શબ્દસ્પર્ધાની પૂર્વ તૈયારી-ઢ

શબ્દસ્પર્ધાની આજની પૂર્વ તૈયારીમાં મને મારા ભાણિયા રાજ કે. પારેખ એ મદદ કરી છે. રાજ વડોદરામાં અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તેણે આ વર્ષે ધોરણ-૧૦ની પરીક્ષા આપી છે. રાજને વાંચવાનો ઘણો શોખ છે. તેને શબ્દપ્રયોગ કરવાની ઘણી મજા આવી.

શબ્દસ્પર્ધાની પૂર્વ તૈયારી-ઢ

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

1

અક્ષરશૂન્ય; અભણ.

આ કુટુંબના બધા છે.         

2

ઢંક

કાગડો.

ઢંક રોજ અહીં જ બેસે છે.      

3

ઢંકાયેલું

બંધ કરેલું; ઢાંકેલું; આચ્છાદિત.

સવાર થઈ ગઈ છતાં ઘરનું બારણું ઢંકાયેલુ હતું.         

4

ઢંકી

ખાંડણિયો.

ઢંકીમાં મસાલા વાટવામાં આવે છે.

5

ઢંગધડો

વ્યવસ્થા; રીતભાત.

રમેશનું ઘર ઢંગધડા વગરનું હતું.      

6

ઢંડોરચી

ઢંઢેરો પીટનાર માણસ.

આજકાલ ઢંડોરચી જોવા મળતા નથી.     

7

ઢંડેલ

ઢંડેલ

ઢંડેલનું ઢાંકણ હંમેશા ઢાંકીને રાખવું જોઈએ.         

8

ઢઊ

મોટો કદાવર માણસ.

પેલો માણસ ઢઊ દેખાય છે.

9

ઢકળાવું

દુઃખ પામવું; મૂંઝાવું.

મનમાં ને મનમાં ઢકળાવું ન જોઈએ.       

10

ઢકેલચંદ

બેદરકારીથી કામ કરનાર માણસ.

અહીં ઢકેલચંદનું કોઈ કામ નથી.   

11

ઢકેલવું

ધક્કો મારવો; હડસેલવું.

વૃદ્ધને ઢકેલવું ન જોઈએ.         

12

ઢકોસલાં

આભાસ; માયા; મિથ્થા જાળ.

આ જગત ઢકોસલાં સમાન છે.      

13

ઢક્કા

આફત; વિપત્તિ.

ઢક્કાનો કોઈ તો ઉપાય હશે ને. 

14

ઢક્કાઢોલપ્રિયા

અન્નપૂર્ણા દેવી.

ઢક્કાઢોલપ્રિયાનું સ્મરણ કરીને જ જમવું.  

15

ઢક્કાવાદચલજ્જલા

ગંગા નદી.

ઢક્કાવાદચલજ્જલામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે. 

16

ઢગ

ગંજ; ઢગલો; અમુક વસ્તુઓનો મોટો એકત્ર જથ્થો.

હમણાં ને હમણાં આ કચરાનો ઢગ સાફ કર.         

17

ઢગલાબાજી

પત્તાંની એક જાતની રમત.

ચાલ આપણે ઢગલાબાજી રમીએ. 

18

ઢગલાબંઘ

ઘણું; પુષ્કળ; જથ્થાબંઘ; ટોળેટોળાં

આ ખાણમાંથી ઢગલાબંધ સોનું મળતું હતું.  

19

ઢગું

મૂર્ખ; કમઅક્કલ; નાદાન

ઢગુંની વાતનો કોઈ દિવસ વિશ્વાસ ન કરવો. 

20

ઢગો

બળદ; બેલ

ઢગો વૃદ્ધ થઈ ગયો છે.         

21

ઢચકઢચક

પાણી પીતાં થતો અવાજ.

એટલી તરસ લાગી હતી કે આખું ગ્લાસ ઢચકઢચક પી ગયો.   

22

ઢચકાળ

આનંદી; મોજીલું.

એનો સ્વભાવ એકદમ ઢચકાળ છે.       

23

ઢચકાવવું

પી જવું.

હજી કેટલું દૂધ ઢચકાવશો?

24

ઢચર

આડંબર; ખોટો ડોળ.

હવે તેનો ઢચર બધા જાણી ચૂક્યા છે.         

25

ઢચરી

ડોસી; ઘરડી; સ્ત્રી.

ઢચરી બહુ કચકચ કરે છે.      

26

ઢચરો

ઘરડો કે જીર્ણ થઈ ગયેલો માણસ

ઉધરસના કારણે ઢચરાને આખી રાત ઉંઘ ન આવી.         

27

ઢચુપચુ

આનાકાની; હા ના કરવી તે.

જવું કે ન જવું તે અંગે હજુ તેનું મન ઢચુપચુ હતું.         

