તું યાદ અચાનક આવે છે-પ્રવીણકુમાર રાઠોડ

શ્રાવણની ઝરમર રાતોમાં તું યાદ અચાનક આવે છે
ઝાકળના પારિજાતોમાં તું યાદ અચાનક આવે છે

અહીંથી લઈ જાનારા સઘળા રસ્તાઓ ગાયબ થઈ બેઠા
જીવલેણ અહીં આઘાતોમાં તું યાદ અચાનક આવે છે

અક્ષર અટકે, શબ્દો અટકે ભાષા અટકે પૃષ્ઠો અટકે
કોઈ શાયરના જઝબાતોમાં તું યાદ અચાનક આવે છે

સરખે સરખા ભેરુ સાથે જ્યાં ભર્યો ડાયરો હોય કદી
ત્યાં મસ્ત મઝાની વાતોમાં તું યાદ અચાનક આવે છે

એ મયખાનું, એ મસ્તાનો, એ મયખ્વારી, એ અમીરાઈ
હરદૌર તણી શરૂઆતોમાં તું યાદ અચાનક આવે છે.

( પ્રવીણકુમાર રાઠોડ )

14 thoughts on “તું યાદ અચાનક આવે છે-પ્રવીણકુમાર રાઠોડ

  1. અહીંથી લઈ જાનારા સઘળા રસ્તાઓ ગાયબ થઈ બેઠા
    જીવલેણ અહીં આઘાતોમાં તું યાદ અચાનક આવે છે……………

    su kahi sakay ????????saras goood

    Like

  2. અહીંથી લઈ જાનારા સઘળા રસ્તાઓ ગાયબ થઈ બેઠા
    જીવલેણ અહીં આઘાતોમાં તું યાદ અચાનક આવે છે……………

    su kahi sakay ????????saras goood

    Like

Leave a reply to Ch@ndr@ Cancel reply