આજ-રાવજી પટેલ

 

આજ આખોય દિવસ મચ્યો વરસાદ

કાલ બપોર લગી ન હતું કશુંય

તે સડકની ધાર પર ઘાસ ગર્ભકોમલ ડોકાઈ આવ્યું.

પગરખાં મહીં થોડી કનડીઓ હરેફરે…

મારે જવું-જવું-

મારે બેસવું છે ઘાસ પાસે.

આસપાસના મકાનોમાં ભીનીમદ ભરી હોય માટી એવું શાંત.

અરે, કોકને શાક લેવા પણ નથી જવું?’

મારે જવું; જવું-

કોણ ટૂંટિયું વાળીને પડ્યું માર્ગ પર?

સૂર્ય? મારી ઈચ્છારૂપે ક્યારનો ભીંજાય?

આ ગોરંભાયો ગાજે આજે મેઘસ્વર ઘુરુરુરુ ઘેર ઘેર

નેવે નેવે વહે પથ પર ખળખળ

ખુલ્લી બખ બારીઓ સકલ અંધ મનુષ્યની આંખો જેવી.

અલ્યા, કોઈને પોષ્ટઓફિસેય નથી જવું?’

મારે, જવું જવું-પણ કોને લખું?

( રાવજી પટેલ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.