-
ચાર કાવ્યો – લાભશંકર ઠાકર
(૧) તારી પીઠની બરાબર મધ્યમાં ધારદાર ચાકુ પકડીને લંબાવીને ખંજવાળવાના શૌર્યને હવે અટકાવ. ના, મારે એ ખાજખૂજલીનું કાઢવું છે. એ નથી માનતો અને દદડતું લોહી દદડતું દદડતું મારા દિવાસ્વપ્નને રક્તિમ રક્તિમ કરી રહ્યું છે. હાસ્તો ગાઉં છું ઘાયલા કી ગત ઘાયલ જાને ઔર ન જાને કોઈ. દિવાસ્વપ્નની પૂંછડી મેં પકડી લીધી છે ને શ્વસું છું…
-
અંતર – સંદીપ ભાટીયા
(૧) મારા ઘરથી તારા ઘર સુધીના રસ્તા કરતાં તારા ઘરથી મારા ઘરા સુધીનો રસ્તો કેમ વધુ લાંબો હોય છે હંમેશાં ? . (૨) I miss you, તેં કહ્યું. . ખાલી થઈ ગયેલા ગામની વચ્ચે વરસોથી અપૂજ દેરીમાં કોઈએ દીવો પ્રગટાવ્યો જાણે. . ( સંદીપ ભાટીયા )
-
ભાંગશે ભરમ મારા – સુધીર પટેલ
લૈ જશે એ તરફ કદમ મારાં, જ્યાં જઈ ભાંગશે ભરમ મારા. . દૂઝતા છો રહે જખમ મારા, એમ ગળશે બધા અહમ મારા ! . તું ઈશારો તો કર સનમ મારા, તોડી આવું બધા જ સમ મારા ! . એક પછી એક છૂટશે કરમ મારાં, બાદ હો શ્વાસ પણ ખતમ મારા ! . આખરી હો ભલેને…
-
હું મને – મનીષ પરમાર
હું મને ઘરમાં ગયો છું શોધવા, છેક અક્ષરમાં ગયો છું શોધવા. . દોસ્ત પરપોટા પડેલા જોઈને, પાણી પથ્થરમાં ગયો છું શોધવા. . એ નદી પાછી વળીને ક્યાં ગઈ ? પગલું સાગરમાં ગયો છું શોધવા. . કેટલા મારગ વળે એની તરફ, વાટ ઈશ્વરમાં ગયો છું શોધવા. . પંખીની પાસે જ આવીને બેસતું, આભ પિંજરમાં ગયો છું…
-
જે ક્ષણે – ગૌરાંગ ઠાકર
જે ક્ષણે પીડા ઘરે આવેશમાં આવી, અમને લાગ્યું કે ગઝલ ગણવેશમાં આવી. . કોઈ પણ રીતે ઉદાસી ગાંઠતી ન્હોતી, પડતી મૂકી… તો ખુશીના વેશમાં આવી. . ઝાડ તો ઊગે, જીવે, બોલ્યા વગર તો પણ, વાત એની સંતના ઉપદેશમાં આવી. . જ્યારથી મેં આદતોની વર્તણૂંક બદલી, જે વિનંતીઓ હતી આદેશમાં આવી. . આ ગમા ને અણગમા…
-
ભૂલા પડ્યા – સાહિલ
તમારી ગલી પહોંચ્યા પછી – તમારી ગલીમાં ભૂલા પડ્યા, છીએ દેવસ્થાનના આંગણે અને આરતીમાં ભૂલા પડ્યા. . અમે હાથ ફેલાવ્યો હોત તો તમે હાથ ચોક્કસ ઝાલતે, કથા કમનસીબીની ના પૂછો અમે બંદગીમાં ભૂલા પડ્યા. . પહોંચી ગયા છીએ ઘર સુધી અને ઘરનો ઉંબરો ના મળે, કહો કોને કહીએ કરમકથા અમે ઓસરીમાં ભૂલા પડ્યા. . હતી…
-
જઈશ – પ્રદીપ ‘સુમિરન’
મન મળે એવા રિવાજોમાં જઈશ, ફૂલ જેવો થઈ, પહાડોમાં જઈશ ! . સ્થાન મારું જો નથી બીજે કશે-, લાભ-શુભ થઈને કમાડોમાં જઈશ ! . રંગ પુષ્પોનાં હશે ફીકાં અગર, બેધડક, રંગીન પાપોમાં જઈશ ! . દર્પણોની ભીડ જામી છે અહીં, બિંબ ભૂંસી હું ખયાલોમાં જઈશ ! . એ ચહેરો દૂર છે, બહુ દૂર છે; એમના…
-
લઘુકાવ્યો – કરસનદાસ લુહાર
(૧) રણ ફેલાતું ફેલાતું ફળિયા સુધી આવી ગયું ને તું હજી તુલસી ક્યારો સીંચે છે ?! . (૨) ચરોતર, હું તારી છાતી પર ઊગેલો તમાકુનો કોઈ છોડ તો નથીને ?! . (૩) આમ તો ખુલ્લા હશે ને આમ મીંચાઈ જશે, ચક્ષુ એનાં એ હશે ને સ્વપ્ન બદલાઈ જશે ! . (૪) આભ ઊંચી જૂની મહલ…
-
વરસાવ તું – સોલિડ મહેતા
આવ, પાછી આવ તું, દ્રષ્ટિને બદલાવ તું. . સાવ અમથી વાતમાં, ના હવે કર રાવ તું. . થાય પૂરી તો રમત, દે ફરીથી દાવ તું. . પાંપણે અટવાય શું ? સાનમાં સમજાવ તું. . મેહ જેવા નેહને, પૂર્વવત વરસાવ તું. . કૈંક સોલિડ પામવા, જીવને ભરમાવ તું. . ( સોલિડ મહેતા )
-
ઠોકર દીધી – રાજ લખતરવી
ખૂબ કસોટી રસ્તે કીધી, ડગલે-ડગલે ઠોકર દીધી. . હોઠો આડું-અવળું બોલે, વાત કરે છે આંખો સીધી. . છાના-માના સજદા કીધા, ખુલ્લંખુલ્લા મદિરા પીધી. . મંઝિલ જાતે શોધી લેશું, સાચો રસ્તો તું દે ચીંધી ! . ‘રાજ’ હૃદય છે બાળક જેવું, ક્યાંથી મૂકે એ હઠ લીધી ! . ( રાજ લખતરવી )
-
Home