નવું વરસ

હે પ્રભુ…

કોઈ ભૂખ્યાના ઘરે

જેમ ચૂલો સળગે

રોટલીની સુગંધ ફેલાય

અને તપેલીમાં દાળ ખદખદે

હે પ્રભુ, એવું કરો કે

કંઈક કોઈ સૂકું ખેતર દેખાય

તો એની વ્યથાથી

આકાશનું હૈયું ભરાઈ જાય

ગડગડાટ જેવા સિસકારાની સાથે

આંખોનો બંધ તૂટે

અને સમવેદનાનાં નિર્મળ આંસુઓથી

દરેક ફસલની તરસ છિપાય

હે પ્રભુ

કંઈક આ રીતે નવું વરસ આવે.

ક્યાંક કોઈ ગોળી ન છૂટે

ધનુષમાંથી કોઈ બાણ ન નીકળે

કોઈ ક્રોંચની જોડી ન તૂટે

અને કોઈ પણ વધ જોયા વગર જ

દરેક વાલ્મીકિને

કોઈ નવો છંદ મળી જાય

હે પ્રભુ

કંઈક આવી રીતે નવું વરસ આવે.

( સીતેશ આલોક, અનુ: સુશી દલાલ )

5 thoughts on “નવું વરસ

  1. HEART TOUCHING, EXCELLENT, SUPERB AND KABILE TARIFF.

    YOU R SEEMS 2 BE VERY CREATIVE.

    HAPPY DIWALI & PROSPEROUS NEW YEAR.

    RAMESH MEHTA

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.