વરસાદમાં

વાતને વાળી જુઓ વરસાદમાં,
ઘાતને ટાળી જુઓ વરસાદમાં !

એ સજા-સી વાત થી ડરશો નહીં,
જાતને બાળી જુઓ વરસાદમાં !

આંખમાં એવું તો ના ખટક્યા કરે,
પાંપણો ઢાળી જુઓ વરસાદમાં !

કાલ જેવું ક્યાંક તો ઊગશે કદી,
આજને ભાળી જુઓ વરસાદમાં !

આ હવાની વાતમાં ના ઝૂમશો,
પાળને બાંધી જુઓ વરસાદમાં !

ક્યાં કશું કહેવાની જગા છે વળી?
મૌનને માણી જુઓ વરસાદમાં !

કોઈ મત્લા-મક્તાને ઈરશાદ કહી
વ્યોમને નાણી જુઓ વરસાદમાં !

( રમણ વાઘેલા )

2 thoughts on “વરસાદમાં

  1. I put 12 gazals on same radif …on a same day.
    May i’ve dis for my site ?
    I know, u don’t mind but still, wid ur link I m putting.
    tnx in advance.. !!

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.