દ સાચવવા પડ્યા છે કાળજે- હું અને મારી હયાતી હોય છે. . છાતી અંદર કૈંક તો સળગ્યા કરે, જાત એમાં ધૂંધવાતી હોય છે. . એક ટીપું ફેરવાતું વ્હેણમાં- ક્યાં નદી કોરી તરાતી હોય…

  • Home