-
એ જ છે ! – નીરજ મહેતા
આ બધું બનવાનું કારણ એ જ છે ના બને તો પણ અકારણ એ જ છે . ઝેર પણ એ છે ‘ને મારણ એ જ છે રામ તો એ છે જ, રાવણ એ જ છે . માગી લે સઘળું ‘ને આપી દે બધું એ જ દાતા છે ‘ને માગણ એ જ છે . લોહીમાં થાતું જે…
-
ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત
તમે કહો છો ઉદ્ધવ ! એવો શ્યામ નથી નિર્દોષ ! છે કોઈ જગમાં એના સરખો કપટકલાનો કોષ ? . કર્યાં બ્હાવરાં અરધી રાતે, પીડા ખૂબ વધારી; અમે હશું નાગણીઓ ‘ને એ મીઠી મહુવરધારી ! વેણુ વજાડી, રાસ રમાડ્યાં, ચૂમી લીધાં મુખ; અમે અહીં વલવલીએ, એને સિહાંસનનું સુખ ? ! . એ પણ દાઝ્યો સમજો, જે…
-
જ્યાં પ્રભુ છે ત્યાં પ્રકાશ હજો – ઇયાન્લા વાન્ઝાન્ટ
તમે જ્યાં છો ત્યાં પ્રકાશ હજો, પ્રભુ તમે જ મારો પ્રકાશ છો. . તમે જ્યાં છો ત્યાં આનંદ હજો, પ્રભુ તમે જ મારો આનંદ છો. . તમે જ્યાં છો ત્યાં શાંતિ હજો. પ્રભુ તમે જ મારી શાંતિ છો. . મારા જીવનમાં અઢળક સુંદર ચીજો-સાચા સંબંધોના અનુકૂળ અનુભવો હજો. . મારે જે દરેક શુભ વસ્તુ જોઈએ…
-
કાગળની એક હોડી – પરાજિત ડાભી
કાગળની એક હોડી લઈને દરિયો આખો તરવાનો છે, શ્વાસોનાં આ સઢમાં મારી ફૂંક પવનને ભરવાનો છે. . સમજાવી દે વાત સમયને ખૂબ જ મોડો આવે છે એ, અવસર વિત્યા બાદ અમારે શુભ સમય શું કરવાનો છે. . ગીત-ગઝલની ગીતા લખવા પંડિત થઈને જે બેઠા છે, એવા લોકોની પાસે આ કોરો કાગળ ધરવાનો છે. . નાહકની…
-
એક ઈચ્છા – સોનલ પરીખ
એક ઈચ્છા પર ચામડીની જેમ વળગેલા મારા જીવને હું ઉતરડી રહી છું થોડું માંસ ખૂલે છે થોડું લોહી વહે છે કાચકણીની જેમ આંખમાં ખૂંચે છે થોડાં આંસુ ને પથ્થર બંધાય છે બંને પાંખમાં તો પણ ચામડીની જેમ એક ઈચ્છા પર વળગેલા મારા જીવને હું ઉતરડી કાઢું છું. . ( સોનલ પરીખ )
-
સંબંધો – તેજસ દવે
આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ના દીધું આપણે જ પાણીના પરપોટે સંબંધો બાંધવાનું કામ લઈ લીધું . ઉછળતી કૂદતી એ લાગણીઓ પોતાની દરિયામાં ઊંડે જઈ જોડતી સંબંધો રાખવા તો માછલીની જેમ એ પાણી ને કોઈ દિ’ના છોડતી . વાર્તામાં હુંય છું ને વાર્તામાં તુંય છે ને મળવાનું તોય નહિ સીધું ?…
-
હીંચકો – અર્જુનસિંહ કે. રાઉલજી
બાલ્કનીના હીંચકા ઉપર ઝુલતો પવન મારી સાથે ભેદપરાયણ હોવાની ફરિયાદ કરે છે…! કોણ કોની ધારણા છે ? હીંચકો, હું કે પવન…?! ઝાકળની દાઝે ચઢેલ ધૂળ-ઢેફાંનાં રજકણો અણુ તો બોમ્બ થઈ ફાટવાને…! ધૂળભેળો-ફૂલભેળો-પંખીભેળો સાંજના સમયે આજ હીંચકે ઝુલતી બા, રાહ જોતી… જોતજોતામાં ઘરના ખૂણે ડુંગરો થઈ જતાં દફતરો…! એ જ ચડ્ડી અને એ જ થીંગડું કૈં…
-
ભીનાશ – પારસ હેમાણી
ખોવાયેલું હજીયે, પાછું મળી જશે, પણ… આડા હાથે મુકાયેલી, મારી થોડી લાગણીઓમાં… કદાચ હજી એ જ ભીનાશ મળી જાય ‘તો’ જોને જરા !… . ( પારસ હેમાણી )
-
મૃત્યુ – ડો. પ્રદીપ પંડ્યા
(૧) મૃત્યુ એટલે… તમે આંખ બંધ કરી દો અને પછી ખોલવાની નહિ અથવા તમારી આંખ ખુલ્લી હોય અને કોઈ ધીમે રહીને બંધ કરી દે . (૨) રોજ સવારે, બપોરે અને રાત્રિએ એલ્યુમિનિયમના કવરમાંથી થોડી ગોળીઓ બહાર કાઢું છું અને ગળી જાઉં છું, ગોળીઓ ખલાસ થાય તો બીજી લઈ આવું છું, પણ તે દરેક ગોળી સાથે…
-
કેવી રીતે કહીએ ? – ફિલિપ ક્લાર્ક
કેવી રીતે કહીએ ? દર્દ ઉછીનાં લઈને કેવળ મૂંગામંતર ફરીએ કેવી રીતે કહીએ ? . ખુદનો પ્હાણો ખુદના પગ ખુદની પીઠે વાર; પડતા હોઈએ એ જ વેળાએ પડતો કેવો માર ! થાકી પાકી સાંજે પાછા સૂરજની જેમ ઢળીએ. કેવી રીતે કહીએ ? . પગ વાળી ના બેસે ઈચ્છા મન ઉડાઉડ કરતું; વીણી વીણી દુ:ખના સિક્કા…
-
Home