હેતનો અનગળ ખજાનો-સ્નેહી પરમાર

હેતનો અનગળ ખજાનો ખૂલશે

બંધ થાશે દ્વાર પાંખો ખૂલશે

ખૂલવાનો અર્થ જાણી લો પ્રથમ

દ્વાર ખખડાવો, દીવાલો ખૂલશે

દુનિયાની કોઈ પણ દુર્ગમ જગા

જાતના ભોગળ હટાવો, ખૂલશે

ફૂલની સમજણ લઈ ખખડાવજો

ખોલનારો આખ્ખે-આખ્ખો ખૂલશે

ત્યારે તારાં દ્વાર થાશે દ્વારકા

મારી ભીતરનો સુદામો ખૂલશે

ખૂલવા ઉપર લખી આખ્ખી ગઝ્લ

ક્યારે સ્નેહી તારી આંખો ખૂલશે

( સ્નેહી પરમાર )

4 thoughts on “હેતનો અનગળ ખજાનો-સ્નેહી પરમાર

  1. નર્યું ને નીતર્યું તત્વજ્ઞાન પીરસતી ગઝલ !

    આટલા સાદા શબ્દોમાં આટલી ઉંચી ફીલસુફી સર્જનની તાકાત બતાવે છે. સુંદર, મનભાવન ગઝલ.

    “જાતની ભોગળ” તથા “તારી ભીતરનો સુદામો” એમ ન જોઈએ ? ગઝલમાં વીરામચીહ્નોની ગેરહાજરી પણ જણાય છે.

    Like

  2. નર્યું ને નીતર્યું તત્વજ્ઞાન પીરસતી ગઝલ !

    આટલા સાદા શબ્દોમાં આટલી ઉંચી ફીલસુફી સર્જનની તાકાત બતાવે છે. સુંદર, મનભાવન ગઝલ.

    “જાતની ભોગળ” તથા “તારી ભીતરનો સુદામો” એમ ન જોઈએ ? ગઝલમાં વીરામચીહ્નોની ગેરહાજરી પણ જણાય છે.

    Like

Leave a comment