28

ઢચ્ચી

યુક્તિ; છેતરપિંડી.

તારી એક પણ ઢચ્ચી ચાલશે નહીં.     

29

ઢટ

જાડું કે મજબૂત કપડું.

આશ્રમમાં તેને ઢટમાંથી બનાવેલા વસ્ત્રો પહેરવા આપતા.

30

ઢટ્ટી

લંગોટી; કોપીન.

પહેલાના જમાનામાં સાધુઓ ઢટ્ટી પહેરીને વનમાં તપ કરતાં.         

31

ઢડવા

એક પક્ષી; એક જાતની મેના.

અહીંના જંગલમાં ઢડવાની વસ્તી જોવા મળે છે.         

32

ઢડ્ઢો

પતંગ અથવા કનક્વામાંનો કન્ની બાંઘવામાં આવે છે

મકરસંક્રાંતિના આગલા દિવસે જ પતંગને ઢડ્ડો બાંધીને તૈયાર રાખવા.         

33

ઢઢડાટ

અભિલાષ; અભરખો.

દીકરાને પરણાવવાનો એને બહુ ઢઢડાટ હતો. 

34

ઢઢણવું

જોશથી બધું એકસાથે હાલી ઊઠવું

ધરતી ઢઢણી ઉઠી ત્યારે ખબર પડી કે આ તો ધરતીકંપ છે.

35

ઢઢળતું

કબજામાં ન રહેતું; પોતાની સત્તામાં કે અંકુશમાં ન રેહનારૂં; દાબમાં નહિ એવું

કંઈ પણ ઢઢળતું હોય તો તે તેને પસંદ નહોતું.

36

ઢઢળવું

શરીર ક્ષીણ થઈ જવું; શરીર નબળું થઈ જવું

ઉંમર થાય એટલે શરીર ઢઢળવું થઈ જ જાય.

37

ઢઢું

દૂબળું ને નાનું ઘોડું.

કેદારનાથ ચઢવું હોય તો ઢઢું ન ચાલે.

38

ઢણકવું

આમતેમ નકામા કે ખાલી ફર્યા કરવું; રઝળવું

નોકરી વગર રાજુ આખો દિવસ ઢણક્યા કરતો.         

39

ઢણકો

સૂક્ષ્મ ઊંઘ; ઊંઘનું ઝોકું.

બપોરે જમ્યા બાદ એક ઢણકો આવી જ જાય.         

40

ઢણઢણ

નોબતનો અવાજ.

નોબતખાનામાં રોજ સાંજે ઢણઢણ થતું.     

41

ઢણઢણાવવું

જોરમાં હલાવવું

કંભકર્ણને જગાડવા બધાએ એને ઢણઢણાવવાનું શરૂ કર્યું.     

42

ઢપકો

સાહીનો ડબકો.

ઈન્ડીપેનથી લખો અને કાગળ પર ઢપકો ના પડે એવું તો બને જ નહીં.

43

ઢપાલયા

ડફ વગાડનાર ગવૈયો.

હવે ઢપાલયા મળવા મુશ્કેલ છે.

44

ઢપ્લા

તંબૂરો.

મીરાંબાઈ ઢપ્લા લઈને ભજન ગાતાં.     

45

ઢફડું

જાડું.

આટલું ઢફડું કાપડ ઉનાળામાં ના પહેરાય.

46

ઢફલી

ધૂળની ઢગલી.

બાળકોને ઢફલીમાં રમવાનું ખૂબ ગમે છે.

47

ઢબ

કળા. ગુણ; સ્વભાવ

એની કામ કરવાની ઢબ ઓફિસમાં સૌને પસંદ હતી.

48

ઢબછબ

કાર્ય કરવાની છટા.

વહુની ઢબછબ જોઈને સાસુજી એના વખાણ કરતાં થાકતા ન્હોતા.

49

ઢબઢબકલ્યા

સ્વાદ વગરનું ખાણું.

લોજમાં ઢબઢબકલ્યા ખાવાનું ખાઈને એ કંટાળી ચૂક્યો હતો.       

50

ઢબઢબાવવું

ખખડાવવું; કમાડ ખખડાવવું.

આટલું ઢબઢબાવ્યું તો પણ ધરમશાળાનો દરવાજો ન ખૂલ્યો.

51

ઢબલી

નાની ટેકરી.

એના ઘરની પછીતે ઢબલી હતી.

