Home

  • કૂવા સમા સંબંધની – અનિલ ચાવડા

    કૂવા સમા સંબંધની એક જ કડી રહી છે પાણી ગયું સુકાઈ ને બસ ગરગડી રહી છે.  . ફેંકાઈને તારાપણાના આ તળાવ બાહર, મારાપણની માછલીઓ તરફડી રહી છે.  . મરવા પડેલી સઘળીયે ઘરડી જિજિવિષાઓ, ખુદની નહીં તો કોની એ સામું લડી રહી છે ? . આંખો ભરીને નૈં પરંતુ મન ભરીને જોઈ, અમથી જ આંખો તો…

  • ધખધખતું સપનું જોવામાં – અનિલ ચાવડા

    ધખધખતું સપનું જોવામાં એવા દાઝ્યા એવા દાઝ્યા એવા દાઝ્યા વાત જવા દે…  . પ્હેલાં તો હું પોતે પણ એક મ્હેલ હતો ને મારો વૈભવ હતો કોઈ કુબેર સરીખો, કંઈક થયું ઓછું ભીતર ને થતો ગયો હું ધીરે ધીરે ખખડેલાં ખંડેર સરીખો, પછી હૃદયમાં કરોળિયાનાં જાળાં બાઝ્યાં જાળાં બાઝ્યાં જાળાં બાઝ્યાં વાત જવા દે…  . રોજ…

  • એકલગાનના ઓરડે – કિસન સોસા

    મારા એકલગાનના ઓરડે તમે આવો અતિથિ આનંદના !  . આઘે સુધી અહીં વાતું વેરાન, એમાં એકલો અટૂલો ખડો આયુના એકડંડિયા મહેલમાં ઝૂરે મારા એકલગાનનો આ ઓરડો ! પગરવે પગદંડી લયની જગાવતા રણકાવતા તોરણિયા છંદના તમે આવો અતિથિ આનંદના !  . ટોડલાએ આંસુના દીવા બળે અને, ઝુમ્મરમાં ટમકે વિષાદ આશા અનિમેષ ઊભી છે બારસાખ બારીએ બેઠી…

  • જિંદગી છે – હેમેન શાહ

    જિંદગી છે અનેક કટકામાં, મોત આખું મળ્યું છે લટકામાં! . જો સમજ ના પડે, કદી ન પડે, પણ પડે ત્યારે એક ઝટકામાં.  . જે મળી જાય એની ક્યાં છે ખુશી ? જીવીએ ‘જે નથી’ના ખટકામાં. . તીરછી આ નજર, અને સ્મિત પણ, ભલભલા આવી જાય છટકામાં. . આપી ભાષા મને બટકબોલી, કાવ્ય દીધું ઉપરથી ચટકામાં.…

  • તું જો છે તો – હનીફ સાહિલ

    તું જો છે તો ખાસ છે દિવસ કેફ, મસ્તી, વિલાસ છે દિવસ.  . મારી આંખોમાં ઉઘડતાં પુષ્પો મારા સ્વાસો સુવાસ છે દિવસ. . વેલ જાણે ચડે દીવાલો પર આ પ્રસરતો ઉજાસ છે દિવસ  . તારા ચહેરાથી ચાંદની વરસે કેશ કાળા અમાસ છે દિવસ  . તું જો છે તો આ રંગરાસ બધે તું ન હો તો…

  • તકલીફ છે સાલી – ભરત ભટ્ટ ‘પવન’

    કશી આકૃતિ પકડાતી નથી, તકલીફ છે સાલી; છબી એકે ય દોરાતી નથી, તકલીફ છે સાલી. . શિવાલયમાં ય જઈ આવ્યો, સુરાલયમાં જઈ આવ્યો, છતાં પણ પ્યાસ બુઝતી નથી, તકલીફ છે સાલી.  . પડે છે પ્રાર્થના ઓછી કે ઈશ્વરની કૃપા ઓછી ? હવે ધારી અસર થાતી નથી, તકલીફ છે સાલી.  . સલામત પીંજરું પણ છે; મજાનો…

  • ભેંસ – સૌમ્ય જોશી

    બંધાયેલી ડોકેય આઝાદ રહેવાનો હુન્નર છે એની પાસે. ભેંસ પાડી શકે છે રાત. પૂંછડીની પીંછીથી લસરકા મારીને એ સાંજને રંગે છે પોતાના રંગમાં. ને કાળી કરે છે ઈંટાળી ગમાણ. કાળૉ કરે છે રાખોડી ખીલો. સાંકળ પરનો છીંકણી કાટ પણ કાળો કરી દે છે. બધું કાળું કરીને એમાં કાળું કાળું ઊભી રહે છે ભેંસ. બંધાયેલી ડોકેય…

  • સમંદર – સૌમ્ય જોશી

    તારે કાંઠે કિલ્લા સર્જે એક મજાનું બાળ સમંદર અરજ આટલી માન બને તો આગળ વધવું ટાળ સમંદર  . એક માછલી તરતાં બચતાં છેવટ સમજી મર્મ કથાનો માછીમારથી શું ડરવાનું સૌથી મોટી જાળ સમંદર  . હું કોશિશનું તરણું પકડી કાંઠાઓની આશમાં તડપું ક્યાં છોડે છે આ કચ્ચીને વળગેલો પ્રેમાળ સમંદર  . હું ઊંડા બેચાર શ્વાસ લઈ…

  • પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

    (૧) હે નાથ,   . રામનામની પ્રાર્થનામાં  સમેટાયેલ અને સમાયેલ સમગ્ર જીવનના આંગણે અમે લાભ-શુભના કંકુ ચોખાના સાથિયા થઈ રહીએ એવું સૌભાગ્ય અમને આપો. . આદિ, અંતે અને મધ્યે રામ-હી-રામની અનાહત સ્પંદના અમારો વિરામ હો, હે દેવ !  . પ્રસાદ સ્વરથી ઈશ્વર ભણી એમ નહીં પણ સ્વર જ સ્વયમ ઈશ્વર એવો પ્રગટ પ્રકાશ એ જ…

  • પ્રાર્થના – સુરેશ દલાલ

    શહેરથી દૂર દૂર પહાડની ટોચ પર એક નાની અમથી બંગલી છે. એ બંગલીમાં એક નાનકડો ખંડ છે. ઝરૂખામાં જરાક બહાર નજર પડે છે તો વનશ્રીની નરી આભા અને શોભા છે. એક ઝરણું જાણે કે અનાદિ કાળથી વહેતું હોય એમ સતત વહ્યા કરે છે. ઘડીકમાં ચિક્કાર વરસાદ વરસી જાય છે. થોડીક ક્ષણોમાં થંભી જાય છે. ઘડીકમાં…

  • Home