બે લઘુકાવ્યો

ભારતીય નારી

એ હંમેશાં

વીંધાતી જ રહી છે અહીં.

ક્યારેક એ

વીંધાઈ ગઈ છે નાકથી.

ક્યારેક કાનથી.

તો ક્યારેક,

વીંધાઈ ગઈ છે હ્રદયથી!

શું રહ્યું બાકી?

એ કહી શકો તો કહો!

* * * * * *

શિકાર

આમ તો એ

નીકળ્યો હતો

શિકાર કરવા મૃગનો.

અને હડફેટે ચડી ગઈ

શકુંતલા!

થઈ ગઈ શિકાર

અને તે પાછો ફર્યો

ખાલી હાથ

રાજમહેલમાં!

( મંગળ રાઠોડ )

One thought on “બે લઘુકાવ્યો

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.