ખબર નથી – આહમદ મકરાણી

વરસો સુધી જીવો છતાં પળની ખબર નથી,

અસ્તિત્વના દરિયા તને તળની ખબર નથી.

જીવન મહીં છે કેટલા ઉત્સાહની ખપત?

નહિતર જુઓ હનુમંતને બળની ખબર નથી.

યમ તો બિછાવે ફાંસલા માનવજીવન મહીં,

બેખૌફ થૈ માનવ જીવે, છળની ખબર નથી.

ક્યારે થતું એ બંધ ને ક્યારે ખૂલી જતું,

આ દ્વારને તો કોઈ સાંકળની ખબર નથી.

જીવ્યા કરું છું હું, કશી પણ જાણ ક્યાં મને,

વૃક્ષો કને તો એક પણ ફળની ખબર નથી.

( આહમદ મકરાણી )

3 thoughts on “ખબર નથી – આહમદ મકરાણી

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.