Home

  • અર્થ – પ્રીતમ લખલાણી

    દોસ્તો ! આપણી બંધ મુઠ્ઠીમાં ઈશ્વર નથી કે આપણે કોશનો અર્થ કોઈ પણ વ્યક્તિને નિર્ભય મને કોરા કાગળમાં સમજાવી શકીએ ! ખાલીપાનાં ખંડેરમાં પીળું પાંદડું જ નહીં લીલું પાંદડું પણ એકલું એકલું એકલતામાં ખખડતું હોય છે. શબ્દની લિપિમાં ભલે સોનેરી શ્વાસ મઢ્યો હોય વાણીનો અર્થ સાવ સીધો સરળ પાણી સમો નિર્મળ લાગતો હોય છતાં કોણ…

  • રંગભેદ – પ્રીતમ લખલાણી

    એક વહેલી સવારે લાલ લીલા પીળા અને ભૂરા પંખીઓને આંગણાના મેપલ વૃક્ષની ડાળે ડાળે રમતાં, ભમતાં જોઈને ‘વાહ કેવા સુંદર મજાના પંખીઓ છે ?’ ને ત્યાં જ પવનમાં લહેરાતી ગુલાબની એક ડાળે મારો કાંઠલો જાલીને મને કહ્યું, ‘અરે’ કવિ, તું આવી રૂપરંગની જાળમાં ક્યાંથી અટવાયો ! ‘પંખી, રૂપરંગથી નહીં ઓળખાય છે ટહુકાથી !’  . (…

  • મા એટલે…(પ્રથમ પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ)

    .   મા કદી મરતી નથી : માનો દેહ ન હોય ત્યારે એનું વહાલ હવાના કણકણમાં વિખેરાઈને આલિંગન આપે છે. *** જેને પત્ર ન લખ્યો હોય છતાં એની આંખોમાં લખવા ધારેલા પત્રનો પ્રેમાળ જવાબ વંચાય તે મા. *** મા એટલે જગતજનની. *** ( હરીન્દ્ર દવે )  . ‘માતા’ શબ્દ નથી પણ શબ્દતીર્થ છે.  . (…

  • મૂલ્ય મારે શ્વાસના – ફિલિપ ક્લાર્ક

    મૂલ્ય મારે શ્વાસના કરવા હતા; ને અજંપા ઊરમાં ભરવા હતા.  . નાવ કાગળની બનાવીને પછી; સાગરો કૈં રેતના તરવા હતા.  . ને પ્રસાદી રૂપે મારે દેવને; વેદનાના આંસુઓ ધરવા હતા. . ટાંકણું એકાંતનું કરવું અને; યાદના આકારને ઘડવા હતા.  . અન્યની તો વાત પણ કરવી નથી; જાત સાથે યુદ્ધ કૈં લડવા હતા.  . સમજ કેરા…

  • કેમ કરીને – દેવેન્દ્ર દવે

    કેમ કરીને તને પ્રેમનું ગીત મજાનું લખવું ?! શબ્દો કેરા સાગરમાંથી મોતીને જ પરખવું…કેમ કરીને.  . બે-ચાર હજી જ્યાં અક્ષર માંડું કલમ બિચારી અટકે, લખું પરાણે જેવું તેવું-ટાંક ઓચિંતી બટકે !  . તને ગમે એ વાત વિચારી લખવા કાજ વલખવું, દિવસે-રાતે ભઠ્ઠીમાંના અંગારા-શું ધખવું !…કેમ કરીને.  . ‘પ્રેમ’ નામની ચીજ પ્રથમ કથવી-લખવી અઘરી, ગાવાં જાતાં…

  • …નીકળ્યું છે-સાહિલ

    સમયનું અજબ આચરણ નીકળ્યું છે સ્મરણનાં તળેથી સ્મરણ નીકળ્યું છે  . ગમે ત્યારે ઘર મૃગજળોનું જો ખોલ્યું સદા હાંફ્યા કરતું હરણ નીકળ્યું છે  . સૂરજ નામે એ ઓળખાયું જગતમાં તમસ ચીરીને જે કિરણ નીકળ્યું છે  . બપોરી સફરમાં તમારી કૃપાથી મને આંબવાને ઝરણ નીકળ્યું છે  . અચંબો થયો અંગજડતી લઈને સમંદરના તળિયેથી રણ નીકળ્યું છે…

  • કતારમાં – સાહિલ

    તમે બે ઘડી જ રહી જુઓ કદી ચાહનાની કતારમાં પછી આપોઆપ તમે હશો નરી વેદનાની કતારમાં  . નથી ખુદની પણ પડી કોઈને-પછી વાત અન્યની શું કરું જો મળી તો મા-ની જાત બસ મળી ખેવનાની કતારમાં  . જો કરે તો કેમ કરે કહો એ વિવેચના કોઈ બિંબની મળ્યા જોવા અંધજનો બધે મને આયનાની કતારમાં  . અમે…

  • લઘુકાવ્યો – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

    (૧) વજન  . એક કોરા કાગળનું વજન કર્યું… પછી એ કાગળ પર કવિતા લખી… પછી ફરી તેનું વજન કર્યું… પણ વજનમાં કોઈ ફેર ન પડ્યો ! -સમજાયું કે કવિતા વજન માટે નહીં, સ્વજન માટે લખાય છે.  . (૨) ભ્રમ  . મારી સહાયતા વગર સીધી લીટી દોરી શકાતી નથી. -એવા ભ્રમમાં રાચતી ઓ ફૂટપટ્ટી ! તારી…

  • જાનાં – હનીફ સાહિલ

    આશિકીનો કમાલ છે જાનાં માત્ર તારો ખયાલ છે જાનાં  . ફૂલ ખુશ્બૂ કે ચાંદ તારા હો તું ફક્ત બેમિસાલ છે જાનાં  . આઈનો પણ તડાક દઈ તૂટે એવો તારો જમાલ છે જાનાં  . હું તો ખુશહાલ છું જુદાઈમાં તું કહે કેવા હાલ છે જાનાં  . આપવું હોય જો તો આપી દે દિલના ક્યાં ભાવતાલ છે…

  • अच्छी लगी – हनीफ साहिल

    रास्तों में गुमरही अच्छी लगी ये तलाशे-बेखुदी अच्छी लगी  . मैंने देखा है उसे बस एक बार एक लडकी अजनबी अच्छी लगी  . सारा दिन तो शोर रहता है यहां शाम होते ही गली अच्छी लगी  . गम से गेहरा कोई भी दुश्मन नहीं गम से अपनी दोस्ती अच्छी लगी  . गमकदे में तीरगी जब…

  • Home