આકાશ

આકાશ

હજીય વાદળી છે.


વૃક્ષો

હજીય લીલા છે.


પંખી

હજીય ઊડે છે.


નદી

હજીય ભીંજવે છે.


માણસ

હજીય રડે છે.


અહીં

હજીય જીવી શકાશે.


( રાજેશ પંડ્યા )

2 thoughts on “આકાશ

  1. પ્રિય રાજેશભાઇ,

    ખુબ સુંદર,

    ઝરમર વર્ષામાં ભીંજાતી ઉભેલી લાગણીના સંવેદનશીલ આંસુને પણ,આપ જોઇ શક્યા.
    કદાચ,આપણે હજી માણસ છીએ.

    માર્કંડ દવે.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.