Home

  • …પતંગિયા કહેશે – લલિત ત્રિવેદી

    કળીની સુરખિ-શો મત્લઆ પતંગિયા કહેશે કુમાશ તારી, ને મિસરા પતંગિયા કહેશે !  . ઘુઘવતી માટી લગ રસ્તા પતંગિયા કહેશે ! ફૂટે ક્યાં ખુશ્બુનાં ઝરણાં, પતંગિયા કહેશે ! . કવિ ! બગીચા સાથે તારે વાત કરવી છે ! તો શીખ ફૂલની ભાષા, પતંગિયા કહેશે !  . નદીમાં છે તે થનગનાટ છે પવનમાં પણ લઈને પાંખમાં ગાણાં,…

  • …સ્વીકાર દે કે ન દે ભલે – લલિત ત્રિવેદી

    શું ફરક પડે છે પુકારને તું સ્વીકાર દે કે ન દે ભલે ઝીણી આંખડીનું હું તેજ છું તું દીદાર દે કે ન દે ભલે.  . રખે માનતો કે હું ક્ષીર છું હું તો તારા નામની પીર છું તારી બંદગીમાં બુલંદ છું તું ઉદ્ધાર દે કે ન દે ભલે.  . તું અદ્રશ્ય છે તો તાર છું,…

  • …દીવા જેવી – લલિત ત્રિવેદી

    તો ભક્તો ! આજની શરૂઆત દીવા જેવી કરવી છે આ તેંત્રી ક્રોડની ઠકરાત દીવા જેવી કરવી છે . જુદેરો જાગ છે… વિસાત દીવા જેવી કરવી છે તરસ ને પાણીની અખિયાત દીવા જેવી કરવી છે  . હો ભીની ભીની રૂની વાટ ને હો રૂબરૂ લગ વાટ સભર આ ઘરની જરૂરિયાત દીવા જેવી કરવી છે  . ઈ…

  • જુલાહે – હરીશ મીનાશ્રુ

    મુઝકો ભી તરકીબ સીખા દે યાર જુલાહે (સ્મરણ્પુણ્ય : ગુલઝાર) . બિચ બજરિયા બેઠા બારોબાર જુલાહે વણવું ને ગણગણવું તે વેપાર જુલાહે  . વાણે વાણે શીદ વણવા વહેવાર જુલાહે તાણે તાણે તીજ અને તહેવાર, જુલાહે  . રૂને બ્હાને રહ રહ પીંજો કાંતો રૂહને લખચોરાશી કપાસના અવતાર, જુલાહે  . કસબ જૂઠ ને જૂઠો કારોબાર, જુલાહે ભીતરમાં…

  • ભલું દેખાડ્યું તેં – રાજેન્દ્ર શુક્લ

    વીજ કડક્કા વદ્દળ કાળાં, ભલું દેખાડ્યું તેં દ્વારકાવાળા ! વસમી વાટ ને વંકા ગાળા, ભલું દેખાડ્યું તેં દ્વારકાવાળા ! . ઘર જાહલ ને ઝાઝાં જાળાં, ભલું દેખાડ્યું તેં દ્વારકાવાળા ! દી ઊગ્યો કે ભર્ય ઉચાળા, ભલું દેખાડ્યું તેં દ્વારકાવાળા !  . ક્યાંય કૂંચી નંઈ એવાં તાળાં, ભલું દેખાડ્યું તેં દ્વારકાવાળા ! કૂવા ગાળ્યા તોય કોરાં…

  • પ્રાર્થના – ઇયાન્લા વાન્ઝાન્ટ

    મારા વહાલા પ્રભુ,  . તમે જે આજનો દિવસ બનાવ્યો છે તેનો મને પણ એક અંશ બનાવવા માટે હું તમારી ખૂબ આભારી છું.  . આજનો દિવસ બીજા કોઈ પણ દિવસ કરતાં જુદો છે અને મને તમે ફરી પાછી એ માણવાની તક આપી તે માટે તમારો હૃદયપૂર્વક આભાર.  . આજે હું મારી જાતને સંપૂર્ણપણે તમારે હવાલે મૂકું…

  • ….દીવા માન્યા પાંચ – લલિત ત્રિવેદી

    આપ સાચવે સાચ એટલે દીવા માન્યા પાંચ પરપોટા જ્યાં પાંચ એટલે દીવા માન્યા પાંચ  . ઘરમાંથી ગ્યા મંદિરિયે ને મંદિરિયેથી ઘરમાં ક્યાંય અડીના આંચ એટલે દીવા માન્યા પાંચ  . મ્હેતાજીએ મૂકી હોય તો ચશ્માંથી વંચાય નરસૈંયાની ટાંચ એટલે દીવા માન્યા પાંચ  . કોઈએ સાંધ્યા કાચ કોઈએ મન મોતી ને કાચ આ તો સાંધી વાચ એટલે…

  • તારું એક નામ – પ્રીતમ લખલાણી

    સપનાઓની સાંકડી શેરીમાં મેં સંઘરી રાખ્યા છે આંસુઓમાં કુંવારી સંવેદનાના બધ્ધા રંગો ! જિંદગીનું વસ્ત્ર વેતરવા વર્ષામાં સાથે ભીંજાવાની વાતો ને’ વસંતમાં ઝાંઝર લયમાં કીડીની કાલી ઘેલી મધુરતમ વાણીને મેં સાચવી રાખી છે કાનોમાં પંખીના લીલા ટહુકાની જેમ. કોઈ કાળે હૃદય ભીંતે જતનથી મૂકેલ તારી તસવીરની આસપાસ લાગેલી ધૂળને ખંખેરતા જો મારા શ્વાસમાં એકાએક દરિયો…

  • કવિતાનો સૂર્ય – પ્રીતમ લખલાણી

    છત પર લટકતાં ઝુમ્મર વચ્ચે એક પતંગિયું બંધ બારીઓ જોઈ જોઈને વિચારોના દરિયામાં ડૂબી ગયું છે. કેમ આજ કારણ વિના નભથી રિસાયા છે વાદળો ! જો અચાનક મોસમ બદલાઈ તો ? ભીંત પર જડેલા પેલા ચિત્રોમાં ચૂપચાલ ઊભેલાં વૃક્ષોની ડાળે એકાદ બે પાંદડાં ફરફરી ઊઠે અને પછી તેની કોઈ ડાળે ટહુકા વેરતું પંખી માળો બાંધવા…

  • બસ સ્હેજ – પ્રીતમ લખલાણી

    પવન હિલોળે હળવેકથી પરોઢે મારી બારી ખોલી ને ઢળતી રાતથી રાહ જોઈને બેઠેલ ઝાકળ ભીની મોગરાની એક ડાળ કોડભરી કન્યાસમી બારીએથી પ્રવેશતી મને વળગી પડી. એટલે મારાથી તેને પૂછાય જવાયું. ‘અરે ! રાત આખીમાં તે’ આભના કેટલા તારા ગણી નાખ્યા ?’ અને તે, હોઠોમાં મલકાતી બોલી, ‘જો કોઈએ, ગઈ રાતને બસ સ્હેજ લંબાવી દીધી હોત…

  • Home