-
તો શું થશે ? – આહમદ મકારણી
સભામાં ચૂપ સૌ હેરાન સૌ કો’ આંગળી ઊંચી થશે તો શું થશે ? મૂંઝવણ સહદેવ જેવી થૈ જતી લાગે મને પૂછી જશે તો શું થશે ? . અશ્રુધારા આજ પણ વ્હેતી રહી છે એ સનમની યાદામં ને યાદમાં ! એ સનમ આવી અહીં મારાં અશ્રુ ખુદ જો લૂછી જશે તો શું થશે ? . હું…
-
ફૂલની સાથે – દિનેશ ડોંગરે
ફૂલની સાથે બગાવત રાખે છે, ખૂશ્બૂ પણ કેવી અદાવત રાખે છે ! . પાણીમાં પણ ઘર બનાવી જાણે છે, આ હવા, કેવી કરામત રાખે છે ! . છોડીને સંસારનો વૈભવ, શબ્દ ગઝલોને તથાગત રાખે છે. . આંખ ખૂલતાં વેંત ખરી પડતા તરત, એમના શમણાં નજાકત રાખે છે. . માનવીને યદ મર્યાદા રહે, હા, ખુદા તેથી…
-
દડા પાછળ – હરકિસન જોષી
વિક્ષિપ્ત કેવું મન છે, દોડે છે દડા પાછળ, બેહોશ સાવ તન છે, દોડે છે દડા પાછળ. . છે ખુદ અનંતચેતન પણ સ્વાદજડનો લેવા, તારાઓ રત ગગન છે, દોડે છે દડા પાછળ. . નિંદરના પટ ઉપરનું પોતે તો ઝાંઝવું છે, અણસમજુ આ સપન છે, દોડે છે દડા પાછળ. . પર્ણો ફરકતા છોડી પુષ્પોની મ્હેક ત્યાગી, રણ…
-
ડૂસકું – પ્રીતમ લખલાણી
એક મલપતી સાંજે ઓફિસેથી ઘરે પાછો ફર્યો ત્યારે મારી દીકરીને કેનવાસ પર ફક્ત છત અને ભીંતોવાળું એક ઘર ચિતરતી જોઈને મેં કહ્યું, બેટા, ‘તારા આ ઘરમાં બારી ક્યાં છે ?’ અને તેણે હસતા હસતા હાથની પીંછીને તે જ ઘડીએ એક બાજુ હડસેલી દીધી. અને પછી મારો હાથ જાલી મને ફળિયામાં ખેંચી લાવે, બોલી, ‘ડેડી, તમને…
-
ભેદ અકળ – ઉર્વીશ વસાવડા
કળથી ના પકડાશે કાળ, જળ ક્યાં છે કે નાંખે જાળ ? . વ્હેણ સમયનું વહે સતત, પળને ક્યાંથી બાંધે પાળ. . એ જ મંત્ર છે સ્થિરતાનો, જે ચલ છે તું એને ચાળ. . આપોઆપ ગતિ મળશે, ઢળવું પડશે જ્યાં છે ઢાળ. . માટીના છે ભેદ અકળ, ભળ એમાં તો મળશે ભાળ. . ( ઉર્વીશ વસાવડા…
-
બોલે – ઉર્વીશ વસાવડા
જે તારા ઘટઘટમાં બોલે, એ ક્યાંથી પરગટમાં બોલે ? . સાંકળ છે જ્યાં મૂંગી બહેરી, આંગળીઓ ફોગટમાં બોલે. . હોય પ્રતિક્ષા જેની સહુને, એ કાયમ છેવટમાં બોલે. . એ જ મિત્ર છે તારો સાચો, જે તારા સંકટમાં બોલે. . મૌન ધરે જે દર્પણ સામે, એ ચહેરો ઘુંઘટમાં બોલે. . ( ઉર્વીશ વસાવડા )
-
ગજું આપણું નથી – ગોવિંદ ગઢવી
ઈશ્વરને પામવાનું ગજું, આપણું નથી આકાશ આંબવાનું ગજું, આપણું નથી . બહુબહુ તો આપણે અહીં ચાદર સંકેલીએ જીવતર સંકેલવાનું ગજું, આપણું નથી . એને પરાણે આપણે સ્વીકારવું પડે મૃત્યુને ભેટવાનું ગજું, આપણું નથી . એકાદ મોતી પામી શક્યો એની આંખથી સાગર ઉલેચવાનું ગજું, આપણું નથી . આપ્યો છે એણે દાખલો અઘરો ને અટપટો એને ઉકેલવાનું…
-
ભાગો અહીંથી – ભાવેશ ભટ્ટ
રાખી છે એણે વ્યવસ્થાઓ ગજબ, ભાગો અહીંથી ! ચોતરફ બાંધી છે લોહીની પરબ, ભાગો અહીંથી ! . આપણાં જીવન છે ખેંચાઈ ગયેલી સ્પ્રિંગ જેવાં, ના રહી હોવાપણાની કોઈ ઢબ, ભાગો અહીંથી ! . જાણ ક્યાં છે કોઈને કે ઓડકાર એચીજ શું છે ? બસ કરે લાખો, કરોડો કે અરબ, ભાગો અહીંથી ! . આ બળતરા…
-
રસ્તાઓ… – દક્ષા વ્યાસ
. રસ્તા રસ્તા છે રસ્તાઓ ચાલતા નથી, ચલાવે છે. રસ્તાઓ દોડતા નથી, દોડાવે છે. પાછે પગલે ઊડતા પહાડો ને દોડતાં ઝાડો ઘરઘરનાં ઝંખવાતાં દ્વારો ને ડૂબતી તારની વાડો દેખાડ્યાં કરે છે નિરંતર. રાજાપાઠમાં ચત્તાપાટ પડેલા રસ્તાઓ ધસમસતી મોટરો બાઈકો બસો ટ્રકોના ઉઝરડાને ગણકાર્યા વગર તાક્યા કરે છે ટગર ટગર ટટાર છાતીએ માથે ઝ્ળૂંબેલા અનંત અંતરીક્ષને…
-
બદ્ધ ને બુદ્ધ – ધીરેન્દ્ર મહેતા
હું જ બદ્ધ ને હું જ બુદ્ધ ! કર બાંધીને કરું બંદગી તોય બહાર આ બંદા, ઓળંગી જઉં અવાજ ગેબી, બજ્યા કરે પડછંદા ! ખળખળ વહેતો અંદર અંદર લાગું હું અવરુદ્ધ ! . પુષ્પ મહીં પુરાઉં હવામાં મુક્ત મહેકના ખેલા, બિના સોચકે બતલા ઈનમેં સંગી કૌન, અકેલા ? રણભૂમિમાં ખડો થયો છું: કોની સામે જુદ્ધ…
-
Home