ટેરવાં તો

ટેરવાં તો એ જ, પણ ક્યાં મતિ હાજર થતી?
ફૂલને સ્પર્શી રહ્યો આમ હું કોના વતી?

કેટલી અનુભૂતિઓ થીજી ગઈ નખશિખ ભીતર
પર્વતોની જેમ આ ટોચ લગ હંફાવતી!

પર્ણ જેવું કંઈ ઉપર, મૂળ જેવું ભૂમિએ
થડ નથી એ વાત પણ ક્યાં સમજમાં આવતી?

હોય નસનસમાં નદી દોડવાનું એ રીતે
આંબવાની છેવટે હોય ખુદની આકૃતિ

ગુંજ્યા કરવાની ઘડી પાસે આવી જોયું તો
એક સદી આઘે હતાં મારાથી ગંગાસતી

( ફારુક શાહ )

One thought on “ટેરવાં તો

  1. ગુંજ્યા કરવાની ઘડી પાસે આવી જોયું તો
    એક સદી આઘે હતાં મારાથી ગંગાસતી

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.