Home

  • સરનામું – તેજસ દવે

    આંખોના ઓરડામાં બેઠેલી ઈચ્છાએ સપનાનું સરનામું પૂછ્યું…  . ઉંમરનો થાક હવે વરતાતો જાય અને સુઝેલા ઘાવ નહિ રુઝે શૈશવના વીતેલા દિવસોની યાદ હવે આંખો ને કેમ કરી સૂઝે ?  . આંખોની આરપાર આવેલા આંસુને સહેજ અમે ટેરવાથી લૂછ્યું આંખોના ઓરડામાં બેઠેલી ઈચ્છાએ સપનાનું સરનામું પૂછ્યું  . હમણાં લગ જે દીવો અજવાળા પાથરતો આજે એ અંધારે…

  • આ જગત – ધ્વનિલ પારેખ

    આ જગત એ રીતે સમજાતું રહ્યું, એટલે ભીતરથી સર્જાતું રહ્યું.  . રાતભર ઓશીકું ભીંજાતું રહ્યું, રાતભર એ દ્રશ્ય ભજવાતું રહ્યું.  . કોણે પેલે પાર બોલાવ્યો મને ? એ ઘડીથી મન આ બદલાતું રહ્યું.  . હા, મરણની કૂંપળો ફૂટી ગઈ, ધીમે ધીમે ઝાડ ફેલાતું રહ્યું.  . શત્રુ સામે હોય એવું ક્યાં લખ્યું ? ભીતરે પણ યુદ્ધ…

  • મનની ચોપાટ – તેજસ દવે

    દરિયાની રેતીમાં ચીતરેલું નામ તારું દરિયાના મોજાં સંગ વહેતું છીપલાની જેમ હુંય આવતો કિનારે ને દરિયામાં ધ્યાન પછી રહેતું  . ભૂરું આકાશ અને ધરતી ક્ષિતિજ પર લાગે છે દૂર છતાં પાસે આપણીય વચે દીવાલ જાય તૂટી તો આપણેય મળવાનું થાશે.  . આવજો કહીને તારા લંબાતા હાથને મારાથી દૂર કોણ લેતું ? દરિયાની રેતીમાં ચીતરેલું નામ…

  • ખાલીપો – તેજસ દવે

    રાધાએ પાડેલી તરફડતી ચીસ અને વેદના તો કેમ કરી માપું શામ તમે આવો તો ભીતરનો ખાલીપો થોડો હું તમને પણ આપું  . ગોકુળને ગામ તમે આવો ના શામ તો રાધાને મથુરા લઈ આવું અંધારું થાય પછી પૂનમ થઈ જાય એવો ચાંદો હું રોજ ક્યાંથી લાવું ?  . ઘેર ઘેર ઉગ્યો વિયોગ તારા નામનો હું કરવતથી…

  • લઘુકાવ્યો – સુરેશ દલાલ

    (૧) હું તને પ્રેમ કરું છું એની માત્ર મને ખબર છે. પણ તારી કને એકરાર કઈ રીતે કરવો એની સૂઝ હજી સુધી પડતી નથી.  . (૨) રાતના જાગી જાઉં છું ત્યારે અચાનક ઓશિકાને વળગી પડું છું. તું ન હોય તો શું કરું ? છે કોઈ જવાબ તારી કને ?  . (૩) ચિતાના લાકડા જેવાં દરિયાનાં…

  • લઘુકાવ્યો – સુરેશ દલાલ

    (૧) મારી બારીના આંધળા કાચ પર રાતે કોનો પડછાયો આવ-જા કરે છે ? . (૨) કાગડાને ભલે મોરના પીંછા પહેરાવો પણ એ કેકારવ નહીં કરી શકે.  . (૩) એકલી એકલી મીણબત્તી બળતી રહી… અજવાળું પાથર્યાનો આનંદ લૂંટવાને બદલે બળતરાની વ્યથા ઘૂંટતી રહી… . (૩) કોઈ દારૂડિયાએ નશામાં કહેલી રમૂજ જેવી લાગ્યા કરે છે જિંદગી. એના…

  • આથમતી સંસ્કૃતિનો છેલ્લો જ્યોતિ – નાનાભાઈ ભટ્ટ

    ‘મહાભારત’નાં મૂળમાં શાંતનુની કામવાસના પડેલી જોઈએ છીએ. એટલે જ એના વંશજોનો, કૌરવો-પાંડવોનો નાશા થયો. જ્યારે જ્યારે મોટાં મોટાં સામ્રાજ્યો પડ્યાં છે ત્યારે ત્યાંના લોકો વિષયવાસનામાં, ઉચ્છૃંખલતામાં અને મોજશોખમાં પડી ગયા હોય છે.  . પાંડવોના બાર વરસના વનવાસ દરમ્યાન દુર્યોધનના રાજવહીવટમાં લોકો પાંડવોને પણ ભૂલી ગયા હતા. પણ કૌરવોને રાજનીતિમાં એક વસ્તુની ખામી હતી અને તે…

  • …પ્રવેશું છું ગઝલમાં – લલિત ત્રિવેદી

    કવિમિત્રો ! દુઆ કરજો… હુનર લૈને પ્રવેશું છું ગઝલમાં હું રણઝણતી કલમનો સ્વર મુખર લૈને પ્રવેશું છું ગઝલમાં . ઇનાયત હો… કે ખુશનુમા પ્રહર લૈને પ્રવેશું છું ગઝલમાં હું ઝાકળમય બગીચાની લહર લૈને પ્રવેશું છું ગઝલમાં  . નજર કરજો કે રજ સરખી બહર લૈને પ્રવેશું છું ગઝલમાં કિરણના તંતુ ભીતર રહગુજર લૈને પ્રવેશું છું ગઝલમાં…

  • કવિ – અજય સરવૈયા

    (૧) કવિ જેવો હોય છે તેવો દેખાતો નથી, જેવો દેખાય છે તેવો હોતો નથી, વળી જેવો દેખાવાનો પ્રયત્ન કરે છે તેવો તો બિલકુલ હોતો નથી. હોવા અને દેખાવા વચ્ચે ઘણો ભેદ છે એવું કેટલાક માને છે. હોવું અને દેખાવું અભિન્ન છે કેટલાક એવું પણ માને છે. કવિએ કેવા દેખાવું જોઈએ ? કવિએ કેવા હોવું જોઈએ…

  • ત્યાં જવું છે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

    રાહ મારી હું જ જ્યાં જોતો નિરંતર ત્યાં જવું છે, હું અને કુદરત અને જ્યાં માત્ર ઈશ્વર ત્યાં જવું છે.  . ને શિખર, કેડી મહેકતાં જંગલો-ઝરણાં ઊછળતાં, ના તસુભરનુંય લાગે કોઈ અંતર ત્યાં જવું છે.  . મૌન કેવળ મૌન ધબકારા હૃદયના સંભળાતા, ને સ્વયમ હોવા પણું થઈ જાય અવસર ત્યાં જવું છે.  . લાગણીનું, ભાવનું,…

  • Home