એક પંખી-મંગળ રાઠોડ

એક પંખી

ઊડીને

જઈ બેઠું

દૂરના એક ઝાડ પર

ને સમજાઈ ગયો મને

આપણો સંબંધ!

કેટલું સ્વાભાવિક હોય છે

એક પંખીનું ઊડી જવું!

એ ન ઊડી જાય

તો જ  લાગે નવાઈ.

બસ આટલી જ વાત છે.

આટલી અમથી વાત પર

તું રડે છે?

જો ઊડીને

આવી રહ્યું છે દૂરથી

એક પંખી બીજું

તારી તરફ.

થાય છે હવે તું ખુશ.

બસ આટલી જ વાત છે.

આટલી અમથી વાત પર

હજીય ક્યાંક કોઈક રડે છે….!

( મંગળ રાઠોડ )

Share this

4 replies on “એક પંખી-મંગળ રાઠોડ”

  1. પંખીનું ઉડવું અને સ્વજન કે પ્રેમપાત્રનું જવું – એ એક જ વાત નથી.
    એ વાત પર પંખી પણ રડતાં હોય છે.
    હા1 અભીગમ બદલી દુખ હળવું જરુર કરી શકીએ.

  2. પંખીનું ઉડવું અને સ્વજન કે પ્રેમપાત્રનું જવું – એ એક જ વાત નથી.
    એ વાત પર પંખી પણ રડતાં હોય છે.
    હા1 અભીગમ બદલી દુખ હળવું જરુર કરી શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.