કઈ રીતે હું ક્લિક કરું?

બંધ આંખોમાં છુપાયેલ વેદનાને કઈ રીતે હું ક્લિક કરું?
જે હજી જન્મી નથી એ વારતાને કઈ રીતે હું ક્લિક કરું?

ફોન, ટીવી, ફ્રીઝ, એસી-છે બધું હાજર સતત સેવામાં તોયે
ભીતરે વધવધ થતા ખાલીપણાને કઈ રીતે હું ક્લિક કરું?

રોટલા માટે ટટળતાં બાળકોના દેશમાં જીવી રહ્યો છું,
એમની ભૂખી રહેલ જિજીવિષાને કઈ રીતે હું ક્લિક કરું?

મંદિરે સ્થાપિત થયેલા ઈશ્વરો વિશે મને સંદેહ છે,
દ્વાર પર રઝળી પડેલી પ્રાર્થનાને કઈ રીતે હું ક્લિક કરું?

રંગભૂમિ પર ભજવતા પાત્રની તસવીર મેં ખેંચી તો લીધી,
તે છતાં દ્વિધા છે એની પાત્રતાને કઈ રીતે હું ક્લિક કરું?

( હિતેન આનંદપરા )

3 thoughts on “કઈ રીતે હું ક્લિક કરું?

 1. મંદિરે સ્થાપિત થયેલા ઈશ્વરો વિશે મને સંદેહ છે,
  દ્વાર પર રઝળી પડેલી પ્રાર્થનાને કઈ રીતે હું ક્લિક કરું?

  Wonderful line

  pls visit my blog “www.aagaman.wordpress.com”

  & leave your valuable comment pls

  Mayur Prajapati
  http://www.aagaman.wordpress.com

 2. રંગભૂમિ પર ભજવતા પાત્રની તસવીર મેં ખેંચી તો લીધી,
  તે છતાં દ્વિધા છે એની પાત્રતાને કઈ રીતે હું ક્લિક કરું?

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.