ખતવણી

“જો સવારના પહોરમાં

મને મસાલા ચા ન મળે

તો મારો દિવસ કદી ઊગતો નથી

ઓપરેશન થિયેટરમાં જાઊં છું

મરણશીલ કેટલાક દર્દીઓને

હું દવાઓ આપું છું

એમની પરિસ્થિતિ જોઈ માપીને

નક્કી કરવાનો પ્રયત્ન કરું છું

કે મારે એમને ઓકસિજન

આપવો કે નહીં

નાઈટ્રસ ઓકસાઈડ હેલોથેન

અને પેથિડિન

એમને માપસર આપું છું

ફરી ફરીને એમની નાડ તપાસું છું

માપું છું બ્લડપ્રેશર

ડાબા હાથની નસમાં

હું સેલાઈન આપું છું

જો અનિવાર્ય હોય તો

એમના જમણા હાથે લોહી ચઢાવું છું

આમ ને આમ વીતી જાય છે

સાંજ પહેલાંનો સમય

સાંજના જો હું શહેરમાં

એકાદ આંટો ન મારું

તો મને વિષાદ ઘેરી વળે છે

સાંજે સંગીત સાંભળું છું

અથવા નિંદાકૂથલીમાં પડું છું

અથવા મારા રૂમમાં એકલી

અભ્યાસ કરું છું

મધ્યરાત્રિએ મારી શૈયામાં

હું પડું છું સાવ એકલી

હું ઝંખું છું કે કોઈક હાથ આવે

અને મારા ચહેરાને સહેજ ઊંચકે

અને એના બે હોઠ મારા હોઠને ચૂમે

ઉત્કટ ચુંબન વિના મારી રાત કદી

ઊગતી નથી.”

( તસ્લીમા નસરીન )

Share this

14 replies on “ખતવણી”

 1. Dear Manmoji,
  Excellent web site (બ્લોગર). We here in USA do not get to read about new and old gujarati stuff. Your બ્લોગર site helps us reduce the western stress.
  Thanks

 2. Dear Manmoji,
  Excellent web site (બ્લોગર). We here in USA do not get to read about new and old gujarati stuff. Your બ્લોગર site helps us reduce the western stress.
  Thanks

 3. તસલીમાનું સાહિત્ય ગુજરાતીમાં ઊતરતું રહેવું જોઇએ. ગુજરાતી વાચકોએ આ વિદ્રોહી લેખિકાને સમજવા માટે એ જરૂરી છે.

 4. તસલીમાનું સાહિત્ય ગુજરાતીમાં ઊતરતું રહેવું જોઇએ. ગુજરાતી વાચકોએ આ વિદ્રોહી લેખિકાને સમજવા માટે એ જરૂરી છે.

 5. Nice poem. There are lot of doctor-poets in Gujarati. but only once in a while you see them writing about their profession or using their professional experience.

 6. Nice poem. There are lot of doctor-poets in Gujarati. but only once in a while you see them writing about their profession or using their professional experience.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.