Home

  • આમ રહેવાનું ! – પ્રફુલ્લ પંડ્યા

    ક્યાં જવાનું ને શું કરવાનું હવે ? ક્યાંય જઈ ના શકાય : શું ત્યાં જવાનું ? એટલે કે શું બેસી રહેવાનું અહીં ને અહીં ? કહો હવે શું કરવાનું ? આમ કરવાનું ને તેમ કરવાનું ! એટલે કે બધું બંધ કરી દેવાનું ? તો પછી – શું કરવાનું ?  . તરવાનું કે ડૂબવાનું ? તરી…

  • ગૂંજે છે યાદ – પરાજિત ડાભી

    અડધી તે ઈચ્છાનું આખું આકાશ હવે રોજ રોજ આંખોમાં ખોળશું, ફૂલોની જેમ હવે મઘમઘતી ફોરમમાં હૈયાને હાથ જેમ બોળશું.  . ઊડીને આવેલા ભમરાની જેમ હજુ ગુંજે છે યાદ આસપાસમાં, આથમતી રાતનાં અંધારા ઓઢીને આગિયાઓ ઝબકે અજવાસમાં, વગડાની વનરાજી વહેલી સવારે હજુ દોડે છે ઝાકળિયા ઘાસમાં, હરણાંની જેમ ઘણું દોડ્યો છે વાયરો નદીઓની સંગે પ્રવાસમાં.  .…

  • માત્ર મનમાં – શીતલ જોશી

    માત્ર મનમાં જ ધારવા મળશે દ્વાર ખોલ્યાં પછી હવા મળશે  . કાચબા હોય છે બધ્ધે આગળ થાવ સસલું તો ઊંઘવા મળશે  . ચાલવાની ભલે નથી ફાવટ દોરડે રોજ દોડવા મળશે  . ફિરકી હાથમાં તમે રાખી ને’ કહ્યું જાવ ઊડવા મળશે  . હોય થાપા ઘણી દીવાલો પર ને’ ઘણી ભીંત વિધવા મળશે  . જોઈ વિમાનને ‘શીતલ’…

  • કોઈ ક્યાં – શીતલ જોશી

    કોઈ ક્યાં કોઈને નડતું હોય છે આભ ક્યાં ધરતીને અડતું હોય છે  . તું કહે વરસાદ તો વરસાદ છે આમ તો પાણી જ પડતું હોય છે  . એક સિક્કો આંખને આંજી ગયો સુખ રસ્તા પરથી જડતું હોય છે  . રોજ પડછાયો પડે છે આપણો રોજ પાછું કૈંક સડતું હોય છે  . ધૂળ છે;ની ખાતરી ખોટી…

  • …વેચ્યું છે – અનિલ ચાવડા

    સગપણ, સપનાં, સ્વમાન, મોભો, સર વેચ્યું છે, કોને કહેવું કઈ હાલતમાં ઘર વેચ્યું છે.  . કોને ક્યારે કેમ અને ક્યાં એ ના પૂછો, મેં જ પીઠને મારી એક ખંજર વેચ્યું છે.  . ખુદની માટે રડ્યો કદી તો સોદો ફોક, યાદ નથી ? તેં આંખોનું સરવર વેચ્યું છે !  . બેઉ તરફથી બેઉ હાથને થયો ફાયદો,…

  • તું અને તારું એકાન્ત – માલા કાપડિયા

    તારી અને તારા એકાન્તને વચ્ચે ઝગમગે છે દિવાળીના દીપની જેમ મારી હજારો ઈચ્છાઓ જિંદગીની ભાગમદોડથી પરે એ ખીલે છે ફાલ્ગુની ગુલમહોર બની તો વળી ક્યારેક બૂંદ બૂંદ વરસે છે. કમોસમના વરસાદની જેમ ક્યારેક તારા આશ્લેષમાં સમાઈ જાય છે ઈચ્છાઓનો સમુંદર અફાટ રણને વીંધીને જાણે વહી જાય બન્ને કિનારા જન્માંતરોના… તારી અને તારી એકાન્તની વચ્ચે કયરેક…

  • એકલતાથી ભરેલો – ભાવિન ગોપાની

    એકલતાથી ભરેલો જ્યાં પણ મુકામ આવે, ત્યાં યાદ આપને પણ મારી સલામ આવે.  . કોરી કિતાબ ખોલી, આપે લખ્યો હતો જે, મારો તે ફોન નંબર ક્યારેક કામ આવે.  . મારીય જેમ તું પણ ચોંકી ઊઠે છે હેં ને ! બસ વાત વાતમાં પણ જો મારું નામ આવે.  . એ ઇન્તઝારમાં મેં, તોડી નથી તરસ ને,…

  • સ્વપ્ન તારું – સિકંદર મુલતાની

    સ્વપ્ન તારું હું મનોહર જોઉં છું, ને હકીકતની ધરોહર જોઉં છું !  . તું કમળ પેઠે જ ઊગી જાય છે, જ્યારે જ્યારે હું સરોવર જોઉં છું !  . કાં ન હુક્કો ગડગડાવું હું, પ્રિયે ! તુજમાં લ્હેરાતું ચરોતર જોઉં છું !  . તું બરોબરમાં નિહાળે છે ઊણપ, હું ઊણપમાં પણ બરોબર જોઉં છું !  .…

  • મારી નજરુંના – ઉષા ઉપાધ્યાય

    મારી નજરુંના નાજુક આ પંખીના સમ એનું આખ્ખું આકાશ તારી આંખમાં  . અમથા અબોલાની ઉજ્જડ આ વેળામાં પથ્થરિયા પોપટ શાં રહીએ, થોડી વાતોનો ઢાળ તમે આપો તો સાજનજી ખળખળતાં ઝરણાં સાં વહીએ, ટોળાબંધ ઊડતાં આ સાંભરણનાં સમ એનું આખ્ખું આકાશ તારી આંખમાં  . સાંજુકી વેળાનું ઝરમરતું અંધારું મ્હેકે જ્યાં મોગરાની ઝૂલમાં, હળવે આવીને ત્યારે કહેતું…

  • ઉદ્ધવ ગીત (૨) – વીરુ પુરોહિત

    ઘણું ભોગવ્યું તમે, કૃષ્ણના સાન્નિધ્યે, સદ્દભાગ્ય ! પરત કરી દો, ઉદ્ધવજી ! સહુ ગોપીનું સોભાગ્ય !  . સૂતી હોય સિંહણ તો, ઉદ્ધવ ! ઘણી મનોહર લાગે; પણ જો ત્રાડે, વૃક્ષો સઘળાં થથરી પર્ણો ત્યાગે ! શાંત સરિતા ખળખળ વહેતી સંગીત મધુર સુણાવે; વીફરે તો વચ્ચે આવેલા પહાડોને ય તણાવે !  . કરગરીએ, વીનવીએ તો શું…

  • Home