ખરે ટાણે જુઓ કેવા અમે નાદાન થૈ બેઠા;
થવું’તું રણ અમારે ને અમે ઉદ્યાન થૈ બેઠા.
ઉતાવળ તો ઘણી કે આજ થૈ જઉં કાફલા ભેળો;
નકામો ને નિરર્થક કેટલો સામાન થૈ બેઠા.
અમે જીતી જશું આ યુદ્ધ જીવનનું છતાં જુઓ-
કવચ-કુંડળ તમોને દૈ અમે તો દાન થૈ બેઠા.
હતી મ્હેફિલ પણ રંગીન, હતો મસ્તીભર્યો માહોલ,
તૂટ્યા કૈં તાર વિણાના બસૂરું ગાન થૈ બેઠા.
જવાનું તો હતું નક્કી અમારે કોઈપણ રીતે-
અમે તો બેઉ અર્થોમાં નીકળતી જાન થૈ બેઠા.
તમાચા મારીને પણ ગાલ રાતા થૈ શકે છે પણ;
કરો જો હોઠ રાતા તો બીડાનાં પાન થૈ બેઠા.
( આહમદ મકરાણી )
જવાનું તો હતું નક્કી અમારે કોઈપણ રીતે-
અમે તો બેઉ અર્થોમાં નીકળતી જાન થૈ બેઠા.
સરસ. ધન્યવાદ.