અમારી ભૂલ-દત્તાત્રય ભટ્ટ

અમારી ભૂલ એ એક જ કે એને ધારવા બેઠા,
નિરાકારી નિરંજન રૂપને આકારવા બેઠા.

દલીલો પર નથી નિર્ભર છતાં એના જ ટેકા લઈ,
જગતના મૂળ એવા તત્વને આધારવા બેઠા.

રમત પ્રારંભ થાવાની શરતને પાળવા માટે,
અમે જિતાય એવી બાજીઓ પણ હારવા બેઠા.

બધાયે ભાવ અંવેદન તરલ પાણી હવા જેવા,
અમે લઈ પેન કાગળ શબ્દને કંડારવા બેઠા.

નરી નકરી સરળતા હાથતાળી દઈને ચાલી ગઈ,
અમે શાસ્ત્રો પ્રમાણે જિંદગી સંસ્કારવા બેઠા.

( દત્તાત્રય ભટ્ટ )

22 thoughts on “અમારી ભૂલ-દત્તાત્રય ભટ્ટ

  1. બધાયે ભાવ સંવેદન તરલ પાણી હવા જેવા,
    અમે લઈ પેન કાગળ શબ્દને કંડારવા બેઠા.

    સુંદર ગઝલ …

    Like

  2. બધાયે ભાવ સંવેદન તરલ પાણી હવા જેવા,
    અમે લઈ પેન કાગળ શબ્દને કંડારવા બેઠા.

    સુંદર ગઝલ …

    Like

  3. રમત પ્રારંભ થાવાની શરતને પાળવા માટે,
    અમે જિતાય એવી બાજીઓ પણ હારવા બેઠા.

    vah….bahu j saras

    Like

  4. રમત પ્રારંભ થાવાની શરતને પાળવા માટે,
    અમે જિતાય એવી બાજીઓ પણ હારવા બેઠા.

    vah….bahu j saras

    Like

  5. ગિરનારના દત્તાત્રેય શિખર જેવી બહુજ ઊંચા ગજાની કવિતા.
    જાણે કે ગંગા જમનાના વહેતા જળની હરીફાઈ કરતી કવિતા.

    “બધાયે ભાવ અંવેદન તરલ પાણી હવા જેવા”
    ‘અંવેદન’ને બદલે ‘સંવેદન’ નહીં હોય?

    Like

  6. ગિરનારના દત્તાત્રેય શિખર જેવી બહુજ ઊંચા ગજાની કવિતા.
    જાણે કે ગંગા જમનાના વહેતા જળની હરીફાઈ કરતી કવિતા.

    “બધાયે ભાવ અંવેદન તરલ પાણી હવા જેવા”
    ‘અંવેદન’ને બદલે ‘સંવેદન’ નહીં હોય?

    Like

  7. અમારી ભૂલ એ એક જ કે એને ધારવા બેઠા,
    નિરાકારી નિરંજન રૂપને આકારવા બેઠા.

    કેવી અગાઢ વાત કરી દીધી થોડાં શબ્દોમાં!
    જ્યાં જીતાય ત્યાં આસાનીથી હારવા બેઠા..

    Like

  8. અમારી ભૂલ એ એક જ કે એને ધારવા બેઠા,
    નિરાકારી નિરંજન રૂપને આકારવા બેઠા.

    કેવી અગાઢ વાત કરી દીધી થોડાં શબ્દોમાં!
    જ્યાં જીતાય ત્યાં આસાનીથી હારવા બેઠા..

    Like

  9. નરી નકરી સરળતા હાથતાળી દઈને ચાલી ગઈ,
    અમે શાસ્ત્રો પ્રમાણે જિંદગી સંસ્કારવા બેઠા.

    Hemant Vaidya….

    Like

  10. નરી નકરી સરળતા હાથતાળી દઈને ચાલી ગઈ,
    અમે શાસ્ત્રો પ્રમાણે જિંદગી સંસ્કારવા બેઠા.

    Hemant Vaidya….

    Like

  11. રમત પ્રારંભ થાવાની શરતને પાળવા માટે,
    અમે જિતાય એવી બાજીઓ પણ હારવા બેઠા.

    બધાયે ભાવ અંવેદન તરલ પાણી હવા જેવા,
    અમે લઈ પેન કાગળ શબ્દને કંડારવા બેઠા.

    Saras ……..

    Like

  12. રમત પ્રારંભ થાવાની શરતને પાળવા માટે,
    અમે જિતાય એવી બાજીઓ પણ હારવા બેઠા.

    બધાયે ભાવ અંવેદન તરલ પાણી હવા જેવા,
    અમે લઈ પેન કાગળ શબ્દને કંડારવા બેઠા.

    Saras ……..

    Like

Leave a reply to sapana Cancel reply