-
આપણને – પરાજિત ડાભી
ભીંત ફાડીને ઉગેલા પીપળાની જેમ, આપણને જીવવાનું ફાવે છે એમ. . એંધાણી આપતા પગલાંઓ ભૂંસીને નવલા હું પગલાં કંડારુ. જાણીતા મારગને ચાતરીને ચાલુ જ્યાં દિવસે પણ ભેટે અંધારુ. વગડાની ધૂળ મને ચૂમે ને પૂછે-મને ભૂલે છે કેમ ? આપણને જીવવાનું ફાવે છે એમ. . ફાડીને આભ ભલે વરસે વરસાદ મને ધરતી ભીંજાય તો જ ગમશે.…
-
હું ગૌતમ નથી – ખલીલુર રહેમાન આઝમી
मैं गौतम नहीं हुं . मैं गौतम नहीं हुं मगर मैं भी जब घरसे निकला था ये सोचता था के मैं अपने ही आपको ढूंढने जा रहा हुं किसी पेड की छांव मे मैं भी बैठुंगा एक दिन मुझे भी कोई ज्ञान होगा मगर जिस्म की आग जो घर से लेकर चला था सुलगती रही…
-
આંખોમાં હજી – મનીષ પરમાર
રાતનો ઉજાગરો લાલાશ આંખોમાં હજી, છે ગઝલના શે’રનો અજવાસ આંખોમાં હજી. . રોજ બંધાતો-સુકાતો ભેજ તારા નામનો, આંસુઓની શોધ તો ભીનાશ આંખોમાં હજી. . થાપ આપી વન ગયું વેરાનમાં ચાલી હવે- પાંદડાંની કંપતી લીલાશ આંખોમાં હજી. . જોઈ લીધી છે ધરાઈને તને, તરસ્યો થયો, ક્યાં બુઝાતી હોય તારી પ્યાસ આંખોમાં હજી. . આ નજરની ગૂઢ…
-
વજન છે – મનીષ પરમાર
આજ મારા શ્વાસમાં થોડું વજન છે, આમ ભીના ઘાસમાં થોડું વજન છે. . એટલે વરસો પછી ભેગો થયો છું, એમના વિશ્વાસમાં થોડું વજન છે. . રાખમાંથી તેજ પ્રગટાવ્યું તમો એ, એટલે અજવાસમાં થોડું વજન છે. . કેટલું દોડ્યો નદીની શોધમાં હું, જળ મળ્યું ના પ્યાસમાં થોડું વજન છે. . ઊંચકી થાક્યા ખભા મારા તમારા, પથ્થરો…
-
તારા ઘર સુધી – મનીષ પરમાર
અહીંથી છેક મન લંબાય તારા ઘર સુધી, સમય જેવો સમય હંફાય તારા ઘર સુધી. . ખબર નહોતી ફૂલો રોકી રહેશે બાગમાં, કદાચ એથી પવન ક્યાં જાય તારા ઘર સુધી ? . અમે વરસાદનું એકાદ છીએ ઝાપટું- બને એવુ નહીં વરસાય તારા ઘર સુધી. . હુંયે છોલાઈ આંધી સૂસાવટાથી ઘણું- સૂકી એવી હવા ફુંકાય તારા ઘર…
-
તોય શું ? – બેન્યાઝ ધ્રોલવી
દર્દ આવે, દર્દ જાવે તોય શું ? આંસુનો દરિયો વહાવે તોય શું ? . એક પાનું જિંદગીનું ફાડતા, સો વરસ અમથા વિતાવે તોય શું ? . વ્યોમ ખેતરમાં ઉગાડી સૂર્યને, છાયડાના રોપ વાવે તોય શું ? . રાખ ચરખી ચાંદનીની હાથમાં, ચંદ્રનો પતંગ ચગાવે તોય શું ? . કોમ્પ્યુટરમાં જ નાખી ઊંઘને, પ્રત ખ્વાબોની છપાવે…
-
પછી – બેન્યાઝ ધ્રોલવી
ચંદ્ર ખીલશે મસ્ત આકાશે પછી, ગીત પૂનમ રાતના ગાશે પછી. . ડૂબતો સૂરજ કલમના પૂરમાં, ને બરફનો પત્ર ભીંજાશે પછી. . તું ભલે રાખે રદીફી દુશ્મની, કાફિયાનો દોસ્ત સમજાશે પછી. . નાવ ડૂબી ખારવાની આંખમાં, ત્યારથી દરિયો વંચાશે પછી. . જે લકીરો ભાગ્યની ગૂંચે પડી, ક્યાંથી હાથે ભાગ્ય દેખાશે પછી. . હાથથી સરકી ગયો છે…
-
અલીડોસો – બેન્યાઝ ધ્રોલવી
જીવતર કંડીલને સળગાવે અલીડોસો, આંસુ ભીની રાતને છલકાવે અલીડોસો. . જીવની ડાળે મરિયમ ખીલી કળી માફક, આજ મઘમઘતું નગર ટહુકાવે અલીડોસો. . પોસ્ટ ઓફિસની રગેરગ છાયા ધબકતી’તી, સૂર્ય માફક રોજ આવે જાવે અલીડોસો. . લ્યો, કડડડ ભૂસ દ્રશ્યો તૂટે અરીસામાં, એક ચ્હેરો ઉમ્રભર તરડાવે અલીડોસો. . પોસ્ટના જૂના મકાને તનહાઈમાં બેસે, પોસ્ટના દ્વારો સતત ખખડાવે…
-
મીરાં – બેન્યાઝ ધ્રોલવી
દર્દની ટોચે તવાઈ છે મીરાં, આંસુની ઊંડી જ ખાઈ છે મીરાં. . એક મીરાંના દરદને જોખવા, કૃષ્ણના પલ્લે બંધાઈ છે મીરાં. . એક હરિવરની છબી છે ભીતરે, કેટલાં વર્ષે મઢાઈ છે મીરાં. . સુક્કુભઠ મેવાડ છોડી ઘલવલે, શ્યામ ચોમાસે ભીંજાઈ છે મીરાં. . દેહ રૂપી છોડશે મેવાડને, શ્યામ સંગે વીંટળાઈ છે મીરાં. . સ્મૃતિનું મેવાડ…
-
હથેળીમાં – જિજ્ઞા ત્રિવેદી
બની હરણાં ઉછળતાં’તા કદી સ્વપ્નો હથેળીમાં, વહાલાં થઈ વળગતાં’તા કદી સ્વપ્નો હથેળીમાં. . થયાં છે કેદ એ સંજોગની મુઠ્ઠી મહીં મિત્રો, સિફતથી જે સરકતાં’તા કદી સ્વપ્નો હથેળીમાં. . હવે ઓકી રહ્યા છે લૂ નજર સામે બની તડકો, થઈ શ્રાવણ વરસતાં’તા કદી સ્વપ્નો હથેળીમાં. . નજરમાંથી ઉતારે જે ક્ષણે એને જરા કોઈ, બની આંસુ ટપકતાં’તા કદી…
-
Home