ફોન કરજે…!-રિષભ મહેતા

સૂરજ આથમે તો તરત ફોન કરજે…!

કશું ટમટમે તો તરત ફોન કરજે…!

બધા અણગમા ને બધી ચીઢ વચ્ચે-

કશુંક પણ ગમે તો તરત ફોન કરજે…!

મને કોઈ ગમતું નથી આ જગતમાં-

તને જો ગમે તો તરત ફોન કરજે…!

કદી કોઈ સપનાની હત્યાને દેખી

હ્રદય કમકમે તો તરત ફોન કરજે…!

હું ત્રાસી ગયો છું સખત કોલાહલથી

કશું છમછમે તો તરત ફોન કરજે…!

પ્રણયની હજી તો શરૂઆત છે આ

એ ઊભરો શમે તો તરત ફોન કરજે…!

હિમાલય છે એ હું ય જાણું છું કિન્તુ-

કદી એ નમે તો તરત ફોન કરજે…!

કદી અશ્રુ પણ રક્તબિન્દુની જેમ જ-

નયનમાં ઝમે તો તરત ફોન કરજે…!

( રિષભ મહેતા )

Share this

8 replies on “ફોન કરજે…!-રિષભ મહેતા”

  1. જો ફોન ના હોત અને આટલું બધું બની ગયું હોત તો શું થાત?
    કોઈ કહી શકે તો કહો જલ્દી જલ્દી.મારી તો નથી કોઈ વિસાત.

  2. જો ફોન ના હોત અને આટલું બધું બની ગયું હોત તો શું થાત?
    કોઈ કહી શકે તો કહો જલ્દી જલ્દી.મારી તો નથી કોઈ વિસાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.