કવિની ભાષા

ભાષા એ માત્ર માતા નથી.

માતા તો છે જ

-જન્મ આપતી, ધવરાવતી, ખવરાવતી, નવરાવતી, ઉછેરતી.

તો ય ભાષા એ માત્ર માતા નથી

એ છે પિતા-જે છૂટ આપે છે

મિત્ર છે-જે સાથે ચાલે છે

છે શત્રુ-જે આંખમાં આંખ પરોવી સાવધ રાખે છે

પત્ની છે-જે સંતાનમાં-આપણામાં-જુવે છે પોતાનું રૂપ

ને

પ્રેયસી છે જે આસપાસ વિંટળાયેલી છતાં

કદી હાથ નથી આવતી.


( યજ્ઞેશ દવે )

5 thoughts on “કવિની ભાષા

 1. HELLO DEAR FRINEDS

  VERY GOOD

  કવિની ભાષા,
  પોતાનું રૂપ ને પ્રેયસી છે
  જે આસપાસ વિંટળાયેલી છતાં કદી હાથ નથી આવતી.

  ( યજ્ઞેશ દવે )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.