Home

  • સ્મિતનું નામ – કુમાર જૈમિની શાસ્ત્રી

    અણગમતું કે મનગમતું એ કહેવું ક્યાં સહેલું છે હોઠ સુધી આવેલા સ્મિતનું નામ સતત અટકેલું છે  . કંઈક મનોમન કહો-સાંભળો સ્વગત ઘટે તે ઠીક- કાન વગર પણ દીવાલ સાંભળે પરંપરાગત બીક-  . સૌને સૌની મમત મુબારક, મમત મુજબનું ઘેલું છે હોઠ સુધી આવેલા સ્મિતનું નામ સતત અટકેલું છે  . સ્વપ્નલોકમાં ખૂલે ઝરૂખા શાંત અને ગમગીન-…

  • કોણ રોકી શકે – ભાવિન ગોપાની

    એક પંખી ગગનમાં ઊડી જાય તો કોણ રોકી શકે ? ને હૃદય વૃક્ષનું જો તૂટી જાય તો કોણ રોકી શકે ?  .  સ્વપ્નના વૃક્ષને ના ધરી હો ધરા ક્યાંય ઉગવા છતાં વૃક્ષ દીવાલમાંથી ઊગી જાય તો કોણ રોકી શકે ?  . આ જીવનમાં પ્રથમ વાર માણીને વરસાદની સાંજ જો- કોઈ ફૂદાંને પાંખો ફૂટી જાય તો…

  • મા એટલે…(અગિયારમી માસિક શ્રદ્ધાંજલિ)

    * * * VID-20130601-WA0007 * * * * * * जाड़े की जब धूप सुनहरी अंगना में छा जाती है बगिया की माटी में तुलसी जब औंचक उग आती है माँ की याद दिलाती है हो अज़ान या गूँज शंख की जब मुझसे टकराती है पाँवों तले पड़ी पुस्तक की चीख हृदय में आती है…

  • ગંગાસતી – પ્રણવ પંડ્યા

    એકતારાનો મળ્યો છે વારસો, ગંગાસતી તોય બેધારુ જીવે છે માણસો, ગંગાસતી  . રાંક થઈને ર’યા, ન ભક્તિ થઈ છતાંયે, કેમકે કો’ક અંદરથી કરે છે કારસો, ગંગાસતી  . એક રાશિ ને પ્રવાસી બેય એક જ પંથના પાનબાઈ શો મને પણ જાણશો, ગંગાસતી  . શબ્દ છે શીલવંત સાધુ, વારેવારે હું નમું શીખવે જે જીવવાના સાહસો, ગંગાસતી  .…

  • અધૂરી વાત – પ્રણવ પંડ્યા

    સવાયા શબ્દનો સ્વસ્તિક કરીને મૌન થઈ જાઉં મને આવડતા બે ટહુકા ધરીને મૌન થઈ જાઉં  . બધે અંધારપટ છે લાગણીનો જાણું છું, તો પણ હું કોઈ આગિયા શો સંચરીને મૌન થઈ જાઉં  . નથી ઊંચકી શકાતો ભાર ભાવુકતાનો ભાષાથી નજરથી વાત કરું, તુર્ત જ કરીને મૌન થઈ જાઉં  . અવાજો પર્ણને નહિ, બસ પવનને હોય…

  • નગર – શીતલ જોશી

    હતું શું, છે નગરમાં આપના બોલો રહ્યું શું છે નગરમાં આપના બોલો  . અજાણ્યા થઈ મળે છે એકબીજાને થયું શું છે નગરમાં આપના બોલો  . ગલી, ઘર, બારણાં, બારી અને ભીંતો નવું શું છે નગરમાં આપના બોલો  . તળિયેથી ઉલેચીને બધ્ધું પી ગયાં વધ્યું શું છે નગરમાં આપના બોલો  . ન ખાલીપો, ન પડછાયા નથી…

  • સારું છે તમને – શીતલ જોશી

    સારું છે તમને એની જાણ નથી મારા ભાથામાં એક્કે બાણ નથી  . હું તને ઓળખું છું એ રીતે આપણે કોઈ ઓળખાણ નથી  . એ જ હાંફી ગયા જે કહેતા’તા જિંદગી ઢાળ છે ચઢાણ નથી  . અવગણ્યો એટલે સલામત છું એકે બાજુથી ખેંચતાણ નથી  . ભીંત પર બેઉ હાથના થાપા આથી સાદું બીજું લખાણ નથી  .…

  • દોડતા દોડતા – શીતલ જોશી

    દોડતા દોડતા હાંફવાનું નહીં જિંદગી જીવતા થાકવાનું નહીં  . આથમે સૂર્ય માથે ચડેલો છતાં રાત પડશે એવું ધારવાનું નહીં  . પ્રેમ જેવું કશું આપવું જો પડે આપવાનું, કદી માગવાનું નહીં  . એક ખીલ્લી હલે છે હજી ભીંત પર ભારપૂર્વક કશું ટાંગવાનું નહીં  . એક બે વેંત ઊંચા ફરે, છો ફરે કોઈનું કદ કદી માપવાનું નહીં…

  • કરામત – દિનેશ કાનાણી

    તોપખાનામાં સલામત હોય છે એ જ શાંતિની કરામત હોય છે . સ્થાન સૌને ના મળે કૈં સ્વર્ગમાં એ જગાઓ તો અનામત હોય છે !  . પાનખર જેને કહીએ આપણે વૃક્ષની ઝીણી મરામત હોય છે  . એમ લાગે છે હવે આ જીવને હર ઘડી જાણે કયામત હોય છે  . છે પનારો કાવ્ય સાથે દિલ તણો દોસ્ત…

  • તો જ આવું – દિનેશ કાનાણી

    છળકપટથી દૂર રાખે તો જ આવું વાતને મંજૂર રાખે તો જ આવું  . પાનખર તો કોઈને પણ ક્યાં ગમે છે ? આંગણુ ઘેઘૂર રાખે તો જ આવું . આવવું છે એટલે તો હું કહું છું જીવને મજબૂર રાખે તો જ આવું  . એક બે છાંટા નથી ગમતા કદીયે લાગણીનું પૂર રાખે તો જ આવું  .…

  • Home