તને સ્પર્શીને – જ્યોતિષ જાની

તને સ્પર્શીને આવેલો

પવન

મારી આંગળીઓનાં ટેરવાં ઉપર

જે લિપિ

લખી જાય છે

એને ઉકેલવા હું આકાશ સામે

હાથ ધરીને ઊભો રહું છું.

લિપિ ઊકલી રહે છે ત્યારે

આખું આકાશ

મારી આંગળીઓના ટેરવામાં

સમાઈ જાય છે.

એ આકાશમાં હું મને તો

શોધ્યો ય જડતો નથી

જ્યાં જોઉં-

સર્વત્ર તું જ તું!

( જ્યોતિષ જાની )

2 thoughts on “તને સ્પર્શીને – જ્યોતિષ જાની

Leave a reply to ઊર્મિ Cancel reply