 

શબ્દસ્પર્ધાની પૂર્વ તૈયારી-“એ”

શબ્દસ્પર્ધાની પૂર્વ તૈયારી અંગે શ્રી કાંતિભાઈ કરશાળા સાથે વાતચીત કરતાં તેમણે મને સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓને પણ આમાં સામેલ કરવા જણાવ્યું. બીજા વિદ્યાર્થીઓને શોધવાનું તો શક્ય બન્યું નહીં. પણ રજાઓમાં મારી ઘરે આવેલા મારી બેનના દીકરાઓને આ કામમાં સામેલ કરવાનું શક્ય બન્યું. શબ્દસ્પર્ધાની આજની પૂર્વ તૈયારીમાં મારા ભાણિયા આશ્લેષ કે. પારેખે પણ મદદ કરી છે. આશ્લેષ વડોદરામાં અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. અને તેણે ધોરણ-૬ની પરીક્ષા આપી છે. એની શાળામાં ગુજરાતી વ્યાકરણનો અલગ વિષય શીખવવામાં આવે છે તેથી એને વાક્ય બનાવવામાં ઘણી મજા પડી.   

શબ્દસ્પર્ધાની પૂર્વ તૈયારી-

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

1

એંકાર

અહંકાર; ગર્વ; અભિમાન.

આપણે જીવનમાં એંકાર રાખવો જોઈએ નહીં.

2

એંખલાસ

અતિશય મેળાપ; પરમ મિત્રતા.

અમારા શહેરમાં હિન્દુ-મુસલમાન એંખલાસથી રહે છે.

3

એંચ

અછત; ખામી.

ભવિષ્યમાં પાણીની એંચ પડશે જ.

4

એંચંએંચા

ખેંચાખેંચી

નેતાઓ ખુરશી માટે એંચંએંચા કરે છે.

5

એંચણો

હરણ.

એંચણોને પકડવા રામ વનમાં ગયા.

6

એંટદાર

એંટવાળું.

એના એંટદાર સ્વભાવને કારણે એને કોઈ સાથે બનતું ન્હોતું.

7

એબ

ખોડ; ખામી.

દરેક માણસ પોતાની એબ ખૂલ્લી ન પડી જાય તે બાબતે સાવધાન રહે છે.

8

એંઠવાડ

એઠ; ખાવાપીવાથી થતો ગંદવાડ.

લગ્નપ્રસંગે વધેલો એંઠવાડ ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં.

9

એંડીગેંડી

વડોદરા તરફ રમાતી એ નામની એક રમત

વડોદરાના બાળકોને એંડીગેંડી ની રમત ખૂબ ગમે છે.

10

એંડુ

કળશ.

પૂજા સામગ્રીમાં એંડુ ની જરૂર પડ છે.

11

એંઢોણી

ઇંઢોણી; હીંઢોણી.

એંઢોણી પર બેડું મૂકીને પનિહારી કૂવે પાણી ભરવા જાય છે.

12

એંધણાં

બળતણ.

ગામડાની સ્ત્રીઓ સાંજે એંધણાં વીણવા જાય છે.

13

એંધાણી

નિશાની; ચિહ્ન.

વરસાદની એંધાણી થતાં જ સજીવસૃષ્ટિ આનંદિત થઈ જાય છે.

14

એંનમેંન

સરખેસરખું; મળતું આવતું.

બધું એંનમેંન હોય ત્યાં દીકરીને દેવાય.

15

એઆનત

મદદ; સહાય.

કોઈની એઆનત લેવા કરતાં ભૂખથી મરી જવું એણે પસંદ કર્યું.

16

એઈડિયું

એરંડિયું; દિવેલ.

માથામાં એઈડિયું લગાવવાથી ઠંડક થાય છે.

17

એકંતરા

એકાંતરિયો ઉપવાસ.

જૈન લોકો પર્યુષણમાં એકંતરા ઉપવાસ કરે છે.

18

એકંદરે

બધું મળીને થયેલું; કુલ.

એકંદરે આ વર્ષે શિયાળુ પાક સારો થયો.

19

એકક

અસહાય; મદદ વગરનું.

પતિના મૃત્યુ પછી રમા એકદમ એકક થઈ ગઈ.

20

એકકપાલી

એક માથાવાળું.

રાવણ એકકપાલી નહોતો પણ દશકપાલી હતો.

21

એકકોષી

એક કોષવાળાં પ્રાણી

અમીબા, યીસ્ટ અને પેરામિશિયમ એકકોષી સજીવ છે.

22

એકગમ્ય

પરમાત્મા; એક સ્વરૂપ પ્રાપ્ત કરવા જેવા પ્રભુ.

મીરા દ્વારિકામાં એકગમ્યમાં સમાઈ ગઈ.

23

એકચક્રી

ચક્રવર્તી.

લંકામાં રાવણનું એકચક્રી શાસન હતું.

24

એકટાણું

એક વખત જમવાપણું.

શ્રાવણમાસમાં ઘણાં લોકો એકટાણું કરે છે.

25

એકઠું

એકત્ર કરેલું; ભેગું

કીડી કણકણ કરીને અનાજ એકઠું કરે છે.

