Home

  • લઘુકાવ્યો – સુરેશ દલાલ

    (૧) મારી બારીના આંધળા કાચ પર રાતે કોનો પડછાયો આવ-જા કરે છે ? . (૨) કાગડાને ભલે મોરના પીંછા પહેરાવો પણ એ કેકારવ નહીં કરી શકે.  . (૩) એકલી એકલી મીણબત્તી બળતી રહી… અજવાળું પાથર્યાનો આનંદ લૂંટવાને બદલે બળતરાની વ્યથા ઘૂંટતી રહી… . (૩) કોઈ દારૂડિયાએ નશામાં કહેલી રમૂજ જેવી લાગ્યા કરે છે જિંદગી. એના…

  • આથમતી સંસ્કૃતિનો છેલ્લો જ્યોતિ – નાનાભાઈ ભટ્ટ

    ‘મહાભારત’નાં મૂળમાં શાંતનુની કામવાસના પડેલી જોઈએ છીએ. એટલે જ એના વંશજોનો, કૌરવો-પાંડવોનો નાશા થયો. જ્યારે જ્યારે મોટાં મોટાં સામ્રાજ્યો પડ્યાં છે ત્યારે ત્યાંના લોકો વિષયવાસનામાં, ઉચ્છૃંખલતામાં અને મોજશોખમાં પડી ગયા હોય છે.  . પાંડવોના બાર વરસના વનવાસ દરમ્યાન દુર્યોધનના રાજવહીવટમાં લોકો પાંડવોને પણ ભૂલી ગયા હતા. પણ કૌરવોને રાજનીતિમાં એક વસ્તુની ખામી હતી અને તે…

  • …પ્રવેશું છું ગઝલમાં – લલિત ત્રિવેદી

    કવિમિત્રો ! દુઆ કરજો… હુનર લૈને પ્રવેશું છું ગઝલમાં હું રણઝણતી કલમનો સ્વર મુખર લૈને પ્રવેશું છું ગઝલમાં . ઇનાયત હો… કે ખુશનુમા પ્રહર લૈને પ્રવેશું છું ગઝલમાં હું ઝાકળમય બગીચાની લહર લૈને પ્રવેશું છું ગઝલમાં  . નજર કરજો કે રજ સરખી બહર લૈને પ્રવેશું છું ગઝલમાં કિરણના તંતુ ભીતર રહગુજર લૈને પ્રવેશું છું ગઝલમાં…

  • કવિ – અજય સરવૈયા

    (૧) કવિ જેવો હોય છે તેવો દેખાતો નથી, જેવો દેખાય છે તેવો હોતો નથી, વળી જેવો દેખાવાનો પ્રયત્ન કરે છે તેવો તો બિલકુલ હોતો નથી. હોવા અને દેખાવા વચ્ચે ઘણો ભેદ છે એવું કેટલાક માને છે. હોવું અને દેખાવું અભિન્ન છે કેટલાક એવું પણ માને છે. કવિએ કેવા દેખાવું જોઈએ ? કવિએ કેવા હોવું જોઈએ…

  • ત્યાં જવું છે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

    રાહ મારી હું જ જ્યાં જોતો નિરંતર ત્યાં જવું છે, હું અને કુદરત અને જ્યાં માત્ર ઈશ્વર ત્યાં જવું છે.  . ને શિખર, કેડી મહેકતાં જંગલો-ઝરણાં ઊછળતાં, ના તસુભરનુંય લાગે કોઈ અંતર ત્યાં જવું છે.  . મૌન કેવળ મૌન ધબકારા હૃદયના સંભળાતા, ને સ્વયમ હોવા પણું થઈ જાય અવસર ત્યાં જવું છે.  . લાગણીનું, ભાવનું,…

  • મળ્યા’તા – હર્ષ બ્રહ્મભટ્ટ

    કૈંકને મૂર્તિમહીં પથ્થર મળ્યા’તા, કૈંકને રસ્તે જતાં ઈશ્વર મળ્યા’તા.  . ને પછી અંતર રહ્યાં જન્મોજનમનાં, જેમની સાથે અહીં અંતર મળ્યા’તા.  . સાવ સાચા લાગતા માણસ કનેથી, સાવ ખોટા ઉમ્રભર ઉત્તર મળ્યા’તા.  . રોજ ઝગડી છેવટે છૂટા પડ્યા જે, બેઉ જણના ખૂબ જન્માક્ષર મળ્યા’તા.  . ઊજવ્યા સૌએ ભરીને રંગ મનના, એકસરખા સર્વને અવસર મળ્યા’તા.  . (…

  • ડાળ મારી – ખલીલ ધનતેજવી

    ડાળ મારી, પાંદડાં મારાં હવા મારી નથી, ઝાડ કરતાં સ્હેજ પણ ઓછી વ્યથા મારી નથી.  . કાલ પહેરેદારને પીંજરના પક્ષીએ કહ્યું, જે દશા તારી થઈ  છે એ દશા મારી નથી.  . જેમાં સૌને પોતપોતાની છબિ દેખાય ના, એ ગઝલ મારી નથી, એ વારતા મારી નથી.  . મારવા ચાહે તો આંખોમાં ડુબાડી દે મને, આમ આ…

  • માણસની વસ્તી – અશરફ ડબાવાલા

    માણસની વસ્તી જોને મને છોડતી નથી, મારીયે હસ્તી જોને મને છોડતી નથી.  . હું બંદગી કરું તો કરું કેમ કોઈની ? આ લયપરસ્તી જોને મને છોડતી નથી.  . ઊડવાથી પર થવાનાં છે કારણ અનેક પણ, પાંખો અમસ્તી જોને મને છોડતી નથી.  . નહિતર તો માહિતીના શિખર પર બિરાજું છું, જૂની આ પસ્તી જોને મને છોડતી…

  • પ્રાર્થના – સુરેશ દલાલ

    અમે તારી પાસે માગીમાગીને માગીએ છીએ શું ? અમે અશક્તિમાન છીએ અને તું શક્તિમાન. એથી તો તું ભગવાન. અમારી નિર્બળતાને અમે બરાબર જાણીએ છીએ. હે પ્રભ ! તું અમને મન-વચન-કર્મની એકતા આપ. અમારામાં અસંખ્ય વિરોધો અને વિરોધાભાસો છે. અમને સંવાદિતા આપ-પછી પવિત્ર શાંતિ અને શાંત પવિત્રતા આપોઆપ પ્રકટશે. અમારો ચહેરો સોનાનો હોય અને પગ માટીના…

  • પ્રાર્થના – સુરેશ દલાલ

    આ સમગ્ર વિશ્વ તારું છે તો અમે કેમ તારા નહીં ? તારા પરનો અમારો અધિકાર ચૂકવા માગતા નથી. તારા દરિયામાં મારે માછલી થઈને તરવું હોય તો હું પરવાનગી લઈશ નહીં. તારા વૃક્ષ પર મારે પંખી થઈને ટહુકવું હોય તો હું તને પૂછીશ નહીં. તારા હોઠ પર હું પ્રકટીશ સ્મિત થઈને અને ગીત થઈને. મારે તો…

  • Home