Home

  • વાયડા અક્ષર – હરીશ મીનાશ્રુ

    વાયડા અક્ષર ને કાચા આંકડા આવડું મીંડું પચાવી જાઉં છું ચોપડી ને ચોપડા પાધર થયા, શબ્દનું ઘર હલબલાવી જાઉં છું . બારણે તાળું તમે ચીતરી દીધું કાળજે પકવેલ પાકા રંગથી બાર વર્ષે ઘેર આવું ને તમે ખોઈ બેઠાં છો એ ચાવી, જાઉં છું . હું વસંતોના ભરોસે આ ક્ષણે ખૂબ ખોદું છું સ્વયંને ખંતથી તે…

  • પ્રણયના અંતિમ અધ્યાયનું અંતિમ ગીત – જગદીપ ઉપાધ્યાય

    આવ્યાં આવ્યાં રે અસવાર એ જ અદાથી ઊતર્યા, ઊભા રાખીને તોખાર…  . હરખે કેમ હસું રે વિઠ્ઠલા ! હોઠો પર ક્યાં ફૂલ ? ખોયા આંખોનાં ઝળઝળિયાં મોતીશાં અમૂલ, ચોખા બદલે વલવલતા લઈ શ્વાસ કરું સત્કાર…  . કાયા થઈ ખંડેર; રહી છે આશ ભરેલી આંખ, ઊતરડાયાં પંખી કમખે પણ ઊડે છે પાંખ, રાહ નીરખતાં સાજન !…

  • ૐ સ્વાહા – જગદીપ ઉપાધ્યાય

    છાતીની વેદીમાં કરવાને બેઠા પીડાઓનો હોમ; ૐ સ્વાહા તરવરતી જોવનાઈ, ઊછળતા શ્વાસો ને થનગનતાં રોમ; ૐ સ્વાહા . ઘરબાર બાળીને કીધાં કંઈ ખાખ અને ચોળી છે ભસ્મ એ લલાટે, જીવતાં જ માંડ્યાં જગતિયાંઓ, પુણ્યદાન કરીએ દીવાનગીને ઘાટે, સ્વાહા ૐ દુનિયાના ડહાપણ ને ઊંચા રિવાજોનું વ્યોમ; ૐ સ્વાહા . વેઠીએ ચાલ દંખ; ફૂલોનો લીધો છે પથ…

  • સાદ કરો ના અમને – ઉષા ઉપાધ્યાય

    મૂળથી જઈએ ઉખડી એવો સાદ કરો ના અમને… . તમે પવનનું રૂપ બાવરું પળમાં આવી ઘેરો, અમે ન લાવ્યાં પાંખ અમોને ફોગટ લાગે ફેરો, ઊડવાની રઢ જાગે એવો સાદ કરો ના અમને… . જળના છાંટે જલી જવાનું પથ્થરને ક્યાં સ્હેલ ? રણ વચ્ચે અટવાતાં પાને અમથી સઘળી રેલ, જાશું કરવત-કાશી હરપળ એવો સાદ કરો ના…

  • તૈયાર છું – દિનેશ કાનાણી

    ભાર વધતો જાય તારા ભારથી એટલું રમતો નહીં સંસારથી ! . એ હદે કિસ્મત સતાવે છે મને આગ લગે છે હવે ઝબકારથી. . એક સાથે તાલીઓ પડતી રહી, ફૂલ દોર્યું એમણે તલવારથી. . કેટલા દુ:ખ દૂર ચાલ્યા જાય છે, જોગ ને સંજોગના સ્વીકારથી. . તું કહે ત્યાં આવવા તૈયાર છું, તું મને બોલાવજે પડકરથી !…

  • સિવાય શું છે ? – ભગવતીકુમાર શર્મા

    હોવું-ન હોવું મારું પિંજર સિવાય શું છે ? પંખીને પીંછે પીંછે કળતર સિવાય શું છે ? . માનો તો આ હયતી ઈશ્વર સિવાય શું છે ? મનો નહીં તો કેવળ સિવાય શું છે ? . મોતીની સાથે એને સરખાવી પણ શકો છો, ને આમ અશ્રુબિન્દુ ઝરમર સિવાય શું છે ? . સૂરજની સાથે ઊગે, સૂરજની…

  • ખતરનાક છે – ભાવેશ ભટ્ટ

    હોય કાયમની રાહત, ખતરનાક છે ! આ તમારી મુસીબત ખતરનાક છે ! . ગાલ બીજો ધરે વાત પતતી નથી, એક તરફી શરાફત ખતરનાક છે ! . આમ ઈશ્વરમાં કંઈ ખાસ વાંધો નથી, ફક્ત બેચાર બાબત ખતરનાક છે ! . પ્રેમથી આ તિરાડોનો સ્વીકર કર, દર્પણોની મરમ્મત ખતરનાક છે ! . ક્યાંકની ચિઠ્ઠિ દે ક્યાંક, હાથે…

  • ચાલતા રહીએ સતત – કિરણસિંહ ચૌહાણ

    માણવા જેવી સફર છે, ચાલતા રહીએ સતત, આપણી ગમતી ડગર છે, ચાલતા રહીએ સતત. . રાહ જોતી એક નજર છે, ચાલતા રહીએ સતત, એની આ સઘળી અસર છે, ચાલતા રહીએ સતત. . પગલે પગલે થાકને બદલે મળે આરામ જ્યાં, જાણે આખો રસ્તો ઘર છે, ચાલતા રહીએ સતત. . આટલે ઊંચે જવાનો અર્થ સમજ્યા કે નહીં…

  • લાગે છે – ચિન્મય શાસ્ત્રી

    તમારા સ્વપ્નનો ચહેરો નવું કિરદાર લાગે છે, નજર-અંદાઝ કરવામાં નજરને વાર લાગે છે. . અનાયાસે તમારું કોઈ અણધાર્યા સ્થળે મળવું, ક્ષણોનો ગુપ્ત કમરામાં થતો શણગાર લાગે છે. . સમયસર મુખ્ય બાબતની કબૂલતો કરી બેઠો, હવે અંજામની ચિંતા ઘણી બેકાર લાગે છે. . અહો ! શું ખુબસૂરત છે અદા રજૂઆત કરવાની, તમારો આગવો ઈનકાર પણ વહેવાર…

  • મન – કિરીટ ગોસ્વામી

    સાવ ખાલી બાંકડા જેવું જ મન, ભીડ વચ્ચે રાંકડા જેવું જ મન… . આમ સૂકું તોય લીલપ સાચવે : કોઈ એવાં લાકડા જેવું જ મન… . ઘાટ તારી લાગણીના બસ, ઘડે : નિત્ય ફરતા ચાકડા જેવું જ મન… . સાવ સીધા છે બધાયે માર્ગ તો; બસ, મળ્યું છે વાંકડા જેવું જ મન… . કેમ જીતવો…

  • Home