Home

  • એવું નથી – હરીશ પંડ્યા

    જિંદગીમાં જે ગમે, એ મળે એવું નથી, સ્વપ્ન જોયું રાતમાં, એ ફળે એવું નથી.  . તું પરાઈ પીડને જાણવા તત્પર નથી, કોઈ તારી લાગણી, ને કળે એવું નથી.  . આ નગરમાં ચોતરફ માણસો ઘર બાંધતાં, પાદરે આજે નદી, ખળખળે એવું નથી.  . આ સફર જો આદરી, અડચણો આવે ઘણી, આંખ મીંચી ખોલતાં, એ ટળે એવું…

  • ગીત જડ્યાં તે ગાયાં – ધ્રુવ ભટ્ટ

    ગીત જડ્યાં તે ગાયાં ને ? બસ, કવિ થવાની જરૂર શું છે ? ભલે થયું; અજવાળું થ્યું ને ? છળી પડ્યાની જરૂર શું છે ?  . નભ વરસ્યું ને નાહ્યા એની મોજ મળી તે માણો ભીનાં થયાનાં અવસર છે તે જ્ઞાન સમૂળુ છાંડો જાત તો જેવી ને તેવી છે નવી કર્યાની જરૂર શું છે ?…

  • કર્ણ – ચિનુ મોદી

    સાંજ થવા આવી છે અને હજી સીમમાંથી ધણ પાછાં ફર્યાં નથી પાદરે ગોરજ છવાઈ નથી મંદિરે નગારે દાંડી પીટાઈ નથી. તો, સૂર્યાસ્ત નહીં જ થયો હોય શું ? ચક્રવાકને સૂર્યાસ્ત ક્યારે જણાય છે ? ના, ના; પંખી વગરનું થઈ ગયું છે આકાશ નાખી નજર પહોંચે ત્યાં સુધી સૂર્ય ક્યાંય જણાતો નથી. ગોરજ વગર આરતી વગર…

  • નીચા દરવાજા – ખલીલ ધનતેજવી

    નીચા દરવાજાની મજબૂરી નિભાવી લઈએ, એવું ઘર હો તો જરા માથું નમાવી લઈએ.  . પાંદડાં તૂટે ને કરગરવું પડે તે કરતાં, ચાલ રિસાયેલી મોસમને મનાવી લઈએ.  . ક્યાંક આંખોથી, ગઝલથી કે મુસ્કુરાહટથી, કોઈ પણ રીતે અમે કામો કઢાવી લઈએ.  . એક આંસુનું વજન ટેરવું ઝીલે તો પછી, આપણે ખોબામાં પરવતને ઉઠાવી લઈએ.  . ભાગ્યરેખાની જરા…

  • ટહુકાનો તરજુમો – ખલીલ ધનતેજવી

    કોઈના સૂરજને કાં ઝાંખો કરો, પોતપોતાના ઘરે દીવો કરો.  . પગ સલામત છે, ફક્ત ઊભો કરો ચાલવા મંડી જશે ટેકો કરો.  . જે કશું ખૂટતું હશે, સરભર થશે, પગ તમે ચાદર મુજબ લાંબા કરો.  . આગ તો છે અર્થની તાસીરમાં, શબ્દ ફાવે તેટલો ઠંડો કરો.  . સાંજ લગ આકાશગંગા થઈ જશે, ભીંત પર ખાલી તમે…

  • તરસની આબરૂ – ખલીલ ધનતેજવી

    અજાણી કોઈ ખુશબો ક્યાંકથી રસ્તામાં ઊતરી છે, હવે એના વિશે આખી સભા ચર્ચામાં ઊતરી છે.  . સમસ્યા ક્યાં હતી કૈં માનવીના આગમન પહેલાં, બધી મુશ્કેલીઓ તો એ પછી દુનિયામાં ઊતરી છે. . કદાચ આ સૌ મકાનોને ઉથામો તો જડી આવે, નથી જે શહેરમાં એવી ગલી નકશામાં ઊતરી છે.  . ગમે ત્યાંથી ગમે તેની બુલંદી માપવા…

  • બળવત્તર છે – અંકિત ત્રિવેદી

    ઈચ્છાઓ પણ બળવત્તર છે, પીડાઓ પણ બળવત્તર છે લોહી નિચોવીને જીવ્યો છું, અફવાઓ પણ બળવત્તર છે  . રણ જેવું તોરણ બાંધે છે, ડમરીઓ રેતી રાંધે છે- સાંજે આંખોમાં ઘેરાતા તડકાઓ પણ બળવત્તર છે  . ડાઉનલોડના સંબંધોમાં ભળીભાખળી ભાળ મળે છે, જાત ઉછીની ઓળખ આપે રસ્તાઓ પણ બળવત્તર છે  . શું પૂછું ને જવાબ આપે, એવા…

  • નિર્લેપ દ્રષ્ટિથી – ખલીલ ધનતેજવી

    તમારા ઘરનાં દીવા રાતે રસ્તામાં હતા કે શું ? પવન ફંટાઈ જાશે, એ ભરોસામાં હતા કે શું ?  . ઘરે પહોંચ્યોં તો દરવાજાએ પૂછ્યું ક્યાંથી આવો છો ? સુગંધ આ શેની છે, સાંજે બગીચામાં હતા કે શું ?  . તમારા દિલના ધબકારા અજાણ્યા કેમ લાગે છે ! તમે પણ કાલે તરણેતરના મેળામાં હતા કે શું…

  • સાધુ ઐસા ચાહિએ – હરકિસન જોષી

    ગેરૂઆ વસ્તર નહીં, ભભૂત ભસ્મ નહીં અંગ સાધુ ઐસા ચાહિએ એકલ ઔર નિ:સંગ  . ટીવી પર ચમકે નહીં આપે નહીં વ્યાખ્યાન સાધુ ઐસા ચાહિએ માન નહીં સન્માન  . આશ્રમ નહીં આસન નહીં, નહીં ટ્રસ્ટ મઠ ધામ સાધુ ઐસા ચાહિએ નહીં સ્થાન નહીં ઠામ  . તિલક છાપ ચંદન નહીં, છત્ર મુગટ નહીં દંડ સાધુ ઐસા ચાહિએ,…

  • વિદ્યાર્થીઓ માટે સફળતાનાં સ્વર્ણિમ સૂત્રો – સ્વામી વિવેકાનંદ

    . (૧) મારાં બાળકો ! યાદ રાખજો કે ડરપોક અને નિર્બળ માણસો જ પાપ કરે છે અને અસત્ય બોલે છે. બહાદુર માણસો હંમેશા નીતિમાન હોય છે. નીતિમાન બનો. બહાદુર અને સહૃદયી બનો.  . (૨) મારા મિત્રો ! તમારા એક સગાભાઈ તરીકે: જીવન અને મૃત્યુમાં તમારા સાથી તરીકે; હું તમને કહેવા માંગુ છું કે આપણે જોઈએ…

  • Home