26

એકડ

જમીનનું એક માપ

એની પાસે હજારો એકડ જમીન હતી તો પણ એ સુખી ન્હોતો.

27

એકડબેકડ

છૂટક છૂટક.

ઘરનો સામાન એકડબેકડ ન લાવતા સાથે જ લાવવો સારો.

28

એકડેએક

એકથી સો લગી બોલવા લખવાનો એક આંક

શિક્ષકે બધા બાળકોને એકડેએક લખવા કહ્યું.

29

એકઢાળિયું

એક જ બાજુ ઢળતા છાપરાવાળું મકાન કે ઓસરી.

જ્યાં વરસાદ વધુ પડતો હોય ત્યાં એકઢાળિયાં ઘરો જોવા મળે છે.

30

એકતંતુ

એક તારવાળું.

એકતંતુ વાદ્ય વગાડીને એણે બધાનું મનોરંજન કર્યું.

31

એકતંતે

લાગુ રહીને; ખંત અને આગ્રહથી.

વિદ્યાર્થીઓએ એકતંતે અભ્યાસ કરવો જોઈએ.

32

એકતંત્રશાસન

એકહથ્થુ સત્તાવાળી રાજ્યપદ્ધતિ.

ચંદ્રગુપ્તએ પોતાના રાજ્યમાં એકતંત્રશાસન સ્થાપ્યું હતું.

33

એકતત્ત્વવાદ

અદ્વૈતવાદ

પંડિતો એકતત્ત્વાદની ચર્ચા કલાકો સુધી કર્યા કરતાં.

34

એકતરફ

એક બાજુએ; એક પક્ષે

છેવટે બધા લોકો એકતરફ થઈ ગયા.

35

એકતરા

એકાંતરિયો તાવ.

મેલેરિયાનો એકતરા તાવ આવે છે.

36

એકતર્ફા

એકપાક્ષિક; એક બાજુનું.

એકતર્ફા નિર્ણયો હંમેશા ખોટા હોય છે.

37

એકતા

અભેદ; સમાનતા

ભારતની એકતા અને અખંડિતતા જાળવવા જાન આપવો પડે તો પણ તે માટે તૈયાર રહેવું જોઈએ.

38

એકતાન

એક જ વસ્તુ ઉપર ધ્યાન ચોંટેલું હોય એવું; એકાગ્રચિત્ત

પંડિત ઓમકારનાથને સાંભળીને એ સંગીતમાં એકતાન થઈ ગયો.

39

એકતીર્થી

ગુરુભાઈ; સાથે ભણનાર

આશ્રમમાં કૃષ્ણની સાથે સુદામા  એકતીર્થી હતા.

40

એકત્રિત

સંગ્રહેલું; એકઠું કરેલું.

મુશ્કેલી આવે ત્યારે એકત્રિત કરેલું ધન કામ આવે છે.

41

એકત્વભાવના

એકપણાનો ભાવ; સંપની લાગણી.

ઘરમાં એકત્વભાવનાથી સૌ રહે તો બહારની કોઈ વ્યક્તિ કંઈ બગાડી શકતી નથી.

42

એકદંડિયો

એક થાંભલા ઉપર ચણેલી મેડી.

એના એકદંડિયા મહેલમાં કોઈ પ્રવેશી શકતું નહીં

43

એકદંત

ગણપતિ; ગણેશ

કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં એકદંતની પૂજા કરવામાં આવે છે.

44

એકદમ

આ જ વખતે; આ પળે.

એકદમ સમયસર ટ્રેન ઉપડી ગઈ.

45

એકધારું

એક જ દિશામાં જતું.

નદીનું પાણી એકધારું વહ્યા કરે છે.

46

એકનિશ્ચય

બદલાય નહિ તેવો ઠરાવ; દૃઢ નિશ્ચય.

એ એક વાર એકનિશ્ચય કરી લે પછી તેને કોઈ બદલી નહીં શકે.

47

એકપત્નીવ્રત

એક જ પત્ની કરવાનું વ્રત

રામ એકપત્નીવ્રત ધરવતા હતા.

48

એહતિયાત

ચેતવણી; સાવધાની.

સૂરતમાં પૂર આવવાની એહતિયાત આપવામાં આવી હતી.

49

એષણા

ઇચ્છા

પ્રથમ નંબર લાવવાની એષણા સૌએ રાખવી જોઈએ.

50

એશઆરામ

મોજમજા અને નિરાંતનું સુખ; આરામ.

ખેડૂતો અનાજ તૈયાર થઈ જતાં એશઆરામ કરે છે.

51

એચારી

ગોર. ધર્મગુરુ

પ્રમુખસ્વામી મહારાજ સ્વામીનારાયણ સંપ્રદાયના એચારી છે.