-
તું અને તારું એકાન્ત – માલા કાપડિયા
તારી અને તારા એકાન્તને વચ્ચે ઝગમગે છે દિવાળીના દીપની જેમ મારી હજારો ઈચ્છાઓ જિંદગીની ભાગમદોડથી પરે એ ખીલે છે ફાલ્ગુની ગુલમહોર બની તો વળી ક્યારેક બૂંદ બૂંદ વરસે છે. કમોસમના વરસાદની જેમ ક્યારેક તારા આશ્લેષમાં સમાઈ જાય છે ઈચ્છાઓનો સમુંદર અફાટ રણને વીંધીને જાણે વહી જાય બન્ને કિનારા જન્માંતરોના… તારી અને તારી એકાન્તની વચ્ચે કયરેક…
-
એકલતાથી ભરેલો – ભાવિન ગોપાની
એકલતાથી ભરેલો જ્યાં પણ મુકામ આવે, ત્યાં યાદ આપને પણ મારી સલામ આવે. . કોરી કિતાબ ખોલી, આપે લખ્યો હતો જે, મારો તે ફોન નંબર ક્યારેક કામ આવે. . મારીય જેમ તું પણ ચોંકી ઊઠે છે હેં ને ! બસ વાત વાતમાં પણ જો મારું નામ આવે. . એ ઇન્તઝારમાં મેં, તોડી નથી તરસ ને,…
-
સ્વપ્ન તારું – સિકંદર મુલતાની
સ્વપ્ન તારું હું મનોહર જોઉં છું, ને હકીકતની ધરોહર જોઉં છું ! . તું કમળ પેઠે જ ઊગી જાય છે, જ્યારે જ્યારે હું સરોવર જોઉં છું ! . કાં ન હુક્કો ગડગડાવું હું, પ્રિયે ! તુજમાં લ્હેરાતું ચરોતર જોઉં છું ! . તું બરોબરમાં નિહાળે છે ઊણપ, હું ઊણપમાં પણ બરોબર જોઉં છું ! .…
-
મારી નજરુંના – ઉષા ઉપાધ્યાય
મારી નજરુંના નાજુક આ પંખીના સમ એનું આખ્ખું આકાશ તારી આંખમાં . અમથા અબોલાની ઉજ્જડ આ વેળામાં પથ્થરિયા પોપટ શાં રહીએ, થોડી વાતોનો ઢાળ તમે આપો તો સાજનજી ખળખળતાં ઝરણાં સાં વહીએ, ટોળાબંધ ઊડતાં આ સાંભરણનાં સમ એનું આખ્ખું આકાશ તારી આંખમાં . સાંજુકી વેળાનું ઝરમરતું અંધારું મ્હેકે જ્યાં મોગરાની ઝૂલમાં, હળવે આવીને ત્યારે કહેતું…
-
ઉદ્ધવ ગીત (૨) – વીરુ પુરોહિત
ઘણું ભોગવ્યું તમે, કૃષ્ણના સાન્નિધ્યે, સદ્દભાગ્ય ! પરત કરી દો, ઉદ્ધવજી ! સહુ ગોપીનું સોભાગ્ય ! . સૂતી હોય સિંહણ તો, ઉદ્ધવ ! ઘણી મનોહર લાગે; પણ જો ત્રાડે, વૃક્ષો સઘળાં થથરી પર્ણો ત્યાગે ! શાંત સરિતા ખળખળ વહેતી સંગીત મધુર સુણાવે; વીફરે તો વચ્ચે આવેલા પહાડોને ય તણાવે ! . કરગરીએ, વીનવીએ તો શું…
-
ઉદ્ધવ ગીત (૧) – વીરુ પુરોહિત
અમે ગોપીઓ એકબીજાનું ભૂલી ગયાં રે નામ ! શ્યામ સિધાવ્યા, ઉદ્ધવજી ! તે દહાડાથી છે ગોકુળ આખ્ખું વદન વિનાનું ગામ ! . ‘નથી જવું જલ જમુના’ કરતાં, સૂરજ આવે માથે; તરફડતાં, તરસ્યાં પક્ષીગણ ચકરાવ્યાં છે સાથે ! દંતકથાની શાપિત પૂતળી જેમ જડાયાં દ્વારે; કૃષ્ણ નથી, તો કોણ મંત્રપૂત જલ છાંતીને તારે ? કાલીંદીનો તટ બન્યો…
-
બે લઘુકાવ્યો – એસ. એસ. રાહી
(૧) ગ્રીષ્મની પૂનમ રાતે સૂકાઈ ગયેલા સરોવરને કાંઠે મારા અવાવરું સ્વપ્નો વેચી, બદલામાં ખરીદું છું મુઠ્ઠી પતંગિયાઓ ! . (૨) તારી પ્રતીક્ષામાં હજુ પણ ઉઘાડી નથી મેં મારી બંધ મુઠ્ઠી જ્યારે તું આવશે અને મુઠ્ઠી ખોલશે ત્યારે એમાં તું શોધી શકીશ મારા ગત જન્મની કથાઓ-વ્યથાઓ ! . ( એસ. એસ. રાહી )
-
કોઈ ક્યારેય પણ – ભાવેશ ભટ્ટ
કોઈ ક્યારેય પણ ઉદાસ ના થાય, થાય તો મારી આસપાસ ના થાય ! . એક દિ સૂર્ય ના ઊગ્યો, તો થયું, ક્યાંક મારી ઉલટ-તપાસ ના થાય ! . જો વીતે આપના વિચાર વગર, એ દિવસ મનનો ઊપવાસ ના થાય ? . એ રીતે કોઈ ભીંત શણગારો, કે બીજી ભીંત નાસીપાસ ના થાય. . રોજ ઈશ્વરની…
-
देह के लिबास – आशा पाण्डेय ओझा
आज फिर उग आई है खयालों की जमीन पर वो याद जिस शाम मिले थे हम तुम पहली बार और मौसम की पहली पर तेज बारीश भी तो हुई थी उसी रोज चाय की इक छोटी सी थडी में ढूँढी थी हमने जगह बारिश से बचने को ठीक वैसे ही कहीं न कहीं हम बचते…
-
લઘુકાવ્યો – પન્ના નાયક
(૧) ઘરઆંગણે ન ઓળંગાતા ઠરીને બરફ થઈ ગયેલા સ્નોના ઢગલે ઢગલા. . ક્યારે સૂરજ ઊગશે ? ક્યારે ? . (૨) ચાલ્યા કરે છે હજીય તારી ને મારી શોધ કશુંક રચવા. . એ રચાઈ જશે એટલે પતંગિયું ઊડી જતાં નમેલું ફૂલ સ્વસ્થ થાય એમ નહીં રહે કોઈ અજંપ નહીં રહે કોઈ ખેવના. . વિચારું છું- પછી…
-
Home