અહમની સરહદોમાંથી…-રાઝ નવસારવી

અહમની  સરહદોમાંથી  નીકળવું ખૂબ અઘરું છે

અને  સંગમના પાણી જેમ મળવું ખૂબ અઘરું છે

કોઈ  મહેણું  નહીં  મારે કે મેં કોશિશ નથી કીધી

હું  જાણું  છું કે પત્થરનું પીગળવું ખૂબ અઘરું છે

હું  જઈ  એકાંતમાં  બેઠો  છતાંયે  ફેર ન  પડ્યો

જગતની ભીડમાં તો ખુદને મળવું ખૂબ અઘરું છે

ખુદાનું  નામ લઈ આગળ વધો કેડી મરણની છે

જીવન  પંથે અહીંથી પાછા વળવું ખૂબ અઘરું છે

ફરી દુર્ઘટના જેવો રાઝ આ મારો દિવસ ઉગ્યો

સૂરજની  જેમ  ધીમે  ધીમે ઢળવું ખૂબ અઘરું છે

 

 

( રાઝ નવસારવી )

10 thoughts on “અહમની સરહદોમાંથી…-રાઝ નવસારવી

  1. હું જઈ એકાંતમાં બેઠો છતાંયે ફેર ન પડ્યો

    જગતની ભીડમાં તો ખુદને મળવું ખૂબ અઘરું છે

    બહુ સરસ. બધા જ શેર અર્થસભર.

    Like

  2. હું જઈ એકાંતમાં બેઠો છતાંયે ફેર ન પડ્યો

    જગતની ભીડમાં તો ખુદને મળવું ખૂબ અઘરું છે

    બહુ સરસ. બધા જ શેર અર્થસભર.

    Like

  3. અહમની સરહદોમાંથી નીકળવું ખૂબ અઘરું છે

    અને સંગમના પાણી જેમ મળવું ખૂબ અઘરું છે

    very nice creation ….

    Like

  4. અહમની સરહદોમાંથી નીકળવું ખૂબ અઘરું છે

    અને સંગમના પાણી જેમ મળવું ખૂબ અઘરું છે

    very nice creation ….

    Like

Leave a comment