-
સિવાય શું છે ? – ભગવતીકુમાર શર્મા
હોવું-ન હોવું મારું પિંજર સિવાય શું છે ? પંખીને પીંછે પીંછે કળતર સિવાય શું છે ? . માનો તો આ હયતી ઈશ્વર સિવાય શું છે ? મનો નહીં તો કેવળ સિવાય શું છે ? . મોતીની સાથે એને સરખાવી પણ શકો છો, ને આમ અશ્રુબિન્દુ ઝરમર સિવાય શું છે ? . સૂરજની સાથે ઊગે, સૂરજની…
-
ખતરનાક છે – ભાવેશ ભટ્ટ
હોય કાયમની રાહત, ખતરનાક છે ! આ તમારી મુસીબત ખતરનાક છે ! . ગાલ બીજો ધરે વાત પતતી નથી, એક તરફી શરાફત ખતરનાક છે ! . આમ ઈશ્વરમાં કંઈ ખાસ વાંધો નથી, ફક્ત બેચાર બાબત ખતરનાક છે ! . પ્રેમથી આ તિરાડોનો સ્વીકર કર, દર્પણોની મરમ્મત ખતરનાક છે ! . ક્યાંકની ચિઠ્ઠિ દે ક્યાંક, હાથે…
-
ચાલતા રહીએ સતત – કિરણસિંહ ચૌહાણ
માણવા જેવી સફર છે, ચાલતા રહીએ સતત, આપણી ગમતી ડગર છે, ચાલતા રહીએ સતત. . રાહ જોતી એક નજર છે, ચાલતા રહીએ સતત, એની આ સઘળી અસર છે, ચાલતા રહીએ સતત. . પગલે પગલે થાકને બદલે મળે આરામ જ્યાં, જાણે આખો રસ્તો ઘર છે, ચાલતા રહીએ સતત. . આટલે ઊંચે જવાનો અર્થ સમજ્યા કે નહીં…
-
લાગે છે – ચિન્મય શાસ્ત્રી
તમારા સ્વપ્નનો ચહેરો નવું કિરદાર લાગે છે, નજર-અંદાઝ કરવામાં નજરને વાર લાગે છે. . અનાયાસે તમારું કોઈ અણધાર્યા સ્થળે મળવું, ક્ષણોનો ગુપ્ત કમરામાં થતો શણગાર લાગે છે. . સમયસર મુખ્ય બાબતની કબૂલતો કરી બેઠો, હવે અંજામની ચિંતા ઘણી બેકાર લાગે છે. . અહો ! શું ખુબસૂરત છે અદા રજૂઆત કરવાની, તમારો આગવો ઈનકાર પણ વહેવાર…
-
મન – કિરીટ ગોસ્વામી
સાવ ખાલી બાંકડા જેવું જ મન, ભીડ વચ્ચે રાંકડા જેવું જ મન… . આમ સૂકું તોય લીલપ સાચવે : કોઈ એવાં લાકડા જેવું જ મન… . ઘાટ તારી લાગણીના બસ, ઘડે : નિત્ય ફરતા ચાકડા જેવું જ મન… . સાવ સીધા છે બધાયે માર્ગ તો; બસ, મળ્યું છે વાંકડા જેવું જ મન… . કેમ જીતવો…
-
સમજાતું નથી મને – પ્રાણજીવન મહેતા
કેમેય સમજાતું નથી મને, જીવવાના વાંકે ને પછી મરવાના કારણે- શું છે આ લડાઈ. . આ તો ખટપટોનો છે આ ખેલ-તમાશો જોયા કરું છું નિતનિત અહીં બેસી દેખું રોજબરોજ આ તત્વ-તમાશો જોઈ રહું અનલ-અનિલ પેલું આકાશ ને અવકાશ પણ આમ ધરા ફરતે ફરતો રહું જાણ્યે-અ-જાણ્યે. . અહીં જિહ્વા, મન, બુદ્ધિ ચિત્ત ચોમેરે આંટા-ફેરા કરતા જોઈ…
-
બપોર અને વંટોળ – ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ
ધોમ ધખ્યો મધ્યાહ્ન તણો ને સ્થંભ્યા રણવગડાના વા, સ્થંભ્યો શિર પર સૂરજ આવી લૂક લાગી તન સળગાવા, ગરમીના સંધાયા દોર, બળબળતા જામ્યા બપ્પોર. . સૂમસામ સૌ દુનિયા દીસે વગડો તો સુનકાર પડ્યો, ઉજ્જડમાં વેતાલ સમો ત્યાં ચકર ચકર વંટોળ ચડ્યો; એ તો ભારે મસ્તીખોર બળબળતા જામ્યા બપ્પોર. . ફરફરફર ફુદડી ફરતો મેદાનેથી ભ્રમણ ચડ્યો, વન-વસ્તીમાં…
-
કોઈનું ફૂલ – હરેશ તથાગત
કોઈનું ફૂલ, કોઈને દીધું- ચોતરફ, જોઈ-જોઈને દીધું ! . ઈશ્વરે, સુખ મને ય દીધું, પણ- આંસુમાં સહેજ ધોઈને, દીધું ! . જાતની પેઠે જાળવી શકશો ? જાત પેઠે જે ખોઈને દીધું ! . રસ નથી કૈ ઉછી-ઉધારામાં વહાલ મેં, મારું હોઈને, દીધું ! . ઊંચકીને ફરે ભરમ-દુલ્હન કામ કયું જીવ-ભોઈને દીધું ?! . વેતર્યો એ…
-
નવું છે – ચિન્મય શાસ્ત્રી
બિસ્માર ઓરડાનું પર્યાવરણ નવું છે તારા ગયા પછીનું, વાતાવરણ નવું છે . બદલાઈ ગયો જમાનો, એકાદ-બે દિવસમાં મહેફિલમાં આવનારું, એકેક જણ નવું છે . ઈતિહાસ તો કહે છે માયાવી મૃગ છળે છે કિન્તુ નવી કથાનું, મોહક હરણ નવું છે . મારી વ્યથા ઘણાનાં રસનો વિષય રહી છે વ્યક્તિ વિશેષ રૂપે, તારું સ્મરણ નવું છે .…
-
દર્દ ઓછું – હરીશ પંડ્યા
દર્દ ઓછું ભીતરે થાતું નથી, આ ગઝલથી એમ છૂટાતું નથી. . બાગમાં હાજર નથી માળી ભલે, ફૂલ છાનું એક ચૂંટાતું નથી. . આ હથેળી પણ દગો દેશે કદી, પાન આડું, દૂર તો જાતું નથી. . પર્ણ સૂકાં આંખમાં ભોંકાય છે, એક પંખી ગીત પણ ગાતું નથી. . વાંક શો છે, કે બધાં નફરત કરે, એક…
-
Home