તારા શહેરમાં – મધુસૂદન પટેલ

રહી ગયા સડકો ઉપર ગુલમ્હોર તારા શહેરમાં,

ને કરે ઘરને સુશોભિત થોર તારા શહેરમાં.

મેં દીધેલા સાદને બિનવારસી માની લીધો,

કેટલો નિષ્ઠુર છે આ શોર તારા શહેરમાં.

ગામડેથી બાતમી હમણાં મને એવી મળી,

એક દિલના હોય છે બે ચોર તારા શહેરમાં.

વાયરા વરસાદના આવે અને લાગે મને,

વાયરાને પણ ફૂટે છે ન્હોર તારા શહેરમાં.

બસ મધુની લાગણી એ કારણે જીવતી રહી,

એક દિ જોયો અચાનક મોર તારા શહેરમાં.

( મધુસૂદન પટેલ )

8 thoughts on “તારા શહેરમાં – મધુસૂદન પટેલ

  1. રહી ગયા સડકો ઉપર ગુલમ્હોર તારા શહેરમાં,
    ને કરે ઘરને સુશોભિત થોર તારા શહેરમાં.

    એકદમ સાચી વાત.

    રહી ગઈ સાચી ગુજરાતી પુસ્તકોમાં

    ઉંઝા ફરી વળી છે બ્લોગ જગતમાં

    Like

  2. રહી ગયા સડકો ઉપર ગુલમ્હોર તારા શહેરમાં,
    ને કરે ઘરને સુશોભિત થોર તારા શહેરમાં.

    એકદમ સાચી વાત.

    રહી ગઈ સાચી ગુજરાતી પુસ્તકોમાં

    ઉંઝા ફરી વળી છે બ્લોગ જગતમાં

    Like

  3. તારા શહેરમાં …
    દીવો મુકીને તિમીરને ગવાય છે.
    – જ. બક્ષી.

    Like

  4. તારા શહેરમાં …
    દીવો મુકીને તિમીરને ગવાય છે.
    – જ. બક્ષી.

    Like

Leave a comment