કોઈને કહેશો નહીં-ગૌરાંગ ઠાકર

એક મોકો મેં ગુમાવ્યો, કોઈને કહેશો નહીં,

હું મને ના ઓળખાયો, કોઈને કહેશો નહીં.


આંખને બદલે હ્રદયથી એ મને વાંચી ગયો,

મેં અભણ એને ગણાવ્યો, કોઈને કહેશો નહીં.


શબ્દ કેવળ દ્રશ્યથી અહીં શ્લોક થઈ જાતો નથી,

ક્રોંચવધ હું જોઈ આવ્યો, કોઈને કહેશો નહીં


બસ ખુશીથી જાળમાં એ માછલી કૂદી પડી,

જીવ પાણીથી ધરાયો, કોઈને કહેશો નહીં.


આયનો પ્રતિબિંબ મારું જોઈને બોલ્યો હતો,

જાતમાં તું ભેરવાયો, કોઈને કહેશો નહીં.


એક વેળા ઈશ્વરે પૂછ્યું તને શું જોઈએ?

માગવામાં છેતરાયો, કોઈને કહેશો નહીં .


( ગૌરાંગ ઠાકર )

Share this

4 replies on “કોઈને કહેશો નહીં-ગૌરાંગ ઠાકર”

 1. wah wah jiwan ma magwama ja chhet ra yo.
  what a wonder kavita. Gaurangbhai tamari kalam aavij kavitao pirasti rahe .
  Heenaben thanks for sending such a nice kavita.
  comment by:
  Chandrakant.

 2. wah wah jiwan ma magwama ja chhet ra yo.
  what a wonder kavita. Gaurangbhai tamari kalam aavij kavitao pirasti rahe .
  Heenaben thanks for sending such a nice kavita.
  comment by:
  Chandrakant.

 3. શબ્દ કેવળ દ્રશ્યથી અહીં શ્લોક થઈ જાતો નથી,
  ક્રોંચવધ હું જોઈ આવ્યો, કોઈને કહેશો નહીં

  અદભુત શેર…સુંદર ગઝલ.

 4. શબ્દ કેવળ દ્રશ્યથી અહીં શ્લોક થઈ જાતો નથી,
  ક્રોંચવધ હું જોઈ આવ્યો, કોઈને કહેશો નહીં

  અદભુત શેર…સુંદર ગઝલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.