ઉદાસી આ સૂરજની – ભગવતીકુમાર શર્મા

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે

તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે

મને ઉંબરે એકલો છોડી દઈને

હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચઢી છે

અનુભવ છે દરિયાના તોફાનનો પણ

આ રેતીમાં હોડી ખરાબે ચઢી છે

લખ્યું તું કદી નામ મારું તમે જ્યાં

મધુમાલતી એ જ ભીંતે ચઢી છે

ઘણાં રૂપ લઈ લઈને જન્મે છે સીતા

હવે લાગણી પણ ચિતાએ ચઢી છે

જરા ગણગણી લઉં તમારી સભામાં

ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે

( ભગવતીકુમાર શર્મા )

Share this

4 replies on “ઉદાસી આ સૂરજની – ભગવતીકુમાર શર્મા”

  1. અનુભવ છે દરિયાના તોફાનનો પણ

    આ રેતીમાં હોડી ખરાબે ચઢી છે

    સુંદર પંક્તિઓ છે.

  2. અનુભવ છે દરિયાના તોફાનનો પણ

    આ રેતીમાં હોડી ખરાબે ચઢી છે

    સુંદર પંક્તિઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.